Last Update : 06-July-2012, Friday

 

હિગ્ઝ બોઝન અને નટરાજ એકબીજા સાથે જોડાયેલા છે

ઇશ્વરીય તત્ત્વની શોધ કરનારી ફ્રાન્સની વૈજ્ઞાાનિક સંસ્થા 'સર્ન'ના પટાંગણમાં ૨૦૦૪થી ભગવાન શંકર તાંડવ-નૃત્ય કરતા હોય એવી બે મીટર ઊંચી પ્રતિમા છેઃ આધુનિક ભૌતિકશાસ્ત્ર પણ શિવતાંડવ અને સબએટોમિક તત્ત્વોના કોસ્મિક ડાન્સને એકસમાન ગણી રહ્યું છે

ફ્રાન્સના જિનિવા શહેરમાં આવેલી વૈજ્ઞાાનિક સંસ્થા સર્ન(યુરોપિયન સેન્ટર ફોર રિસર્ચ ઇન પાર્ટીકલ ફિઝિક્સ)ના પટાંગણમાં ૨૦૦૪ની ૧૮મી જૂને એક વિરાટ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. બે મીટરની ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ હતી, હિન્દુ દેવતા નટરાજની. નટરાજ એટલે નૃત્યના દેવતા. વિનાશ કરનારા તથા નવસર્જન માટે અનુકુળ સ્થિતિનું નિર્માણ કરનારા આદિ ઇશ્વર. સર્ન અને ભારત વચ્ચે સંશોધન ક્ષેત્રેનો નાતો બહુ જૂનો છે અને આ જ કારણોસર ભારત સરકારે આ સંશોધન સંસ્થાને ભગવાન શિવ તાંડવ નૃત્ય(કોસ્મિક ડાન્સ) કરતા હોય એવી મૂર્તિ ભેટ સ્વરૃપે આપી હતી અને સર્ને તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
પશ્ચિમનું ભૌતીકશાસ્ત્ર જે શોધવા મથી રહ્યું છે એ વિશે ભારતનું આધ્યાત્મ હજારો વર્ષો પહેલા કહી ચૂક્યું છે. સબએટોમિક પાર્ટીકલ તરીકે ઓળખાતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા રહે છે. સર્ને ફ્રાન્સ અને સ્વીત્ઝર્લેન્ડની સરહદ પર ૩૦૦ ફુટ નીચે ૨૭ કિલોમીટર લાંબી ટનલમાં પ્રોટોન કણો વચ્ચે પ્રકાશ કરતા બમણી ઝડપે અથડામણ કરાવી બિગ બેન્ગ સર્ર્જ્યો અને ઇશ્વરીય તત્વ કે ગોડ પાર્ટીકલ કે હિગ્ઝ બોઝનનું સર્જન કર્યું. આ પ્રોટોન કણોની ગતિ એટલે શિવનું નૃત્ય, તાંડવનૃત્ય, જે બિગ બેન્ગ જેવો મહાવિસ્ફોટ કરે છે અને એમાંથી નિર્માણ થાય છે, નવા બ્રહ્માંડનું. સબએટોમિક પાર્ટીકલ્સના કોસ્મિક ડાન્સને લક્ષમાં રાખીને ભારત સરકારે સર્નને નૃત્ય કરતા નટરાજની મૂર્તિ ગીફ્ટમાં આપી હતી.
સર્નના ભોતિકશાસ્ત્રીઓએ પણ ભારતના પ્રાચીન આધ્યાત્મ અને શિવતત્વની ફિલોસોફીને સમજવાનો પ્રયાસ કર્યો છે. સબએટોમિક પાર્ટીકલ્સના કોસ્મિક ડાન્સ અને નટરાજના તાંડવ નૃત્ય વચ્ચે રહેલા સંબંધ વિશે સૌપ્રથમ ચર્ચા ભૌતિકશાસ્ત્રી ફ્રિટ્જોફ કેપ્રાએ કરી હતી. તેમણે આ વિષય પર 'ધ ડાન્સ ઓફ શિવાઃ ધ હિન્દુ વ્યુ ઓફ મેટર ઇન ધ લાઇટ ઓફ મોડર્ન ફિઝિક્સ' શીર્ષક આપીને એક આર્ટીકલ લખ્યો હતો. એ લેખ 'મેઇન કરન્ટ ઇન મોડર્ન થોટ' નામના મેગેઝિનમાં ૧૯૭૨માં પ્રસિદ્ધ થયો હતો. ત્યાર બાદ તેમણે પુસ્તક લખ્યું, 'તાઓ ઓફ ફિઝિક્સ'. આ પુસ્તકમાં ભગવાન શિવના તાંડવ નૃત્ય વિશે વૈજ્ઞાાનિક ઢબે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ૧૯૭૫માં પ્રસિદ્ધ થયેલું આ પુસ્તક બેસ્ટસેલર રહ્યું હતું. આજે પણ આ પુસ્તક બજારમાં પ્રાપ્ય છે અને તેની ચાલીસથી વધુ આવૃત્તિઓ થઈ ચૂકી છે.
આનંદ કે. કુમારાસ્વામી નામના વૈજ્ઞાાનિક નટરાજ વિશે જણાવે છે કે 'કોઇપણ ધર્મએ આપેલી પરમાત્માની આ સૌથી સ્પષ્ટ છબી છે.'
તાજેતરમાં ફ્રિટ્જોફ કેપ્રાએ તેના સંશોધનમાં લખ્યું હતું કે 'આધુનિક ભૌતિકશાસ્ત્રએ જોયું છે કે બદલાતી વિનાશ અને સર્જનની રિધમ બદલાતી ઋતુઓ અને જીવન-મૃત્યુના ચક્રમાં જ જોવા મળે છે એવું હરગીઝ નથી, પરંતુ અજૈવિક તત્વોમાં પણ આ લય અવિરતપણે પડઘાઈ રહ્યો છે. આ પ્રમાણે આધુનિક ભૌતિકશાસ્ત્ર માટે શિવ તાંડવ એટલે અણુમાં રહેલા તત્વોનું નિરંતર નૃત્ય. '
કેપ્રા અંતમાં લખે છે કે 'સેકડો વર્ષો પહેલા ભારતીય કલાકારોએ નટરાજની પ્રતિમાનું સર્જન કર્યું હતું. તેમણે જે કોસ્મિક ડાન્સની કલ્પના ત્યારે કરી હતી એ આજે ભોતિકશાસ્ત્રીઓ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે સાબિત કરવા માટે મથી રહ્યા છે. કોસ્મિક ડાન્સ પ્રાચીન આધ્યાત્મ, ધર્મ આધારિત કલા અને આધુનિક ભૌતિકશાસ્ત્રને એકબીજા સાથે જોડે છે.' હિગ્ઝ બોઝન કણોની શોધને આ સદીની સૌથી મોટી શોધ ગણવામાં આવી રહી છે, પરંતુ સૃષ્ટીના સર્જનનું રહસ્ય ભારતના આધ્યાત્મમાં રહેલું હોવાનું ખુદ વૈજ્ઞાાનિકો સ્વીકારી રહ્યા છે. હિગ્ઝ બોઝન કણોને ઇશ્વરીય તત્વ કહેવામાં આવે છે એનો વિરોધ વૈજ્ઞાાનિકો પણ કરી રહ્યા છે અને તેમનો વિરોધ વ્યાજબી પણ છે. વાત સાવ સ્પષ્ટ છે કે જે તત્વએ બ્રહ્માંડનું સર્જન કર્યું એને તમે ઇશ્વરીય તત્વ કહેતા હો તો જે તત્વ અથવા સ્થિતિને લીધે હિગ્ઝ બોઝન કણોનું નિર્માણ થયું છે એને તમે શું કહેશો?
બીજો સવાલ એ પણ છે કે જ્યારે બિગ બેન્ગ પણ નહોતો થયો અને કઇજ નહોતું ત્યારે શું હતું? બિગ બેન્ગ કેવીરીતે થયો? શુકામ થયો? આટલી ઉર્જા કઇરીતે પેદા થઈ? ક્યાંથી આવી? એ નહોતી ત્યારે શું હતું? આ સવાલોના જવાબ વિજ્ઞાાન શોધી શકે એમ નથી. આ એક ખંજવાળ છે, જેની પીડાનો કોઇ અંત નથી. એટલે જ આઇન્સ્ટાઇન તેની આત્મકથામાં લખે છે કે 'હે પ્રભુ ! તું મને આવતા જન્મમાં પ્લમ્બર બનાવજે પણ વૈજ્ઞાાનિક નહી.'
આઇન્સ્ટાઇન જો આવું કહેતો હશે તો કઇક યથાર્થ જ હશે. આટલો મોટો સાઇન્ટીસ્ટ સાવ સમજ્યા વિના તો આવું ન કહે. ઓશો આ પીડાને વિજ્ઞાાન, ધર્મ અને કલા વિશેના તેમના લેકચરોમાં સમજાવે છે. તેઓ ઉદાહરણ આપે છે કે 'વૈજ્ઞાાનિકોની સ્થિતિ એવી છે કે એક તાળું ખોલો અને બીજા દસ બંધ દરવાજા મળી આવે. દસ બંધ દરવાજાના તાળાં ખોલો અને બીજા સો તાળાં મળી આવે. આ સિલસિલાનો કોઇ અંત નથી.'
આ સવાલનો જવાબ ગાલીબ જેવા મહાન શાયર પાસે છે. તેઓ કહે છે કે 'ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા. ડુબોયા મુજ કો હોને ને મે ન હોતા તો ક્યા હોતા.' બહ્માંડ સતત ગતિશીલ છે. પ્રત્યેક તત્વ નાચે છે. પરમાત્મા નાચી રહ્યો છે. વિનાશ અને નિર્માણ નું ચક્ર અવિરત ચાલી રહ્યું છે અને એટલે જ આપણે ગાઇએ છીએ. સત સૃષ્ટિ તાંડવ રચઈતા... હૈ આદ્ય ગુરુ શંકર પિતા... નટરાજ રાજ નમો નમઃ !!!

Share |
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved