Last Update : 08-July-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૭-૨૦૧૨, રવિવાર
અષાઢ વદ પાંચમ
આજે પંચક છે

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૧ મિ., (સૂ) ૬ ક. ૫૨ મિ., (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા સવારના ૧૧ ક. ૩૫ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - કન્યા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન, વર્ષાૠતુ, રા.દિ. આ. ૧૭.
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ પાંચમ ને રવિવાર.
- આજે પંચક છે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૭ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેરહમ માસનો ૨૫ રોજ આશીશવંધ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના વધારાના કામ ઉકેલી શકો. સીઝનલ ધંધામાં, નોકરીમાં સાનુકૂળતા, આનંદ રહે. જુના સંબંધો તાજા થાય.

 

વૃષભ ઃ આપના નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. અગત્યના કામ અંગેની ચર્ચા વિચારણઆમાં પ્રગતિ થઈ શકે.

 

મિથુન ઃ બહાર કે બહારગામ જવાનું થાય. વ્યવહારીક, સામાજીક, કામ થઈ શકે પરંતુ આડોશપાડોશના પ્રશ્ને ચંિતા-ઉચાટ રહે.

 

કર્ક ઃ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. કૌટુંબીક, પારિવારિક પ્રશ્નમાં આકસ્મિક ચંિતા-મુશ્કેલી-મુંઝવણ-ખર્ચ જણાય.

 

સંિહ ઃ આપના નિકટના સગાસંબંધી-મિત્રવર્ગને, પત્નીને મદદરૂપ થઈ શકો. સીજનલ ધંધો-આવક થાય. નોકરીમાં રાહત રહે.

 

કન્યા ઃ કામના ઉકેલથી હળવાશ રહે. અન્યના કામમાં ઘ્યાન આપી શકો. ધંધામાં સાનુકૂળતા રહે. જુનાસંબંધો તાજા થાય.

 

તુલા ઃ આપના પુત્ર-પૌત્રાદિકના કામની પ્રગતિથી આનંદ રહે. પરંતુ તમારા પૌતાના મિત્ર વર્ગના કારણે ચંિતામાં રહો.

 

વૃશ્વિક ઃ તમારા આરોગ્યની અસ્વસ્થતા-પીડાથી તમે પાછા પડો. તમારા હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.

 

ધન ઃ આક્ષેપ-અપયશ-વિવાદથી સંભાળવું. ભાઈભાંડુ, નોકરચાકર, કારીગરવર્ગની બીમારી, તકલીફ, પરેશાનીથી ચંિતીત રહો.

 

મકર ઃ આપના કૌટુંબીક કામમાં, પરિવારના કામમાં સાનુકૂળતા રહેવાથી આનંદમાં રહો. નોકરી-ધંધાના સંબંધો તાજા થાય.

 

કુંભ ઃ શાંતિ છતાં અન્યના આગમનના કારણે શ્રમ-થાક-કંટાળો અનુભવાય. આરામ મળે નહીં. બીનજરૂરી વ્યથા જણાય.

 

મીન ઃ બંધન-ચંિતા-ઉચાટમાં તમારી વાણીના કારણએ આવી જાય. વિવાદોથી દૂર રહેવું. નોકરી-ધંધાના વિચારો રહ્યા કરે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૭-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ તન-મન-ધનથી સંભાળવું પડે. અવારનવાર શારીરિક, માનસિક, આર્થિક તકલીફના કારણે તમારા કામકાજમાં, પ્રગતિમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો. ઘર-પરિવારના પ્રશ્નમાં શાંતિ-રાહત જણાય નહીં.

- વર્ષારંભે નોકરી-ધંધામાં સંઘર્ષ-ચંિતાનો રહે. આક્ષેપ-અપયશ-વિવાદ-અપમાન, ઉપેક્ષાના કારણે આપની તકલીફ, ચંિતા, મુંઝવણ મુશ્કેલી ન સહી શકો કે ન કોઈને કહી શકો. પ્રગતિ-ભાગ્યોદયમાં રૂકાવટ રહે.

- આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૂરી રહેશે. વાહનથી, પડવા વાગવાથી,ફેકચરથી, શસ્ત્રક્રિયાથી શારીરીક-માનસિક-આર્થિક તકલીફ પડે.

- ભાઈભાંડુ, માતાપિતા, સાસરીપક્ષના પ્રશ્ને ચંિતા રહે.

- સ્ત્રી વર્ગને શાંતિ-રાહત જણાય નહીં. સગાસંબંધી-મિત્રવર્ગના, પ્રેમ-મિત્રતા-લાગણીના પ્રશ્ને, વિવાહ-લગ્નના કે સાંસારીક પ્રશ્ને ચંિતા રહ્યા કરે.

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે, બીમારીનાકારણએ ભણવામાં તકલીફ, રૂકાવટ અનુભવવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કોર્ટમાં છગનને પોતાના નવ વર્ષના પૌત્રને સાથે લાવેલો જોઈને મગને પૂછ્‌યું, ‘‘કેમ આ ટેણીયાને કોર્ટમાં સાથે લઈ આવ્યા? તમને ચાલવામાં કે જોવામાં તકલીફ નથી પડતીને?’’
‘‘નાના, એવું કશું જ નથી.’’ છગન બોલ્યો અને આગળ બોલવા જાય છે ત્યાં મગને પૂછ્‌યું, ‘‘તો પછી?’’
‘‘એ તો એવું છે કે,’’ છગને કહ્યું, ‘‘જે રીતે કોર્ટમાં મારો કેસ ચાલે છે એ રીતે જોતા મને લાગે છે કે વર્ષો વીતી જશે તો પણ કેસનો નીવેડો મારા કે મારા દિકરાના જીવતા આવશે નહીં એટલે દિકરાના દિકરાને ટ્રેનીંગ મળે એટલા માટે કોર્ટમાં અત્યારથી સાથે લઈ આવું છું.’’

 

[Top]
 

આજ ની રેસીપી

લંચ બોક્સમાં ભરવા યોગ્ય વાનગીઓ

પનીર નાન

 

સામગ્રી ઃ મેંદો ૨૫૦ ગ્રામ, દહીં ૧/૨ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ડુંગળી ૧ નંગ, એકાદ-બે લીલા મરચાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું.

 

રીત ઃ મેંદાને ચાળીને તેમાં અર્ધી ચમચી મીઠું ભેળવો. દહીં નાખીને બાંધો. ચાર-પાંચ કલાક પડી રહેવા દો.

 

પનીરને સારી રીતે મસળીને રાખો. ડુંગળી અને લીલા મરચાં બારીક કાપીને પનીરમાં ભેળવી દો. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું બરાબર ભેળવો. મેંદાના નાના નાના લૂઆ બનાવી તેની અંદર પનીરનું મિશ્રણ ભરો. થોડું વણીને તંદૂરમાં અથવા ઓવનમાં શેકી લો.

 

આ નાન પુદીનાની ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે પૌષ્ટિક પણ છે. અલબત્ત, આ નાના બનાવવા માટે સારો એવો સમય જાય છે, એટલે સમય હોય ત્યારેઆ નાન બનાવી શકાય છે.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved