Last Update : 08-July-2012, Sunday

 
 

એસએલપીએલમાં ડ્રાફ્ટ સિસ્ટમથી ખેલાડીઓ ફ્રેન્ચાઇઝીમાં જોડાયા
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો

જયસુર્યાની સાથે ચાંદીમલ, કાપુગેડેરા, કુલાસેકરા પરેરા અને હેરાથને મહત્તમ કિંમત મળી

કોલંબો, તા. ૭
શ્રીલંકન પ્રીમિયર લીગ (એસએલપીએલ)માં ડ્રાફ્ટ સિસ્ટમની મદદથી સ્થાનિક ખેલાડીઓ જુદી-જુદી ફ્રેન્ચાઇઝી સાથે કરારબધ્ધ થયાં હતા. સ્થાનિક ખેલાડીઓમાં જયસુર્યા સહિતના છ ખેલાડીઓને આશરે રૃપિયા ૨૦ લાખના ટોચના બ્રેકેટમાં મુકવામાં આવ્યા હતા. જયસુર્યાને કાન્ડુરાતા ટીમે કરારબદ્ધ કર્યો હતો. આ બ્રેકેટમાં ચાંદીમલ, કાપુગેડેરા, કુલાસેકરા, પરેરા અને હેરાથ સામેલ હતા. ૪૩ વર્ષીય જયસૂર્યા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલની પ્રથમ ત્રણ સિઝનમાં રમ્યો હતો અને તેને નવમા રાઉન્ડમાં કાન્ડુરાતા ટીમે તેની પસંદગી કરી હતી. જયસુર્યા આ સિઝનમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ખુલના ટીમ તરફથી પણ રમ્યો હતો. સૌપ્રથમ જે ખેલાડીની પસંદગી થઇ તે ચાંદીમલ હતો, જેને વાયમ્બાએ પસંદ કર્યો હતો. પરેરા અને કુલાસેકરાને અનુક્રમે કાન્ડુરાતા અને નાગેનહીરા ટીમોએ સિલેક્ટ કર્યા હતા. ઉથાનાએ કાપુગેડેરાને પસંદ કર્યો હતો. જ્યારે હેરાથ પર બીજા રાઉન્ડમાં બાસ્નાહીરા ટીમે પસંદગી ઉતારી હતી. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામીન્ડા વાસની કિંમત ૧૪.૫૦ લાખ નકકી કરવામાં આવી હતી અને તેની વાયમ્બા ટીમે પસંદગી કરી હતી.
નાગેનહીરાએ આફ્રિદીના સ્થાને મેથ્યૂસને તેમનો આઇકોન પ્લેયર બનાવ્યો હતો. અગાઉ આ જ ડ્રાફ્ટ પધ્ધતિથી ૫૬ વિદેશી ખેલાડીઓની ફ્રેન્ચાઇઝીઓએ પસંદગી કરી હતી. હવે દરેક ફ્રેન્ચાઇઝી પાસે ૧૨ શ્રીલંકન અને છ વિદેશી ખેલાડીઓ એમ કુલ મળીને ૧૮ ખેલાડીઓની ટીમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved