Last Update : 06-July-2012, Friday

 

અમેઝિંગ દેશી સ્પાઇડરમેન - ૫

- મન્નુ શેખચલ્લી

કરોળિયાનાં જાળાંથી કોઈ કોશેટોની જેમ ઢંકાઈ ગયેલા આપણા હીરો હંગામી કારકુન ઉપર હવાલદાર પાણીની ડોલ વડે છાલક મારવા જાય છે, ત્યાં જ...
'રૃક જાવ !!' બહારથી એક અવાજ સંભળાય છે !
'કોણ છે ?' હવાલદાર પૂછે છે.
'સ્ટોપ પ્રેસ !'
'એટલે ?'
'બ્રેકિંગ ન્યુઝ !'
'અંહંઅ... ટીવીવાળા !' હવાલદારે ડોલ બાજુમાં મુકી તરત પોતાની હેર સ્ટાઇલ સરખી કરવા માંડી. 'સાહેબ, ઝટ આવજો, મિડીયાવાળા આવ્યા છે !'
હંગામી કારકુનને ડંડાવાળી કરતાં પહેલાં જરા ટોઇલેટમાં હળવા થવા ગયેલા ઇન્સ્પેકટર ઝડપથી પેન્ટની ચેઇન ચડાવતા દોડી આવે છે. સાહેબની સાથે બીજો સ્ટાફ પણ ફટાફટ લોક-અપ રૃમમાં ગુ્રપ-ફોટોના પોઝમાં ઊભો રહી જાય છે.
ટીવી કેમેરા ગોઠવાય એ પહેલાં પ્રેસ ફોટોગ્રાફરો ફલેશ ઝબકાવવા માંડે છે.
'એક મિનીટ યાર !' ઇન્સ્પેકટર એમને અટકાવે છે. 'જેની ધરપકડ થઇ છે એના મોઢા પર કોથળો તો બાંધવા દો ?'
'ના બૉસ, આમ જ મસ્ત લાગે છે ! આમે ય આ જાળાં-બાવાંમાં ચહેરો ક્યાં દેખાય છે ?' ફોટોગ્રાફરે ચાંપો દાબવાનું ચાલુ કર્યું.
ન્યુઝ ચેનલની રૃપાળી રીપોર્ટરને આખો આઇડિયા ગમી ગયો. તરત માઇક હાથમાં પકડીને ચાલુ કરી દીધું ઃ 'સર સે પાંવ તક મકડી કી જાલ મેં ફંસા હુઆ યે શખ્સ કૌન હૈ ? વો કયું અપની સુરત નહીં દિખાના ચાહતા ? વો કૈસે પકડા ગયા ? ઔર વો સમાજ કલ્યાણ મંત્રાલય કી તાલુકા ઓફીસ કે રેકર્ડ રૃમ સે કૌન સી ખૂફિયા ઇન્ફરમેશન ચૂરાના ચાહતા થા ?... સારે રાઝ અભી ખુલ જાયેંગે...'
માઇક ઇન્સ્પેકટર સામે ધરીને રૃપાળી રીપોર્ટર પૂછે છે, 'સર, બતાઇએ આપને ઇસે કૈસે પકડા ?'
'ઐસે !' ઇન્સ્પેકટર હંગામી કારકૂનને પકડીને બતાડે છે.
'નહીં, મેરા મતલબ હૈ, કયું પકડા ?'
'ઉસ મેં એસા હે ને, કે..' ઇન્સ્પેકટર ગુજરાતી લહેજામાં ચલાવે છે, 'કે.. યે જો હે ને, કરોળિયા કે જાલે મેં ઘેરાયેલા આદમી... વો એક બોત બડા 'આતંક'વાદી હૈ.'
'યુ મિન, 'આતંક'વાદી.'
'હા વોહી, 'આતંક' વાદી.' ઇન્સ્પેકટર ગળું ખોંખારીને આગળ કંઇ કહેવા જાય એ પહેલાં આપણો હંગામી કારકુન કેમેરા સામે ધસી આવે છે અને જોરથી બોલી ઊઠે છે ઃ
'કુછ ભી કરને સે પહલે દો બાર સોચ લેના.. મૈં અસુરક્ષિત લઘુમતિ વર્ગ કા પ્રતિનિધિત્વ કરતા હું !!'
એ સાથે જ લોક-અપ રૃમમાં સોપો પડી જાય છે !
(વધુ કાલે...)

Share |
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved