Last Update : 08-July-2012, Sunday

 

ભાજપને પ્રણવનો જવાબ
દેશમાં કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિનું મહત્ત્વ વધુ હોય છે

કોંગ્રેસ પ્રણવથી છૂટકારો મેળવવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે ઃ ભાજપ

(પી.ટી.આઈ.) કોલકાત્તા, તા. ૭
પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તેમના બહુમાન માટે નહીં, પણ અર્થ વ્યવસ્થામાં તેઓ બોજારૃપ બની ગયા હતા તેથી બનાવવામાં આવ્યા છે. તેવો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેને કર્યો હતો. જ્યારે પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે દેશ સામે જ્યારે કટોકટીની પળો આવી પડે ત્યારે રાષ્ટ્રપતિનું સ્થાન ઘણું મહત્ત્વનું બની રહે છે.
પત્રકારો સાથેની વાતચીતમાં શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે, 'પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તેમની કાર્યશિલતા માટે નહીં પણ તેમની અકર્મણ્યતા માટે બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસીઓ તેમની વિદાયની ઉજવણી કરી રહ્યા છે. તેઓ હવે તેમના લીધેલા નિર્ણયો ઉલ્ટાવી રહ્યા છે. તેઓ પક્ષ માટે સંપત્તિરૃપ નહીં પણ બોજારૃપ બની ગયા હતાં.'
રાષ્ટ્રપતિપદ અંગે કોંગ્રેસને ટેકો આપવા મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસે તેમની સાથે કોને ઉમેદવાર બનાવવા તે અંગે વિચાર વિમર્શ કર્યો નહતો અને હવે તેમણે અમારા સહકારની પણ અપેક્ષા ન રાખવી જોઈએ. શાહનવાઝ હુસૈન પશ્ચિમ બંગાળમાં રાજકીય કલહ અંગે ગૃહપ્રધાન પી.ચીંદમ્બરમ્ના નિવેદનને આકસ્મિક ગણાવતા ઉમેર્યું હતું કે તે મમતા બેનર્જી પર દબાણ ઊભું કરીને રાષ્ટ્રપતિ પદ માટેના મતદાન પૂર્વે મમતાજીનો સહકાર મેળવવા માટે તો નથી ને ? સ્પેક્ટ્રમની હરાજી માટેના પ્રધાનોના દળના વડા તરીકે (જી.ઓ.એમ.) ચીદંબરમ્ને નીમવા અંગે તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના આ નિર્ણયથી કોઈ સારો સંદેશ જતો નથી. નીચલી કોર્ટે આ હરાજી અંગે રાહત આપી છે પણ હવે તેઓ ઉપલી અદાલતમાં છે.
બંગાળમાં ભાજપ એક જ વિપક્ષ છે તેવો મત વ્યક્ત કરતા હુસેને જણાવ્યું હતું કે ડાબેરીઓ સત્તાધીશ હોવાના તેમના ઘેનમાંથી બહાર આવી શક્યા નથી તે સંજોગોમાં માત્ર ભાજપ એક જ એવો પક્ષ છે જે ત્યાં વિપક્ષની ભૂમિકા ભજવે છે.
સામે પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બંધારણીય હોદ્દો ધરાવે છે. તેમ છતાં જ્યારે દેશમાં ગૂંચવાડાપૂર્ણ રાજકીય સ્થિતિ સર્જાઈ હોય ત્યારે તેમનું કાર્ય ખૂબ મહત્ત્વનું ગણાય છે. ઉત્તર-પૂર્વના પ્રવાસ દરમ્યાન તેમણે પી.એ. સંગ્માની ઉમેદવારી અંગે સવાલ પૂછતા તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં મિત્રોએ જે પ્રેમ આપ્યો છે તેનાથી હું અત્યંત આનંદિત છું. રાષ્ટ્રપતિ પદના કોઈપણ ઉમેદવાર અંગે હું કોઈ ચર્ચા કરવા માંગતો નથી. કે કોઈને તે માટે મત વ્યક્ત કરવા માંગતો નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved