Last Update : 08-July-2012, Sunday

 
દિલ્હીની વાત
 

માયાવતીને લાભકારક ચુકાદો યુપીએનો દુઃખાવો
નવી દિલ્હી,તા.૭
સર્વોચ્ચ અદાલતે બસપા નેતા અને પૂર્વ યુપી મુખ્યપ્રધાન માયાવતી સામેનો અપ્રમાણસરની સંપત્તિ સંબંધી કેસ કાઢી નાખ્યા પછી રાજકીય પંડિતો એમની ભાવિ હિલચાલ પર નજર રાખી રહ્યા છે. એમના પ્રતિસ્પર્ધીઓ પૈકી, સમાજવાદી પક્ષ તથા કોંગ્રેસ માટે મોટી ચિંતાનો વિષય ઉભો થયો છે. જો કે એમાંય કોંગ્રેસની તકલીફ બેવડાઇ હોવાનું જણાય છે. માયાવતી પાસે પોતાની શરતો મનાવવાનું કોંગ્રેસ માટે સહેલું નહિં રહે.માયાવતી યુપીએ સરકારને બહારથી અપાઇ રહેલો ટેકો પાછો ખેંચી લે એવી શક્યતાને કોંગ્રેસી નેતાઓ નકારી રહ્યા છે ત્યારે એમને ડર છે કે હવે તાકાતની દ્રષ્ટિએ માયાવતી હવે કેન્દ્ર સાથે શરતો કરી શકે. કોંગ્રેસ માટે બીજી તકલીફ એ રહેશે કે એણે સમાજવાદી પક્ષ અને પસપા વચ્ચે સંતુલન જાળવવું પડશે. બંને યુપીમાં પ્રખર વિરોધીઓ છે અને બંને કોંગ્રેસના નેતૃત્વયુક્ત યુપીએ સરકારને ટેકો પૂરો પાડી રહ્યા છે.
હવે પછના ઉપરાષ્ટ્રપતિ આદિવાસી કે મુસ્લિમ ?
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને બીજી મુદત મળે કે કેમ એ કહેવું મુશ્કેલ છે ત્યારે નવા ઉપરાષ્ટ્રપતિ આદિવાસી હશે કે લઘુમતી એ વિષે મતમતાંતર છે. જો કે આદિવાસી સંગ્મા રાષ્ટ્રપતિપદ માટે હોડમાં ઉતર્યા હોવાથી આદિવાસી ઉપરાષ્ટ્રપતિની તરફેણ કરી રહેલા જૂથનું જોમ વધ્યું છે. એમના મતાનુસાર આદિવાસીને સ્થાન આપવાથી કોંગ્રેસથી અલિપ્ત રહેલી આદિવાસી પ્રજાને એક સારો સંદેશો પહોંચશે ઉપરાષ્ટ્રપતિના મહત્વના સ્થાન માટે જે આદિવાસીઓનું નામ બોલાઇ રહ્યુંછે. એમાં કેન્દ્રના પ્રધાન કે.સી.દેવ (આંધ્ર) અને મણીપુરના પુર્વ મુખ્ય પ્રધાન એચ.સી. જમીરનો સમાવેશ થાય છે.
લઘુમતી ઉમેદવાર આગળ છે
ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો લઘુમતી કોમને મળે એવી તકો હોવાને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. રાજય સભાના પૂર્વ નાયબ અધ્યક્ષ કે રહેમાન ખાન સ્પર્ધામાં આગળ જણાઇ રહ્યાં છે. ઉપલા ગૃહના નાયબ અધ્યક્ષ તરીકે એમની કામગીરી સારી રહી છે. પીઢ કોંગ્રેસ નેતા મોહસિના કિડવાઇ માટે પણ તક છે.મહિલા હોવા ઉપરાંત તેઓ ૧૦, જનપથની નજીક છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી કોંગ્રેસને ક્રોસ વોટીંગનો ભય
ફરી એકવાર, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉદ્ભવેલુ આદિવાસી પરિબળ કોંગ્રેસની નેતાગીરીને ચિંતામાં મકી રહ્યું છે. એને ક્રોસ વોટીંગનો ભય છે. એનું એક કારણ એ છે કે કોંગ્રેસે આ વેળા આદેશ આપ્યો નથી. એનો અર્થ એ કે ક્રોસ વોટીંગ થાય તો એ કરનાર સામે પગલાં લઇ શકશે નહિં.
સલામતી એજન્સીઓને રાતોના ઉજાગરા
અબુ જિંદાલે કરેલા ઘટસ્ફોટોથી પાકિસ્તાન સામે પોતાનો કેસ મજબૂત પણે રજૂ કરવામાં ભારતને લાભ થાય એવું છે જો કે સલામતી એજન્સીઓના સૂત્રોના સંકેત અનુસાર એમની રાતોની ઊંઘ ઉડી ગઇ છે. વધુ ને વધુ યુવાન અને શિક્ષિત ભારતીય મુસ્લિમોને ત્રાસવાદમાં સંડોવીને પાકિસ્તાન ભારતમાં એનું ત્રાસવાદ માળખું મજબૂત બનાવી રહ્યા હોવાની પૂરતી સાબિતીઓ જિંદાલે પૂરી પાડી છે. સિમિ અને ઇન્ડિયન મુજાહિદિન ઉપરાંત કેટલાક અન્ય નેટવર્ક ઉભા થઇ ગયા છે. આ નેટવર્ક જમ્મુ અને કાશ્મીરની માફક કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં એમની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved