Last Update : 08-July-2012, Sunday

 

ધર્મગુરુઓએ 'ગોડ પાર્ટિકલ'થી ડરવાની જરાય જરૃર નથી

બિગ બેન્ગ અને હિગ્ગ્સ-બોસોનની થિયરી સાચી હોય તો માનવું પડશે કે સૃષ્ટિના સર્જનની જટિલ પ્રક્રિયા ઈશ્વરના અસ્તિત્વ વિના સંભવિત જ નથી

'આદર્શ' કૌભાંડ મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનું 'જોઇન્ટ વેન્ચર' હતું
વિલાસરાવ દેશમુખે જમીન વાપરવાની પરવાનગી આપી, સુશીલ કુમાર શિંદેએ જમીનનો કબજો આપ્યો અને અશોક ચવાણે બાંધકામ કરવાની પરવાનગી આપી હતી

'આદર્શ' કૌભાંડમાં એફઆઈઆર ફાઇલ થયાને ૧૭ મહિના થઇ ગયા તે પછી સીબીઆઈએ મોડે મોડે ચાર્જશીટ ફાઇલ કરી છે, કારણ કે તેમાં મહારાષ્ટ્રના એક નહીં પણ ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સંડોવાયેલા છે. આ ત્રણેય મુખ્ય પ્રધાનોને આ કૌભાંડ માટે સહિયારા જવાબદાર ગણવાને બદલે માત્ર અશોક ચવાણને હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યા છે, કારણ કે તેમના દિલ્હીમાં કોઇ ગોડફાધર નથી. સીબીઆઈએ આ ચાર્જશીટમાં કયાંય મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સુશીલ કુમાર શિંદેને કે વિલાસરાવ દેશમુખને આ કૌભાંડ માટે જવાબદાર ઠરાવ્યા નથી. આ રીતે સીબીઆઈએ તેમને જાણે કિલન ચીટ આપી દીધી છે. સીબીઆઈએ એમ પણ જણાવ્યું છે કે તેમનો ઉપયોગ સાક્ષી તરીકે કરવામાં આવશે.
તાજેતરમાં ન્યાયિક પંચ સમક્ષ જુબાની આપતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં તેમને સંડોવવાનું કાવતરું તેમના રાજકીય વિરોધીઓએ ઘડી કાઢયું છે. આ રાજકીય વિરોધીઓ ભાજપમાં છે કે કોંગ્રેસમાં છે, તેનો ફોડ તેમણે પાડયો નથી. અશોક ચવાણે આદર્શ કૌભાંડ માટે પોતાના બે પુરોગામીઓ સુશીલકુમાર શિંદે અને વિલાસરાવ દેશમુખને પણ સરખા જવાબદાર ઠરાવ્યા હતા. અગાઉ ન્યાયીક પંચ સમક્ષ સુશીલ કુમાર શિંદે અને વિલાસરાવ દેશમુખ પણ જુબાની આપી ચૂકયા છે. આ ત્રણેય મુખ્ય પ્રધાનોની જુબાનીઓ સરવાળો કરીએ તો સહેલાઇથી એવાં તારણ ઉપર આવી શકાય કે ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોએ ભેગા થઇને પોતપોતાના કાર્યકાળમાં આ 'જોઇન્ટ વેન્ચર' ને અંજામ આપ્યો છે. આ કૌભાંડમાં 'જે છીંડે ચડયો તે ચોર' એવો ઘાટ થયો છે.
'આદર્શ' કૌભાંડ થયું એ દરમિયાન મહારાષ્ટ્રમાં ત્રણ મુખ્ય પ્રધાનો રાજ કરી ગયા. વિલાસરાવ દેશમુખ પહેલાં ઇ.સ. ૧૯૯૯ થી ૨૦૦૩ દરમિયાન અને પછી ઇ.સ. ૨૦૦૪ થી ૨૦૦૮ દરમિયાન મુખ્ય પ્રધાન હતા. આ વચ્ચેના ગાળામાં સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. ઇ.સ. ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન અશોક ચવાણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. જેમની સીબીઆઈએ 'આદર્શ' કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવ્યા છે. ઇ.સ. ૨૦૦૦ની બીજી જૂને આદર્શ સોસાયટીના મંત્રી કનૈયાલાલ ગિડવાનીએ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખને પત્ર લખીને સરકારી જમીનનો કબજો માંગ્યો હતો અને આ જમીન ઉપર બંધાનારી ઇમારતમાં ૪૦ ટકા ફલેટો સામાન્ય નાગરિકો માટે અનામત રાખવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. આ પત્ર મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે તત્કાલીન મહેસૂલ પ્રધાન અશોક ચવાણને મોકલી આપ્યો હતો. આ પત્ર ઉપર દેશમુખે નોંધ કરી હતી કે, 'પ્લિઝ પ્રોસેસ ધિસ એન્ડ પુટ અપ' આ નોંધ ઉપરથી સ્પષ્ટ થતું કે દેશમુખ આ જમીન આદર્શ સોસાયટીને આપવા માગે છે. આ સૂચનાનો અશોક ચવાણે અમલ કર્યો હતો. આ કારણે આ કૌભાંડમાં સૂચના આપનારા મુખ્ય પ્રધાન અને તેનો અમલ કરનારા મહેસૂલ પ્રધાન એક સરખા જવાબદાર ગણાવા જોઈએ.
'આદર્શ' સોસાયટીને લશ્કરના તાબાની જમીન આપવાનો નિર્ણય (લેટર ઓફ ઇન્ટેન્ટ) ઇ.સ. ૨૦૦૩ની ૧૮મી જાન્યુઆરીએ લેવામાં આવ્યો ત્યારે વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. મહારાષ્ટ્રમાં મુંબઇ શહેર, પરાંઓ અને પૂણે શહેરમાં કોઇ પણ જમીનની ફાળવણી કરવાની હોય તો તેની સત્તા માત્ર મુખ્ય પ્રધાનને જ આપવામાં આવી છે. બાકીના વિસ્તારોમાં જમીનની ફાળવણીની સત્તા મહેસૂલ પ્રધાનને આપવામાં આવી છે. આ રીતે ઇ.સ. ૨૦૦૩માં 'આદર્શ'ને જમીન આપવાના નિર્ણયની જવાબદારી વિલાસરાવ દેશમુખની જ રહે છે.
ઇ.સ. ૨૦૦૩માં વિલાસરાવ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને તેમના સ્થાને સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના શાસન કાળમાં ઇ.સ. ૨૦૦૪ની ૧૯મી જુલાઈએ આદર્શ સોસાયટીને સંરક્ષણ ખાતાના તાબામાં રહેલી જમીનની સોંપણી કરી દેવામાં આવી હતી. આ સોંપણી કરતી વખતે શિંદે એ વાત ભૂલી જ ગયા હતા કે આ જમીન લશ્કરના કબજામાં છે. આ રીતે લશ્કરના કબજામાં રહેલી જમીનનો કબજો 'આદર્શ' સોસાયટીને આપવામાં સુશીલ કુમાર શિંદેની મુખ્ય ભૂમિકા હતી.
ઇ.સ. ૨૦૦૪માં સુશીલ કુમાર શિંદેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને તેમના સ્થાને વિલાસરાવ દેશમુખ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા. આ સમયે 'આદર્શ' સોસાયટીએ અરજી કરીકે બાજુમાં આવેલા 'બેસ્ટ'ના પ્લોટની એફએસઆઈ તેમને 'આદર્શ'માં વાપરવાની છૂટ આપવામાં આવે. વિલાસરાવ દેશમુખે આ અરજી ફરીથી મહેસૂલ પ્રધાન અશોક ચવાણને મોકલી, જેમણે ગ્રીન સિગ્નલ આપ્યો એટલે દેશમુખે તેને મંજૂરી આપી. હવે અશોક ચવાણ કહે છે કે તત્કાલીન મહેસૂલ સચિવ ડી.કે. શંકરને આ મુજબની ભલામણ કરી હતી અને મેં આંખ મિંચીને તેની ઉપર સહી કરી હતી. કોઇ વ્યકિત આંખો બંધ કરીને કોઈ ગુનો કરે તો પણ તેને સજા તો થવી જ જોઈએ.
ઇ.સ. ૨૦૦૮માં વિલાસરાવ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને તેમનાં સ્થાને અશોક ચવાણ મુખ્ય પ્રધાન બન્યા. આ દરમિયાન 'આદર્શ' સોસાયટીનું બાંધકામ આગળ વધી ગયું હતું, પણ તેમાં માત્ર સંરક્ષણ ખાતાનાં અધિકારીઓને જ ફલેટ ખરીદવાની છૂટ આપવામાં આવી હતી. 'આદર્શ'ના મંત્રી કનૈયાલાલ ગિડવાનીએ તેમાં સામાન્ય નાગરિકો માટે ૪૦ ટકા ફલેટો અનામત રાખવાની અરજી કરી. આ અરજી તત્કાલીન મુખ્ય પ્રધાન અશોક ચવાણે મંજૂર રાખી હતી. આ છૂટછાટનો લાભ લઇને તેમણે પોતાના બે સગાઓને આ ૪૦ ટકા અનામતમાં સસ્તા ભાવે ફલેટો અપાવી દીધા હતા. 'આદર્શ' સોસાયટીને બાંધકામની પરવાનગી આપતી વખતે એવી શરત કરવામાં આવી હતી કે આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતી હોવાથી તેમાં બાંધકામ કરતા અગાઉ કેન્દ્રનાં પર્યાવરણ ખાતાંની પરવાનગી મેળવવી આવશ્યક છે. આ શરતનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. 'આદર્શ' માટે આજ સુધી પર્યાવરણ ખાતાંની મંજૂરી લેવામાં આવી નથી.
'આદર્શ' કૌભાંડમાં ત્રણ મુખ્ય પ્રધાનો સાથે આશરે એક ડઝન સનદી અધિકારીઓ અને લશ્કરી અધિકારીઓ પણ સામેલ હતા. બ્યૂરોક્રસીના સાથ વિના આટલું વિરાટ કૌભાંડ કોઈ મુખ્ય પ્રધાન આચરી શકે નહીં. 'આદર્શ'ની જમીન લશ્કરના કબજામાં હતી. આ કબજો છોડાવવા માટે લશ્કરના અધિકારીઓને કૌભાંડમાં સામેલ કરવા જરૃરી હતા. આ કારણે લશ્કરના પાંચ બ્રિગેડિયરોને અને કર્નલોને આ કૌભાંડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડનો પ્રારંભ કનૈયાલાલ ગિડવાનીએ કર્યો હતો, જેઓ કોંગ્રેસના વિધાનસભ્ય હતા અને સોસાયટીના પ્રમોટર હતા. તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડ થયું ત્યારે જયરાજ ફાટક મુંબઇના મ્યુનિસિપલ કમિશનર હતા. તેઓ અત્યારે પણ સેવામાં ચાલુ હોવાથી તેમની ધરપકડ કરવા માટે સરકારની પરવાનગી લેવી જરૃરી છે. સરકરે આ પરવાનગી આપી નથી. માટે તેમની હજી ધરપકડ થઇ નથી. આ કૌભાંડ થયું ત્યારે પ્રદીપ વ્યાસ મુંબઇના કલેકટર હતા. કલેકટરની પરવાનગી વિના કોઇ જમીન ઉપર મકાન બાંધી શકાય નહીં. પ્રદીપ વ્યાસે પરવાનગી આપીને કાયદાનો ભંગ કર્યો હતો. તેઓ પણ સરકારની નોકરીમાં ચાલુ હોવાથી તેમની ધરપકડ થઇ શકી નથી. 'આદર્શ' કૌભાંડમાં જે ૧૩ આરોપીઓ છે, તે પૈકી નવની જ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ પછી સીબીઆઈ ૬૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ જતાં એ બધાને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે રચેલું ન્યાયિક કમિશન તો પ્રારંભથી જ આ કૌભાંડમાં ભીનું સંકેલવાની દિશામાં જ આગળ વધી રહ્યું છે. આ ન્યાયિક કમિશન અગાઉ એવું ઠરાવી ચૂકયું છે કે 'આદર્શ'ની જમીન મહારાષ્ટ્ર સરકારની માલિકીની છે, પણ તે લશ્કરના કબજામાં હતી. હવે આ કૌભાંડમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોની જવાબદારી આ કમિશન કેવી રીતે નક્કી કરે છે તે જોવાનું રહે છે. ન્યાયિક કમિશન સમક્ષ જુબાનીમાં સુશીલ કુમાર શિંદે આ જવાબદારી વિલાસરાવ દેશમુખ ઉપર નાખી રહ્યા છે અને વિલાસરાવ દેશમુખ તે અશોક ચવાણ ઉપર નાખી રહ્યા છે. અશોક ચવાણ કહે છે કે મહેસૂલ ખાતાના તત્કાલીન પ્રિન્સિપાલ સેક્રેટરી ઉપર ભરોસો રાખીને તેમણે 'આદર્શ'ના દસ્તાવેજ ઉપર સહી કરી હતી.
સીબીઆઈએ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે ત્યારે આ કૌભાંડના મુખ્ય આરોપી અશોક ચવાણની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવશે. પણ તેમની સાથે પણ હળવા હાથે કામ લેવાની જોગવાઈ થઈ ગઈ છે. સીબીઆઈએ એવો નિર્દેશ આપી દીધો છે કે અશોક ચવાણની જામીન અરજીનો તેઓ અદાલતમાં વિરોધ નહીં કરે, જેના થકી તેમને સહેલાઈથી જામીન મળી જશે.
મહારાષ્ટ્ર સરકાર તો હવે આ કૌભાંડમાં સંપૂર્ણપણે ભીનું સંકેલી લેવા માંગે છે. આ વાતનો પુરાવો આપતાં તેણે મુંબઈ હાઈકોર્ટમાં નવેસરથી અરજી કરી છે કે આ કેસમાં સીબીઆઈની તપાસની કોઈ જરૃર નથી અને મહારાષ્ટ્ર સરકારે તેની માંગણી પણ કરી નથી. જો અદાલત આ અરજી સ્વીકારી લે તો સીબીઆઈની તપાસ સમેટી લેવી પડે અને ૧૩ આરોપીઓને જલસા થઇ જયા. જોકે સંરક્ષણ ખાતાંએ આ કેસમાં ઇન્ટરવિનર તરીકે દાખલ થવાની અરજી કરીને મહારાષ્ટ્ર સરકારના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું છે.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved