Last Update : 07-July-2012, Saturday

 

છેલ્લા છ મહિનામાં રાજકીય પક્ષો વચ્ચે અથડામણો વધી
પ.બંગાળમાં રાજકીય હિંસા વધવાની ચિદમ્બરમ્ની ટીકાથી મમતા નારાજ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટેકો લેવા માટે કાવતરું ઃ તૃણમૂલ ઃ કોંગ્રેસનું મૌન

કોલકત્તા, તા. ૬
પશ્ચિમ બંગાળમાં છેલ્લાં છ મહિનામાં રાજકીય પક્ષો વચ્ચે આપસમાં અથડામણો વધી છે તેવા કેન્દ્રના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે કરેલાં વિધાનોથી યુપીએનો સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતા મમતા બેનરજી નારાજ થયો છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે તેની વિરૃદ્ધ કરવામાં આવેલું આ એક કાવતરૃં છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ રીતે તૃણમૂલનો ટેકો મેળવા માગે છે.
રાજ્યના પંચાયત બાબતોના પ્રધાન અને તૃણમૂલના નેતા સુબ્રતો મુખરજીએ આજે પત્રકારોને આ અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ચિદમ્બરમે કરેલું આ નિવેદન તૃણમૂલ સામેના કાવતરા સમાન છે, તેની પાછળ ચોક્કસ હેતુઓ પણ રહેલા છે.
અહીંના વિધાનસભા ગૃહમાં રહેલાં મિડીયા સેન્ટરમાં પત્રકારોને કરેલા સંબોધનમાં મુખરજીએ કહ્યું હતું કે ચિદમ્બરમને આવા નિવેદનો કરવાની ટેવ પડી ગઈ છે. બીજી તરફ કોંગ્રેસે મમતાને ખુશ રાખવા ચિદમ્બરમનાં આ વિધાનોને નગણ્ય ગણ્યાં છે.
પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા અબ્દુલ ખન્નાને કહ્યું હતું કે દેશભરમાં થતા ગુનાહોમાં રાજ્યમાં ૧૨ ટકા ગુનાહો થાય છે. અપરાધોની સંખ્યા રાજ્યમાં વધી જ રહી છે. આ સાથે તેમણે તેવો પણ આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષે થયેલા પરિવર્તન (સત્તા પલટા) પછી પણ ખાસ કોઈ ફેર પડયો નથી. આ રીતે તેમણે મમતા બેનર્જી પ્રત્યે આડકરતો ઉલ્લેખ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકાર વિરૃદ્ધ બોલી રહ્યાં છે, કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો કોંગ્રેસ સામેનો તેમનો માસ્ટર સ્ટ્રોક નિષ્ફળ ગયો છે.
આ સાથે અબ્દુલ ખન્નાને તેમ પણ જણાવ્યું હતું કે ચિદમ્બરમે ગઈકાલે તેમ કહ્યું હતું કે પ્રણવ મુખરજીને તૃણમુલના ટેકા સિવાય પણ ૬૫ ટકા મત મળવા સંભવ છે.
ચિદમ્બરમનાં આ વિધાનોને કોંગ્રેસે જરા પણ મહત્વ આપ્યું નથી અને તેની ઉપેક્ષા કરી છે. તેનું કારણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે તેવો મમતા બેનર્જીને ખુશ રાખવા માગે છે.
કોંગ્રેસના પ્રવકતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે મને તો આવા કોઈ વિધાનો ચિદમ્બરમે કર્યા હોવાનું જાણવા મળ્યું નથી. વળી તેમણે ક્યા સંદર્ભમાં કહ્યું હશે તે પણ હું જાણતી નથી. આવું બધું તો રાજકારણમાં ચાલતું જ હોય છે.
કોલકત્તામાં ગઈકાલે યોજાયેલા એક સમારોહમાં ચિદમ્બરમે તૃણમૂલ શાસિત પશ્ચિમ બંગાળ રાજ્યની ઉગ્ર ટીકા કરતાં કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં આ રાજ્યમાં ૮૨ લોકોની હત્યા થઈ છે, અને રાજકીય પક્ષો વચ્ચે ૪૫૫ અથડામણો પણ નોંધાઈ છે. આ બાબત અત્યંત ચિંતાજનક છે.
ચિદમ્બરમનાં આ વિધાનોને તૃણમૂલ કોંગ્રેસે ધમકી સમાન ગણાવ્યા છે. જ્યારે ખન્નાનાં વિધાનોને તૃણમૂલ કોંગ્રેસના નેતા સુબ્રત મુખરજીએ અકારણ કરેલા વિધાનો સમાન ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, આ દ્વારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે (કોંગ્રેસ) દબાણ લાવવા માગે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રેમમાં અડચણરૃપ માતાની કોલેજિયન કિશોરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી

પ્રણવ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઃ અરજદાર વકીલને ખખડાવ્યા

જુંદાલ અને હેડલીએ આપેલા પાક. આર્મી અધિકારીઓનાં નામ સરખા
દિલ્હીના મુખ્યમંત્રી પરથી કેરીનું નામ રખાયું
ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદથી ગરમીમાં રાહત
ડોલર સામે યુરો સહિત વૈશ્વિક ચલણો તૂટયા ઃ રૃપિયો ૪૮ પૈસા ગબડી ૫૫.૪૨
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો
નિયમનોને કારણે અમેરિકાના ક્યુએફઆઈને આકર્ષવાનું ભારત માટે હાલમાં કઠીન

યોકોવિચને આંચકો આપીને ફેડરર વિમ્બલ્ડનની ફાઇનલમાં

આજે સેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ
રાજકારણીઓએ રમતના મંડળોના વહિવટથી દૂર રહેવું જોઈએ
ધોનીની કેપ્ટન્સીએ જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું નથીઃસેહવાગ
વિમ્બલ્ડન મિક્ષ્ડ ડબલ્સમાં પેસ-વેસનીના કવા. ફાઇનલમાં
HCLનો IPO સંભવતઃ સપ્ટેમ્બર અંત સુધીમાં

ઈ-આઈપીઓની ગાઈડ લાઈન્સ ટૂંક સમયમાં

 
 

Gujarat Samachar Plus

કુદરત સાથે સીઘી વાત રેઈની સોંગ્સ ઈન ઘ સિટી
કુદરતી રમતોથી બાળકો વધારે સ્વસ્થ રહે છે
વરસાદમાં હોટકોર્ન ખાવાની મજા કંઇક ઓર
બચ્ચા પાર્ટી માટે ઘરમાં સ્પેશિયલ ચેન્જ લાવતા પેરેન્ટ્‌સ
ઘરની સફાઇ માટે અપનાવો નેચરલ ક્લીનર્સ
હવે તો શ્રીલંકન અને નાઈજીરિયન પણ દેસી સાયકલના દિવાના
 

Gujarat Samachar glamour

પ્રિયંકાની પ્રથમ પસંદગી પરિવાર
ઉદિતા ગોસ્વામી પોતાના કુતરાના નામ પાછળ ‘ખાન લગાવશે’
મેડોના ગાતા ગાતા ઘુ્રસકે-ઘુ્રસકે રડી પડી
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved