Last Update : 09-July-2012, Monday

 

ભારતમાં સવારે ૯-૩૦થી અસર ઃડીએનએસ ચાર્જર વાઇરસના કારણે
આજે દુનિયાભરમાં ઇન્ટરનેટ ઠપ થશે

યુએસ, ઇટાલી પછી ભારતમાં વધુમાં વધુ વાઇરસની અસર ઃ માલવેરની અસરવાળા ૫૦ હજાર કમ્પ્યુટર

નવી દિલ્હી, તા. ૮
વિશ્વભરના ઇન્ટરનેટ વપરાશકારોને આવતીકાલ એટલે કે નવમી જુલાઇનો દિવસ મુશ્કેલીમાં મૂકી શકે છે. અને આ સંદર્ભ વેબસાઇટો પણ ચેતવણી આપી રહી છે. અમેરિકી ગુપ્તચર સંસ્થા એફબીઆઇએ ડીએનએસ ચાર્જર તરીકે ઓળખાતા માલવેરના ભયથી ડોમેન નેઈમ સીસ્ટમ (ડીએનએસ)ને હંગામી ધોરણે બંધ કરશે. આ માલવેર વિશ્વભરનાં ત્રણ લાખ કરતાં પણ વધુ કમ્પ્યુટરને અડફેટે લીધા હોવાની શક્યતા છે અને આ ભય ધરાવતા દેશોમાં ભારત ત્રીજું સૌથી મોટું રાષ્ટ્ર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વભરમાં આ વાઇરસની અસરવાળા આઇપી એડ્રેસની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ૬૯,૫૦૦ એડ્રેસ સાથે અમેરિકા પહેલા ક્રમે, ૨૬,૪૯૪ એડ્રેસ સાથે ઇટાલી બીજા ક્રમે અને ભારત ૨૧,૩૦૨ એડ્રેસ સાથે ત્રીજા સ્થાને છે. આ વાઇરસથી માંદા પડેલા કોમ્પ્યુટરમાં આવતીકાલે ઇન્ટરનેટની સેવા ઠપ થાય તેવી શક્યતા છે. ડીએનએસ ચાર્જર એક એવો માલવેર કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટના ટ્રાફિકને ખોટી વેબસાઇટ તરફ દોરી જાય છે. ગયા વર્ષે એફબીઆઇએ 'ઓપરેશન ઘોસ્ટ ક્લિક' અંતર્ગત ,સાઇબર અપરાધીઓના હાથમાં આવી ગયેલા સર્વરનું નિયંત્રણ પોતાની પાસે લઇ લીધું હતું. ત્યારબાદ સંસ્થાએ કામચલાઉ સર્વરની મદદથી ઇન્ટરનેટ સેવા શરૃ રાખી હતી. જો કે આ સર્વર્સ ૯મી જુલાઇ, ૨૦૧૨ સુધી જ સેવા આપવાના છે.
ભારતીય આઇટી નિષ્ણાંતોના કહેવા મુજબ ભારતમાં આ માલવેરની અસરવાળા ૫૦ હજાર કોમ્પ્યુટર હોવાનું બહાર આવ્યું છે. આ તમામમાંથી માલવેરને દુર કરવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. બીજી બાજુ સાઇબર સલામતી નિષ્ણાંતોના મતે આ માલવેર ૮મી જુલાઇની મધ્યરાત્રીથી અસર કરવાનું શરૃ કરશે અને તેની આ 'રંજાડ' થોડા કલાકો જ ચાલશે. માલવેરની અસરવાળા કમ્પ્યુટરની સંખ્યા પણ ઘણી ઓછી હોવાથી ભારતમાં તેની વધુ અસર વર્તાય તેની શક્યતા નથી.

આ વાઇરસના મૂળ બે વર્ષ જૂના...
માલવેર ડીએનએસ ચાર્જરની અસર જવાની શરૃઆત આમ તો બે વર્ષ પહેલાંથી થઇ હોવાનું માનવામાં આવે છે. ૨૦૦૭માં હેકરોએ વિશ્વભરના ૫.૭૦ લાખ કોમ્પ્યુટર પર નિયંત્રણ મેળવવા ઓનલાઇન જાહેરખબર કૌભાંડ આચર્યું હતું. એફબીઆઇએ આ હેકર્સ દ્વારા ઉભા કરાયેલા સર્વર બંધ કરવાનું નક્કી કર્યું પણ તેનાથી ઇન્ટરનેટ સેવા બંધ થવાનો ડર હતો. તેથી તેમણે 'ઓપરેશન ઘોસ્ટ ક્લિક' હાથ ધર્યું પરંતુ આ વચગાળાના રસ્તાની સમય મર્યાદા આજે રાત્રે ૧૨ વાગ્યે પૂરી થઇ જશે અને તેના કારણે ડીએનએસચાર્જરનો આતંક ફરી પ્રસરે તેવી શક્યતા છે. ભારતમાં તેની શરૃઆત સવારે ૯.૩૧ કલાકથી થશે.

 

ડીએનએસ ચાર્જરના 'તાંડવ'નો ચિતાર...
* વિશ્વભરમાં ૩ લાખથી વધુ કોમ્પ્યુટરને અસર
* માલવેરના કારણે અમેરિકામાં વધુ ૬૯,૫૦૦ આઇપી એડ્રેસ અસરગ્રસ્ત જ્યારે ઇટાલીમાં આ આંકડો ૨૬,૪૯૪ અને ભારતમાં ૨૧,૩૦૨ છે.
* માલવેર ઇન્ટરનેટના ટ્રાફિકને ખોટી વેબસાઇટ તરફ દોરે છે.

 

ડીએનએસ શું છે?
સામાન્ય ભાષામાં કહીએ તો ડોમેન નેઈમ સીસ્ટમ (ડીએનએસ) એટલે એક એવી પ્રણાલી જે વ્યક્તિના કોમ્પ્યુટરને વેબસાઇટ સાથે જોડવાનું કામ કરે છે તે યુઝર ફ્રેન્ડલી ડોમેન નામોને આંકડાકીય આઇપી એડ્રેસમાં ફેરવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved