Last Update : 07-July-2012, Saturday

 

મંત્રી સોલંકી સામે કેસનો નિર્ણય રાજયપાલ લે

-બે સપ્તાહમાં નિર્ણય લેવા આદેશ

 


-૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કેસ

અમદાવાદ,તા.૬
ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી સામેના રૃા.૪૦૦ કરોડના ફિશરીઝ કોન્ટ્રેક્ટ કૌભાંડ અંગે ભ્રષ્ટાચારના કેસમાં મંજુરી આપવા માટેનો નિર્ણય લેવાની આખરી સત્તા રાજ્યપાલની હોવાનું હાઇકોર્ટે ઠરાવ્યું છે અને મંત્રી મંડળે મંજુરી નહીં આપવાના લીધેલાં નિર્ણય સંબંધી તમામ સામગ્રી એક સપ્તાહની અંદર ચીફ સેક્રેટરીએ રાજ્યપાલને મોકલી આપવા આદેશ આપ્યો છે. રાજ્યપાલે આ સામગ્રી મળ્યા પછી બે સપ્તાહમાં આખરી નિર્ણય લેવા પણ આદેશ આપ્યો છે.
ફિશરીઝ મંત્રી સોલંકી વિરૃધ્ધ ભ્રષ્ટાચારનો કેસ મૂકવા મંત્રીમંડળે મંજુરી નહીં આપવાનો કરેલો નિર્ણય હાઇકોર્ટના સિંગલ જજે આપેલા આદેશનું ઉલ્લંઘન બનતો હોઇ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત આઠ મંત્રીઓ સામે કોર્ટના અવમાન બદલની કાર્યવાહી હાથ ધરવા માટે અરજદાર ઇશાક મરડીયાએ કરેલી અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ હતી.
જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ સી.એલ.સોનીની બેન્ચ તેને સુનાવણી હાથ ધરી હતી અને સીંગલ જજના હુકમનું અવમાન થયું છે કે કેમ તે નક્કી કરવાની બાબત પછી નક્કી કરવાનું ઠરાવ્યું હતું અને કન્ટેમ્ટ અરજીમાથી મોદી સહીત આઠ મંત્રીઓના નામ દૂર કરી તેમના સ્થાન રાજ્ય સરકાર વતી ચીફ સેક્રેટરીને પાર્ટી તરીકે જોડવા સૂચવ્યું હતુ અને ચીફ સેક્રેટરીને ઉદ્દેશીને ઉપરોક્ત આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે મંત્રી મંડળ વ્યક્તિગત રીતે જવાબદાર બની શકે નહીં સમગ્ર રાજ્ય સરકાર જવાબદાર બને અને તેથી ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા જોઇએ.
હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે ફિશરીઝ મંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપો અંગે મંત્રી મંડળે જે બાબતોની વિચારણા કરીને કાર્યવાહી માટે મંજુરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે તેને લગતું તમામ સાહિત્ય અને સામગ્રી ચીફ સેક્રેટરીએ રાજ્યપાલને એક સપ્તાહ મોકલી આપવું અને તે મળ્યા પછી બે સપ્તાહમાં રાજ્યપાલે મંજૂરી આપવાના મુદ્દે નિર્ણય આપવો. રાજ્યપાલનો નિર્ણય આખરી છે.
રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર બાબતને જે રીતે હાથ ધરવામાં આવી હતી તે અંગે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી ટીકા કરી હતી. હાઇકોર્ટના સીંગલ જજે આ મુદ્દે સ્પષ્ટ રીતે હુકમ કર્યો છે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૯ હેઠળ મંજુરી માટેની અરજી અંગે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યપાલ છે અને તેઓ સક્ષમ સત્તાધિકારી છે. રાજ્યપાલે આ નિર્ણય મંત્રી મંડળની સલાહ-સુચનને આધીન લેવાનો છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવાની બાબતનો મુદ્દો નથી પરંતુ મંજુરીનો મુદ્દો છે. હાઇકોર્ટની એવી અપેક્ષા રાખી હતી કે મંત્રી મંડળે અભિપ્રાય બાંધવાનો છે અને રાજ્યપાલે તે બાબત પરથી આખરી નિર્ણય કરવાનો છે.
હાઇકોર્ટે આ કન્ટેમ્ટ અરજીની વધુ સુનાવણી રાજ્યપાલનો નિર્ણય આવે તે પછી હાથ ધરવાનું નક્કી કરી તા.૩૦મી જુલાઇએ નિયત કરી છે.

મંત્રી સોલંકીનું ૪૦૦ કરોડનું ફિશરીઝ કોન્ટ્રાક્ટ કૌભાંડ કઇ રીતે સર્જાયું
હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજીનો મુદ્દો કેવી રીતે ઉદ્દભવ્યો

અમદાવાદ,તા.૬
ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલકી વિરૃધ્ધ ફિશરીઝ કોન્ટ્રેક્ટ દ્વારા રાજ્ય સરકારને રૃા.૪૦૦ કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. પાલનપુરના ઇશાક મરડીયાએ આ કૌભાંડ અંગે જાહેર હિતની રિટ કરી હતી. ૨૦૦૭-૦૮ ના વર્ષમાં કોઇપણ પ્રકારની ટેન્ડર બહાર પાડયા વગર રાજ્યના ૫૪ જેટલા તળાવો અને ડેમોમાં ફિશિંગનો કોન્ટ્રેક્ટ દસ વર્ષ માટે માત્ર વર્ષે રૃા. ૨.૪૪ કરોડની રકમમાં આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ થતાં હાઇકોર્ટે આ કોન્ટ્રેક્ટ રદ કર્યો હતો અને રિટેન્ડરિંગનો હુકમ કરતા દર વર્ષે રૃા. ૪૪ કરોડની રકમ ફિશિંગ કોન્ટ્રેક્ટ દ્વારા ઉપજી હતી અને આમ રાજ્ય સરકારને રૃા.૪૦૦ કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. રાજ્ય સેવક તરીકે રાજ્યને કરોડોનું નુકસાન પહોંચાડવા અંગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરૃધ્ધ કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી અને મંત્રી સામે કાનૂની કાર્યવાહી કરવા માટે અધિનિયમની કલમ ૧૯ મુજબ સક્ષમ સત્તાધિકારી મંજુરી આપે તે પછી જ હાથ ધરી શકાય. આ કેસમાં ઇશાક મરડીયાએ સોલંકી સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરી હતી. ૨૦મી ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ કૃષિ અને સહકાર વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ આ માગણી નકારી કાઢી હતી આથી તેમણે હાઇકોર્ટમાં રિટ કરી હતી અને પ્રોસીક્યુશન માટે મંજુરી આપવા દાદ માગી હતી. ડેપ્યુટી સેક્રેટર મંજુરી આપવાનો નિર્ણય લેવા માટે સક્ષમ સત્તાધીશ નથી તેવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને જસ્ટિસ હર્ષા દેવાણીએ ડેપ્યુટી સેક્રેટરીના હુકમને રદ કર્યો હતો અને ત્રણ માસમાં સમગ્ર મુદ્દે રાજ્યપાલની મંજુરીથી નિર્ણય લેવા માટે મંત્રી મંડળને ઉદ્દેશીને આદેશ આપ્યો હતો. મંત્રી મંડળે નિર્ણય લઇને મંજુરી ન આપતા જસ્ટિસ દેવાણીના હુકમની અવગણના થઇ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી કન્ટેમ્પ્ટ અરજી કરવામાં આવી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રેમમાં અડચણરૃપ માતાની કોલેજિયન કિશોરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી

પ્રણવ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઃ અરજદાર વકીલને ખખડાવ્યા

જુંદાલ અને હેડલીએ આપેલા પાક. આર્મી અધિકારીઓનાં નામ સરખા
દિલ્હીના મુખ્યમંત્રી પરથી કેરીનું નામ રખાયું
ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદથી ગરમીમાં રાહત
ડોલર સામે યુરો સહિત વૈશ્વિક ચલણો તૂટયા ઃ રૃપિયો ૪૮ પૈસા ગબડી ૫૫.૪૨
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો
નિયમનોને કારણે અમેરિકાના ક્યુએફઆઈને આકર્ષવાનું ભારત માટે હાલમાં કઠીન

યોકોવિચને આંચકો આપીને ફેડરર વિમ્બલ્ડનની ફાઇનલમાં

આજે સેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ
રાજકારણીઓએ રમતના મંડળોના વહિવટથી દૂર રહેવું જોઈએ
ધોનીની કેપ્ટન્સીએ જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું નથીઃસેહવાગ
વિમ્બલ્ડન મિક્ષ્ડ ડબલ્સમાં પેસ-વેસનીના કવા. ફાઇનલમાં
HCLનો IPO સંભવતઃ સપ્ટેમ્બર અંત સુધીમાં

ઈ-આઈપીઓની ગાઈડ લાઈન્સ ટૂંક સમયમાં

 
 

Gujarat Samachar Plus

કુદરત સાથે સીઘી વાત રેઈની સોંગ્સ ઈન ઘ સિટી
કુદરતી રમતોથી બાળકો વધારે સ્વસ્થ રહે છે
વરસાદમાં હોટકોર્ન ખાવાની મજા કંઇક ઓર
બચ્ચા પાર્ટી માટે ઘરમાં સ્પેશિયલ ચેન્જ લાવતા પેરેન્ટ્‌સ
ઘરની સફાઇ માટે અપનાવો નેચરલ ક્લીનર્સ
હવે તો શ્રીલંકન અને નાઈજીરિયન પણ દેસી સાયકલના દિવાના
 

Gujarat Samachar glamour

પ્રિયંકાની પ્રથમ પસંદગી પરિવાર
ઉદિતા ગોસ્વામી પોતાના કુતરાના નામ પાછળ ‘ખાન લગાવશે’
મેડોના ગાતા ગાતા ઘુ્રસકે-ઘુ્રસકે રડી પડી
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved