Last Update : 08-July-2012, Sunday

 

અમેરિકન ટેનિસ સ્ટાર સેરેનાનો ૬-૧, ૫-૭, ૬-૨થી વિજય
ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન

સેરેનાએ પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું પોલેન્ડની રડવાન્સ્કા ઇતિહાસ રચવાની તક ચુકી

લંડન,તા.૭
અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ફાઇનલમાં પોલેન્ડની રડવાન્સ્કાને ૬-૧, ૫-૭, ૬-૨થી હરાવીને વિમ્બલ્ડનનું વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતુ. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી ફાઇનલમાં સેરેનાની શરૃઆત આક્રમક રહી હતી પણ થોડા બ્રેક બાદ બીજા સેટમાં રડવાન્સ્કા વધુ મક્કમ ઇરાદા સાથે પરત ફરી હતી. જો કે ત્રીજા અને નિર્ણાયક સેટમાં સેરેનાના અનુભવ સામે રડવાન્સ્કા નિઃસહાય જણાતી હતી. સેરેનાએ આ સાથે કારકિર્દીનું પાંચમું વિમ્બલ્ડન અને ૧૪મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું હતુ.
ઓલ ઇગ્લેન્ડ કલબ ખાતે રમાયેલી ફાઇનલમાં સેરેનાએ પ્રભુત્વ સાથેનો દેખાવ કરતાં બે કલાક અને બે મિનિટના મુકાબલામાં વિજય મેળવ્યો હતો. જ્યારે ૭૩ વર્ષ બાદ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશનારી પોલેન્ડની પ્રથમ ખેલાડી રડવાન્સ્કા ઇતિહાસ રચવાની તક ચુકી ગઇ હતી. છેલ્લે ૧૯૩૯માં જેડ્રેઝેજોવસ્કાએ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશીને આ સિધ્ધિ મેળવી હતી. ફાઇનલમાં સેરેના તેની હરિફ કરતાં ચડિયાતી સાબિત થઇ હતી અને તેણે કુલ ૧૭ એસ ફટકાર્યા હતા. જ્યારે રડવાન્સ્કા માત્ર બે એસ નોંધાવી શકી હતી. સેરેનાનીચાર ડબલ ફોલ્ટની સાથે રવાન્સ્કાએ પાંચ ડબલ ફોલ્ટ કરી હતી.
હાઇપ્રોફાઇલ ફાઇનલમાં આક્રમક શરૃઆત કરતાં સેરેનાએ પ્રથમ સેટમાં માત્ર એક જ ગેમ ગુમાવી હતી અને ૩૬ મિનિટમાં જ વિજય મેળવી લીધો હતો. જો કે વરસાદના થોડા વિધ્નનો લાભ ઉઠાવતા રડવાન્સ્કા વધુ સારી તૈયારી સાથે બીજા સેટમાં રમવા ઉતરી હતી. બંનેખેલાડીઓએ જોરદાર રમત દર્શાવતા મુકાબલો ૫-૫થી બરોબરી પર આવી પહોંચ્યો હતો.
આ તબક્કે રડવાન્સ્કાએ સેરેનાની સર્વિસ તોડી હતી અને આખરે ૭-૫થી બીજો સેટ જીતી લીધો હતો. ત્રીજા અને નિર્ણાયક સેટમાં સેરેના વધુ જોશ સાથે પાછી ફરી હતી. જેની સામે રડવાન્સ્કા સાવ થાકેલી લાગતી હતી. સેરેનાએ માત્ર ૩૭ મિનિટમાં જ આખરી સેટ જીતી લીધો હતો અને વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કર્યું હતુ.સેરેના આ અગાઉ ૨૦૦૨, ૨૦૦૩, ૨૦૦૯ અને ૨૦૧૦માં વિમ્બલ્ડન ટાઇટલ જીતી ચુકી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved