Last Update : 08-July-2012, Sunday

 

અમેઝિંગ દેશી સ્પાઇડરમેન - ૭

- મન્નુ શેખચલ્લી

એ પછી તો વરસોનાં વહાણાં વાયાં...
એક રાત્રે પેલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સળિયાને ટેકે બેઠેલો હંગામી કારકુન પેલા હવાલદારને પૂછે છે ઃ
‘‘ભાઈ, પેલી ન્યુઝ ચેનલ પર મારો ઈન્ટરવ્યુ આવ્યો કે નહિ?’’
‘‘ડોબા, એ વાતને સાત વરસ થઇ ગયાં!’’
‘‘અને પેલા ‘સ્પ્રાઇટ બુક ઓફ બકવાસ રેકોર્ડઝવાળા મારા ફોટા પાડી ગયા હતા એનું શું થયું?’’
‘‘એ ચોપડી બહાર પડ્યાને પાંચ વરસ થયાં, ડફોળ.’’
‘‘અને હા, પેલી ગુજરાતી ચેનલ ટીવી-નાઇન્ટીનાઇન વાળાઓએ મને એક અંતાક્ષરી સ્પર્ધામાં બોલાવેલો એ?’’
‘‘એ બઘું પણ ત્રણ વરસ પહેલાં ટેલિકાસ્ટ થઇ ગયું, ચંબૂક.’’
‘‘અચ્છા?’’ નિરાશ થઇને કારકુન પૂછે છે ‘‘તો મને જામીન પર છોડાવવા માટે કોઇ સમાજસેવિકાએ જામીન-અરજી કરેલી એનું શું થયું?’’
‘‘એના પર કરોળિયાના જાળાં બાઝી ગયાં છે.’’
‘‘અને મારો એફઆઇઆર રીપોર્ટ?’’
‘‘એ તો રેકોર્ડ-રૂમમાં ઘૂળ ખાતો હશે, કરોળિયાનાં જાળાંઓના ઢગલા નીચે!’’
‘‘અને મેં મારી ચડ્ડીમાં આગળ અને પાછળ એક એક કાણું પાડી આપવાની જે અરજી કરી હતી એ તો હલી હશે ને?’’
‘‘હોતું હશે?’’ હવાલદાર ખડખડાટ હસે છે ‘‘એની ઉપર પણ કરોળિયાનાં જાળાં જ છે! પણ સાલા જડસૂ, તારે તારાં આ જાળાંની બહાર પીપી-છીછી કરીને શું મોટા ખિતાબ જીતી લેવા છે?’’
હસતા હવાલદારના ગંદા દાંત જોઇને હંગામી કારકુનની ખોપડી હટી જાય છે. એનું આખું શરીર ઘુ્રજવા લાગે છે... આંખોમાંથી અંગારા વરસે છે, જીભમાંથી જ્વાળાઓ લપકે છે... અને એ શ્રાપ આપે છે ઃ
‘‘હે હરામખોર હવાલદાર! તારા પ્રમોશનની ફાઇલ ઉપર પણ કરોળિયાનાં જાળાં બાઝી જશે!’’
...અને ખરેખર એવું જ થાય છે! છ મહિના, વરસ બે વરસ પછી પણ હવાલદારનું પ્રમોશન થતું નથી. છેવટે હવાલદાર હંગામી કારકુનને હાથ જોડે છે, પગે પડે છે. પણ હવે કશું થઇ શકે એમ નથી. કારણકે આપણો હીરો કહે છે ઃ
‘‘એક બાર મૈં ને કમિટમેન્ટ કર દી સો કર દી! અબ ઉસે મૈં ખુદ ભી નહીં બદલ સકતા!’’
ધીમે ધીમે આ ચમત્કારની ખબર આખા પોલીસબેડામાં ફેલાવા લાગે છે. દરમ્યાનમાં એક નવો ઈન્સ્પેકટર આ પોલીસ સ્ટેશનમાં આવે છે. એ બહુ સ્માર્ટ છે. એક દિવસ એ આપણા હંગામી કારકુનને ખાનગીમાં બોલાવીને પૂછે છે ઃ
‘‘શું તું ખરેખર ગમે તે ફાઇલને કરોળિયાનાં જાળામાં ગુમ કરી શકે છે?’’
‘‘ઓફ કોર્સ!’’
‘‘તો યાર, મારું એક કામ કરી આપ ને? મારા પર બે એન્કાઉન્ટરની તપાસ ચાલી રહી છે. એની ફાઇલોને...’’
‘‘થઇ જશે. પણ એક શરતે.’’
‘‘શું?’’
‘‘મારી ચડ્ડીમાં બે કાણાં પાડી આપો. એક આગળ અને એક પાછળ... જલ્દીઇઇઇ!!!’’

(કાલે પુરું)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved