Last Update : 09-July-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૭-૨૦૧૨ સોમવાર
અષાઢ વદ છઠ્ઠ
આજે પંચક છે.

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય (અ) ૬ ક. ૫૧ મિ. (સૂ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૬ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુર્વાભાદ્રપદ બપોરના ૧૨ ક. ૪૧ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સવારના ૬ ક. ૨૧ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાઋતુ. રા.દિ.આ. ૧૮
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ છઠ્ઠને સોમવાર.
- આજે પંચક છે.
- વિષ્ટી ૧૭-૦૪ થી ૨૯-૩૯ સુધી.
મુસલમાની હીજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ બેહમન માસનો ૨૬ રોજ આસ્નાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે અન્યના કારણે ચિંતા-ખર્ચ-બેચેની અનુભવો. નોકરી-ધંધાના, બેંકના કામમાં, જવાબદારીમાં જાગૃતિ રાખવી.
વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં અન્યનો સહકાર મળવાથી તમારી ચિંતા-મુશ્કેલી હળવી થાય, કામ ઉકેલાય.
મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ઉચાટ રહે. મકાન-જમીન-વાહનના, ટ્રાવેલ્સના ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં સંભાળવું પડે.
કર્ક ઃ ચિંતા-વ્યથામાં રાહત જણાય. તમારા રોજીંદા કામમાં નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરો. બહાર જવાનું થાય.
સિંહ ઃ નોકરી-ધંધામાં નુકશાન-ચિંતા-વિવાદનું આવરણ આવી જાય. પેટ-કમર-ગુદામાં-પેશાબમાં દર્દપીડાથી સંભાળવું.
કન્યા ઃ માનસિક પરિતાપ રહે, નકારાત્મક વિચારો આવે તેમ છતાં કામમાં વ્યસ્ત રહો, કામની પ્રગતિ - સફળતા જણાય.
તુલા ઃ નોકરી-ધંધામાં હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારના કારણે તમારા કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. ચિંતા રહે.
વૃશ્ચિક ઃ શેરોની લે-વેચમાં, નોકરી-ધંધાના-ઘર પરિવારના સંતાનના કામમાં ધ્યાન આપી શકો. પરંતુ શ્રમ-થાક જણાય.
ધન ઃ નોકરી-ધંધામાં, વડીલવર્ગના આરોગ્યની બાબતમાં, મકાન-જમીન-વાહનના પ્રશ્નમાં આપને ચિંતા-બેચેની રહે.
મકર ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પુત્ર પૌત્રાદિકના, ભાઈભાંડુના કામમાં ધ્યાન આપવું પડે.
કુંભ ઃ ચિંતા-પરિતાપ ઓછો થાય. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં.
મીન ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ વિચારોની એકાગ્રતા જળવાય નહીં. પોતાની મુશ્કેલી-પીડા પોતાના કારણે જ અનુભવો.

જન્મતારીખ વર્ષ સંકેત
તા. ૯ જુલાઈ ૨૦૧૨
આજથી શરૃ થઈ રહેલ જન્મવર્ષમાં યાત્રા પ્રવાસ થાય, પરિભ્રમણ વધારે રહે. નોકરી-ધંધાના કામ અંગે સતત વ્યસ્તતા-દોડધામ રહે પરંતુ ખાવાપીવાની અનિયમીતતાના કારણે, વાહન ચલાવવાની સતત દોડધામના લીધે, યાત્રા પ્રવાસના લીધે શારીરિક કષ્ટપીડા અનુભવાય. જેટલા આગળ વધવા પ્રયત્નો કર્યા હોય તેમાં રૃકાવટ આવી જાય.
- આપે પેટ, કમર, પગની, થાપાની, સાંધાની દર્દપીડામાં, હરવા ફરવામાં પડવા વાગવાથી સંભાળવું પડે.
- નોકરી-ધંધાના કામમાં ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે ચિંતા-મુશ્કેલી અનુભવો. વડીલવર્ગને બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.
- સાંસારીક જીવનમાં મતભેદ-બિમારીના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં.
- સ્ત્રી વર્ગને વિવાહ-લગ્નના પ્રશ્નમાં, મિત્રવર્ગના પ્રશ્નમાં, સાંસારીક જીવનના પ્રશ્નમાં મુશ્કેલી અનુભવવી પડે.
- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન રાખવું પડે. હરવા ફરવામાં સમયનો વ્યય કરવો નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કોર્ટમાં છગનને પોતાના નવ વર્ષના પૌત્રને સાથે લાવેલો જોઈને મગને પૂછ્‌યું, ‘‘કેમ આ ટેણીયાને કોર્ટમાં સાથે લઈ આવ્યા? તમને ચાલવામાં કે જોવામાં તકલીફ નથી પડતીને?’’
‘‘નાના, એવું કશું જ નથી.’’ છગન બોલ્યો અને આગળ બોલવા જાય છે ત્યાં મગને પૂછ્‌યું, ‘‘તો પછી?’’
‘‘એ તો એવું છે કે,’’ છગને કહ્યું, ‘‘જે રીતે કોર્ટમાં મારો કેસ ચાલે છે એ રીતે જોતા મને લાગે છે કે વર્ષો વીતી જશે તો પણ કેસનો નીવેડો મારા કે મારા દિકરાના જીવતા આવશે નહીં એટલે દિકરાના દિકરાને ટ્રેનીંગ મળે એટલા માટે કોર્ટમાં અત્યારથી સાથે લઈ આવું છું.’’

 

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved