Last Update : 08-July-2012, Sunday

 
બિનજરૂરી ખર્ચની લોકશાહી
હવે તો આખી વાતનો નીવેડો આવી ગયો, પણ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસભંડોળમાંથી રૂ.૨૦ લાખની કાર ખરીદવા કહ્યું ત્યારે ઘણા લોકોએ મોનાલિસા જેવું રહસ્યમય સ્મિત ફરકાવ્યું. તેનો અર્થ હતોઃ ‘અમે નહોતા કહેતા? પ્રજાનાં નાણાં ઉડાડવાની બાબતમાં અને ખોટા ખર્ચા વિશે બેદરકારી રાખવામાં બધા સરખા. શું અખિલેશ કે શું માયાવતી.’
પહેલી નજરે વાંકદેખા લાગે એવા આ વલણમાં રહેલા ભારોભાર તથ્યનો ઇન્કાર થઇ શકે એમ નથી. ઉત્તર પ્રદેશમાં જીત મેળવનાર સમાજવાદી પક્ષના યુવાન નેતા તરીકે અખિલેશને યાદ હોય જ કે માયાવતીએ સ્મારકો પાછળ ખર્ચેલાં અઢળક નાણાંની વાત અને તેમની વૈભવી શૈલી સમાજવાદી પ્રચારઝુંબેશનું એક હથિયાર હતી. માયાવતીએ ઊભાં કરેલાં દલિત ઇતિહાસ અને નેતાગીરીનાં સ્મારકો સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ અને ઓળખના રાજકારણના સંદર્ભે કદાચ સમજાવી શકાય, અમુક હદ સુધી તેમની હકારાત્મક અસરો વિશે વાત થઇ શકે, તેમ છતાં એ સ્મારકો પાછળ ખર્ચાયેલી રકમ તેનાથી થનારી અસર કરતાં ઘણી વધારે હતી અને એ રકમથી ઓળખના રાજકારણ કરતાં વધારે નક્કર સ્તરે દલિતો માટે ઘણું કામ થઇ શકે, એ પણ હકીકત છે. અલબત્ત, માયાવતીએ ઊભાં કરેલાં સ્મારકોની ઘણું કરીને, આવી કોઇ દૃષ્ટિ ઉમેર્યા વિના, પુરબહારમાં ટીકા થતી હતી.
વિરોધી પક્ષો માટે માયાવતીનો સ્મારકપ્રેમ કહો કે સ્મારકઘેલછા, એ કાયમી આક્રમણના મુદ્દા હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપે વિરોધ પક્ષ તરીકે પોતાની હાજરી મજબૂત બનાવવાના બહુ પ્રયાસ કર્યા અને રાહુલ ગાંધી તો જવાબદારીપૂર્વકના રાજકારણમાં પોતાનો પ્રવેશ ઉત્તર પ્રદેશની ચૂંટણી થકી કરવાની હદે ગયા. પરંતુ માયાવતી અને સત્તાધારી બહુજન સમાજ પક્ષવિરોધી લાગણીનો મહત્તમ ફાયદો સમાજવાદી પક્ષને મળ્યો. ચૂંટણીનાં પરિણામ પછી મુલાયમસંિઘ યાદવને તેમના પુત્ર અખિલેશ યાદવ, ભારતના લોકશાહી રાજકારણમાં વઘુ એક વંશપરપરાનો ઉમેરો કરીને, મુખ્ય મંત્રી બન્યા ત્યારે ઘણી આશા જાગી હતી.
મુલાયમસંિઘના પુત્ર અખિલેશ નવા જમાનાના, ટેકનોલોજી સમજતા અને ગુનાખોરી-જ્ઞાતિવાદના ભયંકર ભરડામાંથી ઉત્તર પ્રદેશને આગળ-ઉપર લઇ જઇ શકે, એવા ઉમેદવાર મનાવા લાગ્યા. સાથોસાથ, માયાવતીએ કરેલા અઢળક ખર્ચામાંથી બોધપાઠ લે એટલા શાણા તો એ લાગતા જ હતા. માયાવતીએ ઊભાં કરેલાં સ્મારકો સામે રાજકીય કિન્નાખોરીથી કામ નહીં લેવામાં આવે, એમ કહીને અખિલેશે પોતાની રાજકીય પક્વતાનો પરિચય આપ્યો હતો, પરંતુ જોતજોતાંમાં અખિલેશ યાદવની કોરી પાટી પર રાજકારણની શાહીનાં છાંટણાં થવા લાગ્યાં છે. ધારાસભ્યોને કાર ખરીદવા માટે રૂ.વીસ લાખ સુધીની રકમ આપવાની દરખાસ્ત તેમણે ભલે એક વાર કર્યા પછી, હોબાળો થતાં પાછી ખેંચી લીધી હોય, પણ તેનાથી એમની પાટી પર એક કાયમી ઘસરકો પડ્યો છે.
ધારાસભ્યોને કારની શી જરૂર?- એવો સવાલ તો અત્યારે ભાગ્યે જ કોઇ પૂછે. પરંતુ જે રાજ્યમાં સમાજવાદી પક્ષના ધારાસભ્યની સરેરાશ સંપત્તિ રૂ. અઢી કરોડ, બહુજન સમાજ પક્ષના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. ૪.૪૪ કરોડ, ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. ૪.૦૧ કરોડ અને કોંગ્રેસી ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.૪.૬૧ કરોડ હોય, ત્યાં કેટલા ધારાસભ્યોને કાર માટે આર્થિક મદદની જરૂર પડે? એનાથી પણ વધારે પ્રાથમિક સવાલઃ કેટલા ધારાસભ્યો બે-કાર (કાર વગરના) હોય? ઉત્તર પ્રદેશના કુલ ૪૦૩ ધારાસભ્યોમાંથી ૬૭ ટકા કરોડપતિ છે. સમાજવાદી પક્ષના ૨૨૪માંથી ૧૪૦ ધારાસભ્યો કરોડપતિ છે. તમામ ધારાસભ્યોમાંથી ફક્ત ૬ ધારાસભ્યોની જાહેર કરાયેલી સંપત્તિ રૂ. પાંચ લાખથી ઓછી છે.
બીજા બે મુદ્દા પણ અગત્યના છેઃ અખિલેશ યાદવની દલીલ હતી કે ધારાસભ્યો વાહનના અભાવે તેમના મતવિસ્તાર સાથે સંપર્કમાં રહી શકતા નથી. એટલે તેમની પાસે કાર હોવી જોઇએ. આ વાત માન્ય રાખીએ તો પણ, સવાલ એ થાય કે મતદારોને મળવા માટે વૈભવી કાર હોવી જરૂરી છે? મૂળભૂત સુવિધાઓ અને આરામ પૂરાં પાડતી કાર ન ચાલે? અને એના માટેની રકમ ધારાસભ્યોના મતવિસ્તારના વિકાસભંડોળમાંથી કેવી રીતે ફાળવી શકાય? એ રકમ ધારાસભ્યો ક્યાં વાપરી શકે એ માટેનાં નક્કી ધારાધોરણો હોય છે, જેમાં કોઇ વિવાદ થાય તો સાંસદ વિકાસ ભંડોળ માટેના નિયમોનો સહારો લેવામાં આવે છે અને તેને આખરી ગણવામાં આવે છે. પોતાના વિસ્તારના વિકાસ માટેની રકમમાંથી સાંસદો પોતે પોતાના માટે વીસ લાખ રૂપિયા સુધીની કંિમતની કાર ખરીદે, એનાથી વધારે દેખીતી દલા તરવાડીગીરી બીજી કઇ હોઇ શકે? અખિલેશ યાદવ જેવા પ્રમાણમાં નવા જમાનાના કહેવાય એવા નેતા આટલી સાદી વાત સમજવા કે અમલમાં મૂકવા ન ઇચ્છતા હોય, તે ભારતીય રાજકારણની તાસીર બતાવે છે. આ પ્રકારની અવિચારી દરખાસ્તો સામે હોહા થયા પછી, તેમને અભરાઇ પર ચડાવી દેવી એ અખિલેશ યાદવની નીતિ બનશે, તો થોડા વખતમાં તેમની અભરાઇ પર જગ્યા નહીં બચે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved