Last Update : 08-July-2012, Sunday

 

તૃણમૂલના વડાએ ફેસબુક દ્વારા રોષ ઠાલવ્યો
હિંમત વિનાના રાજકીય નેતાઓ ઉપર મમતાના આકરા પ્રહારો

વ્યક્તિ સામાન્ય માનવી તરીકે જીવી શકે તે જોવાની હું આશા રાખું છું

(પીટીઆઈ) કોલકત્તા, તા. ૭
હિંમત વિનાના કહેવાતા રાજકીય નેતાઓ ઉપર આક્રમણો કરતાં તૃણમૂલ કોંગ્રેસનાં નેતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ ઘટના ઉપર સંશોધન કરવા પણ સૂચન કર્યું હતું.
આ દિવસોમાં કરોડરજ્જુ વિનાના (ના હિંમત) નેતાઓની સંખ્યા વધતી જોવાથી મને કોઈ આશ્ચર્ય થતું નથી. મારા મતે તો સંશોધન કરવા માટેનો આ એક મહત્ત્વનો વિષય બની રહે તેમ છે. તેમ પણ બેનર્જીએ તેમનાં છેલ્લાં ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે.
મમતાનાં આ અવલોકનો અંગે નિરીક્ષકો કહે છે કે તેનાં મૂળમાં, કોંગ્રેસ સાથેના તૃણમૂલના બગડેલા સંબંધો વિશેષતઃ રાષ્ટ્રપતિપદની ચૂંટણીને લીધે બંને વચ્ચે વધેલા તણાવો અને તાજેતરમાં જ કેન્દ્રના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે પશ્ચિમ બંગાળની નવી સરકાર (મમતા-સરકાર) નીચે રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, તે પ્રકારનાં કરેલાં વિધાનો હોઈ શકે.
ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે વર્ષોથી સન્માનિત રહેલા આદર્શો, હિંમત કે દેશના જનસામાન્ય સાથેના મૂળગત સંબંધો જોવા મળતા નથી. આથી તેઓ નિર્બળ બની ગયા છે અને સત્ય બહાર પાડતાં તથા જનસામાન્યના હેતુઓ માટે લડતાં તેઓ ડરે છે.
જનસામાન્યની માગણીઓને સૌથી વધુ મહત્વ આપવાની નેતાગણની જવાબદારી છે કે સામાન્ય માનવી માનવી તરીકે જીવી શકે તે જોવાની હું આશા રાખું છું કે યુવાન પેઢી આદર્શો અને મૂલ્યો વિહીન તેવી વર્તમાન નેતાગીરીને ઓળખી શકે તેમ પોતાની ફેસબુક ઉપર મુકતાં આ ફાયરબ્રાન્ડ નેતાએ યુવાન પેઢીને જાગૃત થવા લડત આપવા અને મનમાંથી ભય પણ દૂર કરવા અપીલ કરી હતી.
આ સાથે તેઓએ યુવાન પેઢીને એલાન આપ્યું હતું કે ચાલો, આપણે સામાન્ય જનતા માટે આપણને સમર્પિત કરી દઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved