Last Update : 07-July-2012, Saturday

 

CBIનો કેસ સુપ્રીમે ફગાવ્યો
પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ માટે ટેકો અને માયાવતીને રાહત !

૨૦૦૮માં કોંગ્રેસ સરકાર વિરૃધ્ધ મતદાન બાદ સીબીઆઈએ માયાવતી પર ભીંસ વધારેલી

નવી દિલ્હી, તા. ૬
જાણીતી આવક કરતાં ઘણી વધુ મિલ્કત ધરાવવાને લીધે મુલાયમ અને માયાવતીને પ્રણવ મુખર્જીને ટેકો આપવાન ફરજ પાડી હતી ? આ પ્રશ્નનો ઉત્તર શોધવા છેક ૨૦૦૮ની સાલ સુધી જવું પડે તેમ છે. તે સમયે ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં માયાવતીએ મુલાયમ સિંહને ઉત્તર પ્રદેશમાંથી ફેંકી દીધા હતા. તેવે સમયે સુપ્રીમ કોર્ટે માર્ચ ૧, ૨૦૦૭ના દિને મુલાયમ અને તેમનાં સગાંઓની વધુ પડતી મિલ્કત અંગે તપાસ યોજવા સીબીઆઈને આદેશ આપી દીધો હતો. પરંતુ આશ્ચર્ય તો તે વાતનું હતું કે સીબીઆઈએ તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપવા આદેશ આપ્યો હતો. ટૂંકમાં આ કેસોએ જ સપા, બસપા બંનેને યુપીએ-૨ સાથે રાખ્યાં હોવાનું નિરીક્ષકો માને છે.
બીજી તરફ માયાવતીનું રાજકીય કદ કાપવાની જરૃર ઉભી થઈ. આથી ઉત્તર પ્રદેશના રાજયપાલે ના કહી હોવા છતાં તાજ કોરીડોર કેસમાં તેમની સામે કેસ કરવાની જરૃર કેન્દ્રને લાગી હતી. જે સામે માયાવતી સુપ્રીમ કોર્ટમાં ગયા અને એફઆઈઆર રદ્ કરાવવા માગણી કરી. મુલાયમ પણ સુપ્રીમ કોર્ટમાં ગયા અને તેમની સામે તપાસ યોજવાના તે કોર્ટે કરેલા હુકમનું પુનરાવોકન કરવા વિનંતી કરી. આ સાથે યુપીએ-૧ સરકારને તક મળી ગઈ અને સપાના ૩૯ સાંસદો તથા બસપાના પણ સાંસદોનો ટેકો મેળવવા ેતમને દબાવવા લાગી. દરમિયાન અમેરિકા સાથેની અણુ સંધીના મુદ્દે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લેતા વડાપ્રધાન મનમોહન સિંહને વિશ્વાસનો મત લેવાની ફરજ પડી ત્યારે મુલાયમ તેની વહારે દોડયા. ૨૨ જુલાઈ ૨૦૦૮ના દિને સરકાર ૨૭૫ -૨૫૬ મતે બચી ગઈ.
બસપાએ તે સમયે સરકાર વિરૃધ્ધ મત આપ્યા. પરંતુ સરકારને ટેકો આપવાથી મુલાયમને લાભ મળ્યો. સીબીઆઈએ તેમની સામેના કેસો હિસાબી ભૂલ છે તેમ કહી પાછા ખેંચ્યા. જયારે માયાવતી માટે તેથી વિરૃધ્ધ બાબત બની. સીબીઆઈએ માયાવતી વિરૃધ્ધ ઘણા પુરાવા છે તેમ જાહેર કરી દીધું. પરંતુ માયાવતીએ તેને રાજકીય વૈરવૃપ્તિ કહી મે ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું. પરંતુ મુલાયમે એ પછી યુપીએ સરકારને બચાવી હોવાથી તેમની સ્થિતિ સારી હતી. પહેલાં અમેરિકા સાથેની અણુ સંધિ સમયે હવે પ્રણયની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વેળાએ તૃણમૂલે યુપીએ-૨થી છૂટા પડી આપેલા આંચકા સમયે.
૨૦૦૮માં મુલાયમ પાસે ૩૧ સાંસદો હતા. અત્યારે ૨૧ છે. પરંતુ આ સંખ્યા પણ ગણનાપાત્ર છે. બસપાના ૨૨ સાંસદો છે. આ બંને અત્યારે યુપીએ-૨ની સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધે તો સાથે જ છે. આ સરવાળો તૃણમૂલના ૧૯ સાંસદોને પાછળ રાખી દે છે.
માયાવતી પવન સાથે સઢવાળવામાં એક્કા છે. તેઓ તેમના હરીફો પાસેથી જ શીખી લે છે. આ ઉપરાંત અન્ય પર્યાવરણમાંથી પણ બોધ પાઠ લે છે. જગન મોહન રેડ્ડી રાજયમાં (આંધ્ર પ્રદેશ) બળવાન હોવા છતાં કેન્દ્ર વિરુદ્ધ પડતાં તેમની ઉપર સીબીઆઈનો સકંજો આવ્યો તે તેઓ બરોબર જાણે છે. તેઓ તે પણ જાણે છે કે કેન્દ્રની વિરૃદ્ધ જતાં સીબીઆઈ પાછળ પડી જ જશે.
મુલાયમ અને માયાવતી બંનેને સીબીઆઈ (કેન્સ્ર સરકાર) તરફે રહેવાની જરૃર છે. કારણ કે જો સુપ્રીમ કોર્ટ તેમની અરજીઓ ફગાવી દે તો પણ સીબીઆઈ તેમનો પીછો દાંત ભીંસીને ન કરે. આમ સીબીઆઈના કેસોએ આ બંનેને કેન્દ્ર સાથે (યુપીએ-૨ સાથે) રાખ્યા હોવાનું નિરીક્ષકોનું મંતવ્ય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રેમમાં અડચણરૃપ માતાની કોલેજિયન કિશોરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી

પ્રણવ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઃ અરજદાર વકીલને ખખડાવ્યા

જુંદાલ અને હેડલીએ આપેલા પાક. આર્મી અધિકારીઓનાં નામ સરખા
દિલ્હીના મુખ્યમંત્રી પરથી કેરીનું નામ રખાયું
ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદથી ગરમીમાં રાહત
ડોલર સામે યુરો સહિત વૈશ્વિક ચલણો તૂટયા ઃ રૃપિયો ૪૮ પૈસા ગબડી ૫૫.૪૨
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો
નિયમનોને કારણે અમેરિકાના ક્યુએફઆઈને આકર્ષવાનું ભારત માટે હાલમાં કઠીન

યોકોવિચને આંચકો આપીને ફેડરર વિમ્બલ્ડનની ફાઇનલમાં

આજે સેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ
રાજકારણીઓએ રમતના મંડળોના વહિવટથી દૂર રહેવું જોઈએ
ધોનીની કેપ્ટન્સીએ જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું નથીઃસેહવાગ
વિમ્બલ્ડન મિક્ષ્ડ ડબલ્સમાં પેસ-વેસનીના કવા. ફાઇનલમાં
HCLનો IPO સંભવતઃ સપ્ટેમ્બર અંત સુધીમાં

ઈ-આઈપીઓની ગાઈડ લાઈન્સ ટૂંક સમયમાં

 
 

Gujarat Samachar Plus

કુદરત સાથે સીઘી વાત રેઈની સોંગ્સ ઈન ઘ સિટી
કુદરતી રમતોથી બાળકો વધારે સ્વસ્થ રહે છે
વરસાદમાં હોટકોર્ન ખાવાની મજા કંઇક ઓર
બચ્ચા પાર્ટી માટે ઘરમાં સ્પેશિયલ ચેન્જ લાવતા પેરેન્ટ્‌સ
ઘરની સફાઇ માટે અપનાવો નેચરલ ક્લીનર્સ
હવે તો શ્રીલંકન અને નાઈજીરિયન પણ દેસી સાયકલના દિવાના
 

Gujarat Samachar glamour

પ્રિયંકાની પ્રથમ પસંદગી પરિવાર
ઉદિતા ગોસ્વામી પોતાના કુતરાના નામ પાછળ ‘ખાન લગાવશે’
મેડોના ગાતા ગાતા ઘુ્રસકે-ઘુ્રસકે રડી પડી
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved