Last Update : 08-July-2012, Sunday

 
 

ફેડરરને સાતમી વખત ટાઇટલ જીતી સામ્પ્રસની બરોબરી કરવાની તક
આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફેડરર મરેને ૨૦૦૮માં યુએસ ઓપનની અને ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સીધા સેટોમાં હરાવી ચુક્યો છે

 

મરે ૧૯૩૬ પછી વિમ્બલ્ડન જીતનારો પ્રથમ બ્રિટીશ પુરૃષ ખેલાડી બનવા આતુર
લંડન,તા.૭
વર્લ્ડ રેન્કિગમાં ત્રીજો ક્રમાંક ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ લેજન્ડ ફેડરર અને રેન્કિગમાં ચોથો ક્રમાંક ધરાવતા બ્રિટીશ ખેલાડી એન્ડી મરે વચ્ચે આવતીકાલે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ઐતિહાસિક ફાઇનલ રમાશે. ફેડરર અને મરે બંને ખેલાડીઓ ટાઇટલ જીતવાની સાથે ઇતિહાસ રચવાના ઇરાદા સાથે ગ્રાસ કોર્ટ પરની પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં રમવા ઉતરશે. ફેડરર સાતમું વિમ્બલ્ડન ટાઇટલ જીતીને અમેરિકન લેજન્ડ સામ્પ્રસની બરોબરી કરવા ટેનિસ કોર્ટમાં ઉતરશે. જ્યારે મરે ૧૯૩૬ બાદ ગ્રાન્ડ સ્લેમ જીતનારા પ્રથમ બ્રિટીશ ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવવા માટે આતુર છે.
છેલ્લા કેટલાંક સમયથી ટેનિસ જગત પર પ્રભુત્વ જમાવનારા વર્લ્ડ નંબર વન યોકોવિચને કમ-બેક કિંગ ફેડરરે .૬-૩,૩-૬,૬-૪,૬-૩થી હરાવીને રેકોર્ડ આઠમી વખત વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે તેને આશરે અઢી વર્ષના ઈંતેજાર પછી કારકિર્દીનું વર્લ્ડ રેકોર્ડ ૧૭મું ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક મળી છે. જ્યારે મરેએ ફ્રાન્સના સોંગા સામે ૬-૩, ૬-૪, ૩-૬, ૭-૫થી વિજય મેળવતાની સાથે ૧૯૩૮માં બની ઓસ્ટીને મેળવેલી બ્રિટીશ ખેલાડી તરીકે વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશવાની સિધ્ધિની બરોબરી કરી હતી. હવે ફેડરર આવતીકાલે ફાઇનલ જીતીને સામ્પ્રાસના રેકોર્ડ બરોબરી કરવા અને તેના વર્લ્ડ રેકોર્ડ ૧૬ ગ્રાન્ડ સ્લેમમાં એક ટાઇટલનો વધારો કરવા માટે પ્રયાસ કરશે. જ્યારે બીજી તરફ મરે ૧૯૩૬ બાદ વિમ્બલ્ડન જીતનારા પ્રથમ ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવવા માટે રમશે. આવતીકાલની ફાઇનલમાં મરે સામે જીતવા માટે ફેડરર હોટફેવરિટ મનાય છે. અનુભવ તેમજ રેન્કિગ અને ટાઇટલ જીતવાના રેકોર્ડની રીતે તો ફેડરર મરે કરતાં ચડિયાતો છે જ. વધુમાં તે મરેને ૨૦૦૮ની યુએસ ઓપનની અને ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હરાવી ચુક્યો છે. મરે તેની કારકિર્દીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમ્યો છે અને ત્રણેયમાં હાર્યો છે. જેના કારણે ફેડરર સામે જીતવું મરે માટે વધુ મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ રહેશે. જો કે ટેનિસ જગત ઘણાં મેજર અપસેટ જોઇ ચુક્યું છે અને જો ફાઇનલમાં મરેનો ફેડરર સામે વિજય થાય તો નવાઇ પામવા જેવું નહી કહેવાય.
ફેડરર ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો તે પછી એક પણ ગ્રાન્ડ સ્લેમ જીતી શક્યો નથી અને તેના જ લીધે વિમ્બલ્ડનમાં શરૃઆતથી જ તેને હોટ ફેવરિટ મનાતો નહતો, એટલે તે ઓછા દબાણ હેઠળ વધુ સારી રમત દર્શાવતા ફાઇનલમાં પ્રવેશ્યો છે. જ્યારે બીજી તરફ મરે તો ફાઇનલમાં પ્રવેશ્યો તેની સાથે તે જાણે વિમ્બલ્ડન ટાઇટલ જીત્યો હોય તેવી ઉજવણી બ્રિટનમાં જોવા મળી રહી છે. મરે સોંગા સામે જીત્યો તેની એક જ મિનિટ બાદ બ્રિટનના વડા પ્રધાન કેમેરોને આ સમાચારને આવકારદાયક ગણાવતા મરેને બેસ્ટ ઓફ લક કહ્યું હતુ. મરેને ફાઇનલમાં રમતો જોવા માટે ક્વિન એલીઝાબેથ -ટુ આવતીકાલે રોયલ બોક્સમાં હાજરી આપે તેવી શક્યતા છે.
મરેએ કહ્યું કે, મારે બધાની મદદની અને શુભેચ્છાની જરૃર છે. કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ હોય અને તે પણ વિમ્બલ્ડન ખાતે હોય તો ફેડરર સામે જીતવું અત્યંત મુશ્કેલ છે. આ પડકારને ઝીલવા માટે હું તૈયાર છું.

મરે ઃ ફેક્ટ ફાઇલ
કારકિર્દીની ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમી ચુકેલો મરે હજુ મેજર ટાઇટલ જીતી શક્યો નથી.
વિમ્બલ્ડનમાં મરે પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યો છે.
અગાઉ ફેડરર સામે રમાયેલી બે ફાઇનલ મરે હારી ચુક્યો છે.
વર્લ્ડ રેન્કિગમાં મરેનો ચોથો ક્રમાંક છે

ફેડરર ઃ ફેક્ટ ફાઇલ
ફેડરર કારકિર્દીની ૨૩ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ ૧૬ ટાઇટલ જીતી ચુક્યો છે
વિમ્બલ્ડન ખાતે સાત ફાઇનલમાં તે છ ટાઇટલ પોતાના નામે કરી ચુક્યો છે, તેને એકમાત્ર પરાજય ૨૦૦૮માં નડાલે પાંચ સેટની ફાઇનલમાં આપ્યો હતો.
તે મરે સામેની બંને ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ જીતી ચુક્યો છે.
વર્લ્ડ રેન્કિગમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે

ઇતિહાસ રચવાની તક
ફેડરર
કારકિર્દીનું રેકોર્ડ ૧૭મું ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક
સાતમું વિમ્બલ્ડન ટાઇટલ જીતી સામ્પ્રસના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરવાની તક
વર્લ્ડ નંબર વનનો તાજ પાછો મેળવવાની અને સામ્પ્રસના ૨૮૬ સપ્તાહ નંબર વન તરીકે રહેવાના રેકોર્ડની બરોબરી કરવાની તક
મરે
કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક
૭૬ વર્ષ બાદ વિમ્બલ્ડન જીતનારા પ્રથમ બ્રિટીશ પુરૃષ ખેલાડી બનવાની તક

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved