Last Update : 06-July-2012, Friday

 
સફળતા અને ગુણવત્તા
એને મલ્ટીપ્લેક્સ યુગની બલિહારી જ કહેવાય કે થિએટરોમાં એક સાથે 'રાઉડી રાઠોડ', 'ફેરારીકી સવારી', 'કેવી રીતે જઇશ' અને 'ગેંગ્સ ઓફ વાસૈપુર' જેવી ચાર જુદી જુદી તરાહની ફિલ્મો એકસાથે સફળતાપૂર્વક ચાલતી હોય અને ચારેયને તેનો દર્શકવર્ગ મળી રહેતો હોય. આ ચારેયમાં કમાણીની અને સફળતાની રીતે 'રાઉડી રાઠોડ'નો ઘોડો સૌથી આગળ દોડતો હોવા છતાં, ફિલ્મનો વ્યવસાય એ ઘોડાની રેસ નથી. એટલે તેમાં પહેલા નંબર પછીના નંબરોનું પણ એટલું જ મહત્ત્વ છે. 'ફેરારીકી સવારી' મુન્નાભાઇ સિરીઝ કે 'થ્રી ઇડિયટ્સ' કે પછી 'રાઉડી રાઠોડ'ના પ્રમાણમાં ઓછી સફળ હોઇ શકે, પણ રાજકુમાર હીરાણીની બ્રાન્ડ ધરાવતી આ ફિલ્મ સ્વતંત્રપણે કોઇ પણ માપદંડથી જોતાં સફળ ગણાય એવી છે.
'કેવી રીતે જઇશ' અને 'ગેંગ્સ ઓફ વાસૈપુર'નો કિસ્સો જરા અલગ છેઃ બન્ને ફિલ્મો પરંપરાને તોડનારી અને પોતપોતાની રીતે નવો ચીલો પાડવાનો પ્રયાસ કરનારી છે. 'કેવી રીતે જઇશ' અત્યાર સુધીની બહુમતી ગુજરાતી ફિલ્મો કરતાં ઘણી બધી બાબતોમાં અલગ પડી જાય છેઃ બહોળી અપીલ ધરાવતું વિષયવસ્તુ, સ્વાભાવિક ગુજરાતી પાત્રો, રોજબરોજની બોલચાલની ભાષા, ઉત્કૃષ્ટ અને ચમકદમકભર્યું નિર્માણ, ધોરણસરનાં ગીતસંગીત, પૂરતું અને શિષ્ટ મનોરંજન...છેલ્લાં થોડાં વર્ષોમાં બનેલી ગુજરાતી ફિલ્મોમાં 'બેટરહાફ'ને બાદ કરતાં ભાગ્યે જ કોઇ ફિલ્મમાં ભાષા અને સંવાદો પર આટલું ધ્યાન અપાયું હશે. ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં ન ચાલે, એવું મહેણું પણ આ ફિલ્મથી દૂર થયું છે. એવી ઘણી રીતે આ ફિલ્મને નિર્વિવાદપણે સફળ ગણી શકાય, પરંતુ તેની સફળતાની સરખામણી 'રાઉડી રાઠોડ' કે 'ફેરારીકી સવારી' સાથે ન કરી શકાય. એ સફરજન ને દાડમની સરખામણી જેવું થાય.
'ગેંગ્સ ઓફ વાસૈપુર' આ ત્રણે કરતાં જુદી છે. એ વીસ-ત્રીસ વર્ષ પહેલાં બની હોત તો એ ગાળાની ઘણી 'આર્ટ ફિલ્મો'ની જેમ 'ફેસ્ટીવલ સર્કિટ'ની ફિલ્મ બનીને રહી ગઇ હોત.
પરદેશના બે-ચાર ફેસ્ટિવલોમાં તેનાં વખાણ થાત, પણ ઘરઆંગણે એવી કોઇ ફિલ્મ હતી એનો પણ કોઇને ખ્યાલ ન હોત. એ ક્યારે આવી ને ઉતરી ગઇ, તેની હવા સુદ્ધાં હિંદી ફિલ્મોના દર્શકોને ન આવી હોત. પરંતુ એકવીસમી સદીના પહેલા દાયકામાં બદલાયેલાં સમીકરણોનો લાભ 'વાસૈપુર' જેવી ફિલ્મોને ભરપૂર મળ્યો છે. રૃ.૧૮ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં એક પણ મોટો સ્ટાર નથી. ફિલ્મના નિર્દેશક અનુરાગ કશ્યપના દાવા પ્રમાણે, ફિલ્મમાં એક પણ મોટો સ્ટાર ન હોય છતાં તેનું બજેટ રૃ.૧૮ કરોડ જેવું તોતિંગ હોય, એવી 'વાસૈપુર' પહેલી ફિલ્મ છે.
આંકડાબાજીથી ફિલ્મ સારી બની જતી નથી. આખરી ચુકાદો દર્શકોના હાથમાં હોય છે. પરંતુ મુદ્દો એ છે કે 'વાસૈપુર' જેવી ફિલ્મ માટે રૃ.૧૮ કરોડ ખર્ચી શકાય અને એ ફિલ્મ ચોમેર મલ્ટીપ્લેક્સમાં ચાલતી હોય એવો માહોલ હવે સર્જાઇ ચૂક્યો છે. 'વાસૈપુર' ધારો કે નિષ્ફળ ગઇ હોય તો, પહેલાંના જમાનાની જેમ, અનુરાગ કશ્યપનું દેવાળું નીકળ્યું ન હોત કે તે ફિલ્મઉદ્યોગની બહાર ફેંકાઇ ગયા ન હોત. હા, એ ખરું કે 'વાસૈપુર' આર્થિક રીતે કમાઉ પુરવાર થાય તેનાથી અનુરાગ કશ્યપ જેવા બીજા લોકો માટે અને 'વાસૈપુર' જેવી- એટલે કે સાવ જુદા પ્રકારની કથાઓ માટે વધુ ને વધુ ઉજળી શક્યતાઓ ઉભી થવાની છે. 'વાસૈપુર'ના બે ભાગ બનાવવાની અનુરાગની હિંમત પણ બદલાયેલા સમયનું પરિણામ છે.
ઉપર જણાવેલી ચારે ફિલ્મો માર્કેટની દૃષ્ટિએ સફળ ગણાઇ છે. તેમની ગુણવત્તા વિશે મતમતાંતર હોઇ શકે, પરંતુ અગત્યનો મુદ્દો એ છે કે બજારમાં ફક્ત 'રાઉડી રાઠોડ' જ ચાલે અને બાકીના બધા ડૂબી જાય એવું હવે રહ્યું નથી. 'વાસૈપુર' જોનાર વર્ગ પણ એટલો મોટો તો છે જ કે તેના જોરે આ પ્રકારની, પરંપરા કરતાં સાવ જુદા પ્રકારની, ફિલ્મો બનાવવાનું ચાલુ રહે. ગુજરાતી ફિલ્મો ન જોવા માટે કુખ્યાત ગુજરાતીઓને થિએટર સુધી ખેંચી લાવનાર 'કેવી રીતે જઇશ'ની સફળતાથી ગુજરાતી ફિલ્મો માટે નવી તકો ઊભી થઇ છે. સ્ટાર ધરાવતી હિંદી ફિલ્મ બાજુના જ સ્ક્રીન પર ચાલતી હોવા છતાં, લોકો ગુજરાતી ફિલ્મ જોવાનું પસંદ કરે એ સૂચવે છે કે સફળતાનો ભલે એક માપદંડ હોય, પણ ગુણવત્તાના ઘણા પ્રકાર હોય છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved