Last Update : 09-July-2012, Monday

 

કોર્પોરેટ હોસ્પિટલનાં સંચાલકોનું અમાનવીય કૃત્ય
લાખો રૃપિયાનું બીલ ચુકવનારા દર્દીની ચડ્ડી પણ ઉતારી લીધી..!!

ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેરાવવામાં આવેલી ચડ્ડી રજા આપતી વખતે ઉતારી લેવામાં આવતા દર્દીને ચાદર ઓઢીને રહેવુ પડયું
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
બદલાતા સમય સાથે તબીબી વ્યવસાયનાં સ્વરૃપ અને સ્વભાવમાં પાયાનાં પરિવર્તનો આવી રહ્યા છે. જેને પરિણામે હવે દવાખાના કોર્પોરેટ હોસ્પિટલોમાં ફેરવાઈ રહ્યા છે અને તબીબો વેપારીની જેમ વર્તી રહ્યા છે. ફાઈવ સ્ટાર હોટલો જેવી વૈભવી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી નાણા પડાવવાનો ગોરખધંધો ચાલતો હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ, તાજેતરમાં એક કોર્પોરેટ હોસ્પિટલમાં દર્દી સાથે થયેલા અમાનવીય કૃત્યનો ખુલાસો ખરેખર ચોંકાવનારો છે.
એકાદ મહિના પહેલા શહેર નજીકનાં સુંદરપુરા પાસેનાં હાઈવે ઉપર થયેલા માર્ગ અકસ્માતમાં એક સુશિક્ષીત યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં નિષ્ણાત તબિબો દ્વારા તેની સારવાર શરૃ કરવામાં આવી હતી. પરંતુ, તેની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો. બાવીસ દિવસ સુધી તેને આઈસીયુમાં રખાયો હોવા છતાંય તેની હાલતમાં કોઈ ફેર પડતો ન હતો.
આખરે, તેના પરિવારજનો કંટાળ્યા હતા અને તેમણે તેને સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેના પિતા અને કુટુંબનાં અન્ય સદસ્યો હોસ્પિટલનાં તબિબો તથા સંચાલકોને મળ્યા હતા. જે દરમિયાન બાવીસ દિવસ સુધી યુવાનને હોસ્પિટલમાં રાખવાનો ખર્ચ સાડા પાંચ લાખ રૃપિયા થયો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. જેથી કુટુંબીજનોએ બીલની ચુકવણી કરીને હોસ્પિટલમાંથી રજા લઈ લીધી હતી અને તેને સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલમાં તેને શિફ્ટ કરવા માટે આ હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઈ જવાઈ હતી. જેનાં કર્મચારીઓએ યુવાનને સયાજી હોસ્પિટલમાં છોડયો હતો પરંતુ, ચોંકાવનારી વાત એ હતી કે, સયાજી હોસ્પિટલનાં વોર્ડનાં બેડ ઉપર યુવાનને મુક્યા બાદ ખાનગી હોસ્પિટલનાં કર્મચારીઓએ તેની ચડ્ડી ઉતારવાની કોશિષ કરી હતી. આ ચડ્ડી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને પહેરાવવામાં આવી હતી. જેને પાછી લઈ જવાની જવાબદારી હોસ્પિટલનાં કર્મચારીઓની હતી.
સાડા પાંચ લાખ રૃપિયા ચુકવવા છતાંય યુવાન દર્દીએ પહેરેલુ એક કપડુ પણ છોડવા માટે હોસ્પિટલનાં કર્મચારીઓ તૈયાર ન હતા. જેથી યુવાન દર્દીનાં સગાસંબંધીઓ રોષે ભરાયા હતા અને તેમણે કર્મચારીઓનો ઉધડો લઈ લીધો હતો. જે દરમિયાન તેઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, જો..દર્દીને પહેરાવવામાં આવેલા કપડા તેઓ પાછા નહીં લઈ જાય તો તેનો ચાર્જ તેમના પગારમાંથી વસુલવામાં આવશે..તેમની આ વાત સાંભળીને યુવાન દર્દીનાં પરિવારજનો હચમચી ઉઠયા હતા. લાખો રૃપિયા ચુકવવા છતાંય કોર્પોરેટ હોસ્પિટલ પાસે માનવતાની અપેક્ષા રાખવી યોગ્ય નથી તેવુ તેઓ બરાબર સમજી ચુક્યા હતા. આખરે, તેમણે હોસ્પિટલનાં બિછાને પડેલા પોતાના સ્વજનનાં કપડા ઉતારીને તેને ખાનગી હોસ્પિટલનાં કર્મચારીઓને હવાલે કરી દીધા હતા. ત્યારબાદ પરિવારજનો નવા કપડા ખરીદવા માટે બજારમાં ગયા હતા. જે સમયગાળા દરમિયાન માલેતુજાર પરિવારનાં સુશિક્ષીત યુવાનને ચાદર ઓઢીને પડી રહેવુ પડયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યુ હતુ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved