Last Update : 08-July-2012, Sunday

 

જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં

- વરસાદનો માહોલ હોય ત્યારે શહેરના યંગસ્ટર્સ હોટકોર્ન અને બટર મસાલા કોર્ન ખાવાનું ચૂકતા નથી. ખાસ કરીને કોલેજની આસપાસમાં હોટકોર્નનું વેચાણ કરનારાઓનું પ્રમાણ વઘી જાય છે.

ગુજરાત અને રાજસ્થાનની સીમાએ આવેલ ગીરીમથક, માઉન્ટ આબુ દેશભરના પ્રવાસી - સહેલાણીઓનું વર્ષોથી માનીતું સ્થાન ગણાય છે. દેશ-વિદેશના ટુરીસ્ટો તહેવાર, રજાઓમાં, સપરિવાર અહીંની મુલાકાતે આવતા હોય છે. નખ્ખી તળાવ, આસપાસના જોવા લાયક સ્થળો અને અહીંની આબોહવા પ્રવાસીઓને હંમેશા આકર્ષતી હોય છે. કંપની સરકાર તેમજ રજવાડાંઓના સમયના થોડાંક સ્થાપત્ય પણ પ્રવાસીઓ માણતા હોય છે.
પર્યટન સ્થાનથી થોડાક માઇલના અંતરે દેલવાડાનાં દહેરા નામે જગ-મશહુર તિર્થધામ આવેલું છે. વસ્તુપાળ, તેજપાળ જૈન શ્રેષ્ઠીઓએ વર્ષો પૂર્વે ઇશ્વરીય પ્રેરણા, અથાક પરિશ્રમ, લખલુંટ ધનસંપત્તિ, વર્ષોની જહેમત, તપસ્યાના સામંજસ્ય દ્વારા આ અદ્‌ભૂત સર્જન એક ચીરંજીવ સંભારણું આપણને આપતા ગયા છે. જેનું ૠણ સમાજ કે આપણે અદા કરી શકીએ તેમ નથી. દેશ વિદેશના ફોટોગ્રાફરો, ચિત્રકારો, સ્થપતિઓ, સંશોધકો, આર્કીઓલોજીસ્ટોએ આ મંદીરોની મુલાકાતો લીધી છે. વિપુલ પ્રમાણમાં તસ્વીરો, સ્મરણિકાઓ, ડોક્યુમેન્ટરી ફિલ્મો જગત સમક્ષ રજુ કરેલ છે. આ તિર્થ જૈન સમાજ સાથે જૈનેતર સમાજમાં પણ લોકપ્રિય છે. જેમાં પાલીતાણા તિર્થના સર્જન વિષે વિચારતાં માનવ ચકરાવામાં પડી જાય છે, તેમ આ તિર્થના સર્જન માટે અભ્યાસી માણસનું મગજ પણ કામ કરતું નથી, આવા નિર્જન વિકટ સ્થળે કેવી રીતે આવાં કલા કૌશલ્યથી ભરેલાં સર્જનો થયાં હશે. નવાઇની વાત તો એ છે કે કોઇપણ કલાકારનું શિલ્પકારનું નામ ક્યાંય જોવા મળતું નથી, કારણ કે આ સમર્પણનાં સર્જનો હતા- ધંધાકીય નહોતાં. કેવળ ભાવભક્તિ ત્યાગનાં સર્જનો છે. એટલે જ તો લોકહૃદયમાં અકબંધ છે.
તિર્થધાર્મનો પ્રાથમિક પરિચય આપ્યા બાદ આપણે અત્રે બ્રિટીશ કાળના મહાન ચિત્રકાર, જેમણે ભારત ભ્રમણ કરીને અસંખ્ય ઐતિહાસિક ચિત્રો દોર્યા છે. તેવા વીલીયમ કારપેન્ટરનાં સન ૧૮૫૧ આસપાસના દેલવાડાનાં ઘણાં ચિત્રોમાથી અત્રે પ્રગટ એક ચિત્રનું લાવણ્ય માણીએ- આ ચિત્ર હાલ વિકટોરીયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ લંડનમાં વર્ષોથી સચવાયેલા છે. ચિત્રમાં મુખ્ય દેવળ તરફ જવાનો માર્ગ કલા-કારીગરીવાળા થાંભલા, ટોડલા, કમાનો, બ્રેકટ, મારબલના પગથીયાં, ફરસ, મૂર્તિઓ માટેના ગોખલા, ઝીણી માંડણીઓ, સમાન્તર જતી નકશીઓ, જમીન ઉપર સુઇનેજ જોઇ શકાય કે ફોટા પાડી શકાય તેવા છતો ઉપરનાં નકશીકામ. સર્વત્ર એકસુરતા, એ. અશિક્ષીત કલાકારોની સુઝબુઝ કહેવાય. કલાકારે તે સમયનો પહેરવેશ પાઘડીઓ, કેસરીયા રંગના વસ્ત્રોવાળાં પાત્રો, હળવી પ્રકાશ છાયા, ભક્તિ ભાવના પીળા અને ક્રીમ રંગમાં હળવા- પટો દ્વારા ચિત્રને પેપર ઉપર જળરંગો દ્વારા ઉપસાવીને કમાલ કરી છે. આ દ્રશ્ય સન ૧૮૫૧નું છે. જ્યારે આજે મુલાકાત લોતો તિર્થ હજુ પણ એવું ને એવું જ રહ્યું છે. માત્ર દર્શનાર્થીઓના પહેરવેશ, હાવભાવ, વર્તન બદલાએલાં જોવા મળે. આનેજ કદાચ ઇતિહાસ કહેતા હશે. અતીતના કલા- શિલ્પીઓને હજારો સલામ પહોંચે.
‘સૌરાષ્ટ્ર’ - કંિમતી કલાકૃતિ
દેશના જાણીતા ચિત્રકાર શ્રી રઝાની આઘુનિક મોટી કલાકૃતિ જેનું કાલ્પનિક નામ સૌરાષ્ટ્ર રાખેલું તે સન ૧૮૯૩ની કૃતિ તાજેતરમાં ક્રીસ્ટી સંસ્થાના લંડનના નિલામી પ્રદર્શનમાં આશરે રૂા. ૧૬/- કરોડમાં વેચાણ પામી હતી.
કલા વચનઃ મનપસંદ લલિતકલાઓ રોજીંદી જંિદગીથી આત્મા ઉપર લાગેલી ઘુળને સહજમાં ખંખેરી નાખી શકે છે.
- નંદલાલ બોઝ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved