Last Update : 08-July-2012, Sunday

 
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી

- કોલેજ વિસ્તારની આજુબાજુમાં નાસ્તાની લારીઓની કોઇ કમી હોતી નથી. જેથી મોટાભાગના કોલેજના યંગસ્ટર્સ તો આવી લારીઓ પર જ પોતાની બેઠક બનાવીને નાસ્તાની મજા માણતા હોય છે.

 

મોટાભાગની કોલેજોનું નવુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે કોલેજ કેમ્પસ પણ યુવા હૈયાઓથી ઉભરાઇ રહ્યું છે. કેટલાંક ફ્રેન્ડઝ તો કોલેજ શરૂ થવાની કાગડોળે રાહ જોતા હતા. કોલેજ કેમ્પસમાં પણ ફ્રેન્ડ્‌ઝ ગૂ્રપ એક બીજા સાથે જતા આવતા અને મસ્તી કરતા જોવા મળે છે. ત્યારે કોલેજની કેન્ટીન અને ચા નાસ્તાને કેમ કરીને ભૂલી શકાય? કોલેજમાં આવતા મોટાભાગના સ્ટુડન્ટ્‌સ કેન્ટીનમાં ચા-નાસ્તો કરવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ કેટલાંક યંગસ્ટર્સ તો કેન્ટીનની જગ્યાએ કોલેજની બહારની લારીઓ પરથી જ નાસ્તો કરવાનું પસંદ કરે છે.
રાગિણી પંચાલ કહે છે કે, સવારે જ્યારે કોલેજમાં આવીએ ત્યારે મોટાભાગે ઘેરથી જ નાસ્તો કરીને આવીએ છીએ. પંરતુ કોલેજના લેક્ચર પૂરા કર્યા બાદ ભૂખ ચાક્ક્સ લાગે છે. જો કે, કોલેજ છૂટે એટલે ઘેર જ જઇને જમવાનું તૈયાર હોય છે. તેમ છતાં મિત્રો સાથે ગૂ્રપમાં બેસીને નાસ્તો કરવાની મજા જ કંઇ ઓર છે. મોટાભાગે અમે કોલેજની બહારની લારીઓ પરથી જ નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ. ખાસ કરીને દાબેલી, વડાપાંઉ, પફ, સેન્ડવીચને અમે પ્રાયોરીટી આપીએ છીએ. ત્યારબાદ ચાનો ટેસ્ટ કેમ કરીને ભૂલાય. જો કે કેટલીક વાર અમે કેન્ટીનમાં પણ જઇને નાસ્તો કરીએ છીએ. પરંતુ કેન્ટીનમાં આવી ચીજવસ્તુઓ જલ્દી મળતી નથી. જેથી કોલેજ બહારની લારીઓ જ બેસ્ટ ઓપ્શન છે.
પિયુષ રાઠોડ કહે છે કે, કોલેજમાં લેક્ચર ભર્યા બાદ બોર થઇ જવાય છે. જેથી કંઇ અલગ વાતાવરણ હોય તો વી વીલ ફીલ બેટર. જેથી લેક્ચર પૂરા થયા બાદ અમે તરત જ ઘેર જતા નથી. ફ્રેન્ડઝ સાથે ગૂ્રપમાં બેસીને થોડી વાર ડિસ્કશન પણ જરૂરી છે. કાલનું શું પ્લાનંિગ છે અને આજે શું લેક્ચરમાં ભણાવ્યું વગેરેની ચર્ચા કરીએ છીએ. જેના માટે એક બેઠક હોવી જરૂરી છે. જેથી અમે કોલેજની કેન્ટીનમાં ચા નાસ્તો કરવા જઇએ છીએ. પરંતુ મોટાભાગે તો અમે કોલેજની બહારની લારીઓ પર જ અડીંગો જમાવી દઇએ છીએ. જ્યાં બેસીને તમામ ચર્ચા વિચારણા અને નેક્સ્ટ પ્લાનીંગની ચર્ચા સાથે નાસ્તો કરીએ છીએ.
જ્યારે દિશા વ્યાસ કહે છે કે, કોલેજમાં લેક્ચર દરમિયાન જ ટાઇમ પસાર થઇ જતો હોય છે. ત્યારબાદ થોડુ ડિફરન્ટ વાતાવરણ જોઇએ. વળી ઘેરથી પણ કેટલીક વાર નાસ્તો લઇને આવીએ છીએ. જેથી રિષેશ પડે કે કોલેજ છૂટે ત્યારે અમે કોલેજની બહારની નાસ્તાની લારીઓ પર જ બેસીને નાસ્તો કરીએ છીએ. જ્યાં બેસીને નાસ્તા સાથે તો પછી ગપ્પા તો હોય જ. ગપ્પા મારે જઇએ અને નાસ્તો કરતા જઇએ. ત્યારબાદ જ ઘેર જ જઇએ છીએ. જો કે, કેટલીક વાર એવું પણ બને છે કે બહાર નાસ્તો કરીને ઘેર આવ્યા બાદ ઘરનું લંચ લેવું ભારે પડી જાય છે. પણ હાલ કોલેજો શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજની બહારની નાસ્તાની લારીઓ પર યંગસ્ટર્સની ભારે ભીડ જામે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved