Last Update : 06-July-2012, Friday

 
અન્યાયી ન્યાય! ન્યાય ઉપર અન્યાય

- ફાંસીની સજા પામેલા ત્રીસ ત્રીસ ગુનેગારોને આજીવન કેદની સજામાં ફેરવતા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસંિહ પાટીલ
- એમાં સગીર (નાની) વયની બાળકી ઉપર બળાત્કાર કરીને એની હત્યા કરનાર ક્રૂર હત્યારાથી માંડી એક જ કુટુંબના સાત સાત જણની હત્યા કરનાર રાક્ષસ જેવા ગુનેગારો પણ છે!
- આવા જીવનદાનની દયાથી ગુનાખોરી વધે કે ઘટે? કોઈપણ રાષ્ટ્રપતિએ આટલા બધા ક્ષમાદાન નથી આપ્યા સરકારની સૂચના-સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ વર્ત્યા?

 

૧૯૪૭માં આપણને અંગ્રેજોએ સ્વતંત્ર કર્યા. એ વખતે આપણા દેશનું બંધારણ જેવું કશું જ ન હોય એ સ્વાભાવિક છે. આઝાદી મળી ત્યારે આખા દેશમાં કોંગ્રેસ એક જ પક્ષ હતો. ભાજપનું ત્યારે નામોનિશાન નહોતું. ભાજપને જન્માવનાર સંઘ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકારણમાં માનતો નહોતો. એ રાજકારણથી દૂર હતો એટલે એણે આઝાદીની લડતમાં પરસેવો પણ નહીં પાડેલો. ફક્ત એના સ્થાપક ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર કોંગ્રેસના સત્યાગ્રહમાં એકાદ દિવસ ગયેલા બાકી એની શાખાઓમાં ગાંધીજી, નહેરુનું તો નામ પણ ન લેવાય પણ સાવરકર જેવા ચુસ્ત અને સાચા હિન્દુવાદીનું પણ નામ ન લેવાય! (અત્યારે સંઘ ખોટો પ્રચાર કરે છે... હડહડતું જૂઠું બોલે છે કે એણે આઝાદીની લડતમાં ભાગ લીધેલો! કોંગ્રેસીઓએ ભાજપનો આ મુદ્દો ચગાવવો જોઈએ... કે... ભાજપનો એક પણ નેતા આઝાદીની લડતમાં એક કલાક માટે પણ જેલમાં નથી ગયો કે એણે અંગ્રેજોની લાઠી પણ નથી ખાધી!) કોંગ્રેસ સિવાય હિન્દુ મહાસભા નામનો એક પક્ષ હતો. કોમ્યુનિસ્ટ પક્ષ હતો પણ એ અંગ્રેજોની પડખે હતો.
જ્યારે કોંગ્રેસના નેતાઓ નેહરુ, વલ્લભભાઈ, ખરે, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ જેવા સેંકડો હતા અને વર્ષો સુધી આઝાદી માટે અહંિસક લડત લડતા રહીને લાઠીગોળીઓ ખાધેલી તેમજ વર્ષો સુધી જેલ ભોગવેલી.
એટલે એમને સત્યાગ્રહ આવડે પણ વહીવટ કરતા ન આવડે. એક પણ નેતાએ મ્યુનિસિપાલિટી ચૂંટણી પણ નહીં લડેલી... ફક્ત વલ્લભભાઈ પટેલ જેવા ચાર પાંચ હતા કે જેમણે મ્યુનિ.નો વહીવટ સંભાળ્યો હતો.
આવા નેતાઓના હાથમાં અંગ્રેજો આખો દેશ સોંપીને ચાલ્યા ગયા જેથી અંધાઘૂંધી પણ ફેલાય શકે.
બીજી બાજુ પાકિસ્તાન નામનું એક સળગતું લાકડું પણ આપણા પડખામાં મૂકતા ગયેલા. આઝાદી મળે એ પહેલાં એ સળગતા લાકડાએ સંિધ અને પંજાબમાં આગ અને ખાનાખરાબી હત્યાકાંડો કરવા માંડેલા.
ત્રીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાને હુમલો કરીને શ્રીનગર સુધી લશ્કર ધુસાડી દીધેલું.
આ સ્થિતિ સામે તદ્દન બિનઅનુભવી પણ દેશપ્રેમ અને દેશદાઝથી તરવરતા કોંગ્રેસના ત્યારના નેતાઓએ આપણા દેશની ઘુરા સંભાળી. જેના કારણે આજે આપણે જે અને જેવા છીએ તે અને તેવા છીએ.
એ પછી દેશના ઘુરંધરોને ભેગા બેસાડીને આપણા બંધારણની રચના કરવામાં આવી.
બંધારણ ઘડાયું, તૈયાર થયું, ત્યારની અને આજની સ્થિતિમાં આભજમીનનો ફેર પડી ગયો હોય એ સ્વાભાવિક છે.
ત્યારે આજના જેવી દેશપ્રેમ વિહોણી નેતાગીરી નહોતી, આજના જેવો રગેરગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર નહોતો, આજના જેવો અપ્રમાણિકતાનો દરિયો નહોતો. એટલે એને અનુરૂપ બંધારણના નિયમો, કાયદાઓ ઘડાયેલા જેમાં રાષ્ટ્રપતિને એક વિશિષ્ટ સત્તા આપવામાં આવી.
આમ તો, રાષ્ટ્રપતિ એટલે આખા દેશના સર્વોચ્ચ સત્તાધારી વડા પણ એમના હાથમાં કોઈ સત્તા નહીં. વર્ષમાં સંસદને બે ચાર વાર સંબોધે પણ એય સત્તાધારી પક્ષે લખી આપ્યું હોય એ જ વાંચવાનું!
આમાં બંધારણની ૭૨મી કલમ જે છે એમાં રાષ્ટ્રપતિને એક વિશિષ્ટ સત્તા આપવામાં આવી છે કે સુપ્રિમ કોર્ટે કોઈને જે કોઈ સજા કરી હોય અને એ સજા પામેલો ગુનેગાર રાષ્ટ્રપતિને દયાની અરજી કરે તો રાષ્ટ્રપતિ એને દયાદાન આપી શકે. એટલે કે પેલી સજાને રાહતમાં બદલવાની, અથવા સજાને બદલવાની પૂરી અને અમર્યાદિત સત્તા આપી છે. જો કે એ વિષયમાં પણ કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ પ્રમાણે વર્તવાનું હોય છે.
માનવ અધિકાર પંચ જેવી જે સંસ્થાઓ છે એ આવા કાયદાને ટેકો આપે છે પણ જેઓ ન્યાયના આગ્રહી છે, ગુનાખોરીનો ભાગ બનેલાઓને ન્યાય મળવો જોઈએ... એવું માનનારાઓ આવા કાયદાને ટેકો નથી આપતા કારણ કે આવા કાયદાથી ગુનખોરી વધે છે, ગુના કરવાની વૃત્તિ પ્રવૃત્તિ વધે છે. દા.ત. પેલો આપણા સંસદ ભવન ઉપર હુમલો કરનાર અફઝલ ગુરૂ છે અથવા મુંબઈમાં બોરીબંદર સ્ટેશન ઉપર ડઝન બંધ નિર્દોષ નાગરિકોને મારી નાખતા પકડાયેલો કાસબ છે અથવા હમણાં આપણા દેશમાં અમદાવાદના રેલવે પ્લેટફોર્મથી માંડી પૂનાના અને મુંબઈના તાજ મહાલ હોટલ વગેરે પર આતંકવાદી હુમલા કરાવનાર ‘માસ્ટર માઈન્ડ’ જિન્દાલ જેવાઓને આવા કાયદાઓથી ફાવતું મળી જાય.
બીજી બાજુ, કોર્ટો, સુપ્રિમ કોર્ટ, વગેરેના નિર્ણયો, ચુકાદા, નિરર્થક થઈ જાય.
કેસો ચલાવવામાં આપણા જનતાના જે કરોડો અબજો રૂપિયા ખર્ચાય એ પાણીમાં જાય!
એ કરતાં, ભલે રાષ્ટ્રપતિ દયાદાન કરે પણ એના ચુકાદાને, દયા દાનને, ‘રીવ્યુ’ કરવાની સગવડ આપવી જોઈએ. રાષ્ટ્રપતિના નિર્ણયને ઉવેખીએ નહીં, પણ એના નિર્ણયને ફેરવિચારણા માટે તો કહી શકાય ને?
રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસંિહ પાટીલે જે ૩૦ હત્યારાઓની ફાંસીની સજાને માફ કરી છે એ કરતી વખતે એ ગુનેગારોના રાક્ષસી કૃત્યો તરફ અને એ રાક્ષસી કૃત્યોનો ભોગ બનેલા કુટુંબીજનોની પીડા તરફ એમનું ઘ્યાન જ નથી ગયું લાગતું.
રાષ્ટ્રપતિએ ફાંસીની સજા પામેલા જે ૩૦ ગુનેગારોને આજીવન જેલની સજામાં ફેરવ્યા છે એમણે બધાએ મળીને કુલ ૬૦ જણની હત્યા, ખૂન કરેલા અને સુપ્રિમ કોર્ટે પુરાવાઓને આધારે એમને ગુનેગાર ઠેરવેલા. એ ૩૦માંથી ૨૨ તો એવા છે કે જેમણે પોતાની ક્રૂરતાના નિશાન મહિલાઓ અને બાળકોને બનાવેલા.
આ જાણકારી એમને એમ તો જાણવા મળત નહીં પણ ૨૦૧૧ના જુલાઈમાં માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ કરીને કોઈ એક્ટીવીસ્ટે અરજી કરેલી કે... ખૂન, હત્યા, બલાત્કાર કરવા માટે ફાંસીની સજા પામેલા ગુનાખોરોને જીવનદાન આપવા માટે અથવા સજા ઘટાડવા માટે રાષ્ટ્રપતિ પાસે આવેલી અરજીઓની માહિતી આપો...
રાષ્ટ્રપતિના સેક્રેટરી સુભાષચન્દ્ર અગ્રવાલે જે જવાબ આપ્યો એમાં જણાવ્યું કે... ૨૦૦૫થી માંડી જુલાઈ ૨૦૧૧ સુધી એવી ૧૭ અરજીઓ વિચારણા કરવા માટે મળેલી. એમાંથી ૧૦ ગુનેગારોની ફાંસીની સજાને ઓછી કરીને આજીવન જેલવાસમાં ફેરવવાની મંજુરી આપેલી.
એ પછી ગૃહપ્રધાન પી. ચિદંબરમે જણાવેલું કે... ૨૦૧૨ના માર્ચ સુધીમાં રાષ્ટ્રપતિ પાસે એવી દયા યાચિકા ૩૩ આવેલી જેમાં સંસદ ઉપર હુમલો કરનાર કરાવનાર માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુથી માંડી પંજાબના મુખ્યપ્રધાન બેઅંતસંિહના ખૂની બલવંતસંિહ રાજોઆના જેવાની પણ અરજી હતી.
આપણા દેશના ઇતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિએ ફાંસીની સજા પામેલા ગુનેગારોને માફ કરવા માટે પોતાની સત્તાનો આવો ઉપયોગ નથી કર્યો. આ રાષ્ટ્રપતિએ નિવૃત્તિ લેતા લેતા (જતા જતા) ૨૮ મહિનામાં ૩૦ ખૂની ગુનેગારોને મોતના મોંમાંથી જતા બચાવી લીધા છે. એમાં કેટલાક હત્યારા તો એવા છે કે જેનો ગુનો સાંભળીને કોર્ટ (ન્યાયમૂર્તિ) પણ ઘૂ્રજી ગઈ હતી.
દા.ત. ૧૯૯૪માં ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્રસંિહ અને નરેન્દ્ર યાદવે પાંચ જણના એક પૂરા કુટુંબને મારી નાખેલું જેમાં ૧૫ વર્ષની એક છોકરી પણ હતી. નરેન્દ્રએ થોડાંક દિવસ પહેલાં એ છોકરી ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરલો. પરંતુ એમાં નિષ્ફળ જવાથી એણે ધર્મેન્દ્રસંિહ સાથે મળીને એ છોકરીના આખા કુટુંબને પાઠ ભણાવવા એક કાવતરું કર્યું જેમાં એ કુટુંબના ત્રણ જણની હત્યા ગળું કાપીને કરી અને ૧૦ વર્ષના એક બાળકને જીવતો આગમાં ફેંકી દીધો.
દા.ત. મોલઈરામ મઘ્યપ્રદેશના રીવામાં આવેલી સેન્ટ્રલ જેલના જેલરના ઘરે ચોકીદાર તરીકે કામ કરતો હતો. સંતોષ યાદવ નામનો એક બીજો વ્યક્તિ ગાર્ડનનું કામ સંભાળતો હતો. એ યાદવ બળાત્કારના એક કિસ્સામાં એ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમ્યાનમાં જેલરની સગીર વયની (એટલે ૧૨-૧૩ વર્ષની) પુત્રી ગુમ થઈ ગઈ. એ બાજુની ગૌશાળામાં બનેલી સેપ્ટીક ટેન્કમાં મળી આવી. મોલઈ અને સંતોષે એ બાળકી ઉપર બળાત્કાર કરીને મારી નાંખીને પેલી સેપ્ટીક ટેન્કમાં ફેંકી દીધી.
હવે કહો, આવા ગુનેગારોને માફ કરી શકાય? એમને ફાંસી જ હોય! કારણકે એ બન્ને જેલમાં સજા તો ભોગવી જ રહ્યા હતા એટલે એમને બીજો ગુનો કરવાનો ડર હોવો જોઈએ એના બદલે બેશરમ અને નિર્દય થઈને એ બન્નેએ બીજો ગુનો કર્યો!
આવા ગુનેગારોને માફ કરનારને માફ ન કરી શકાય. પ્રતિભા પાટીલે માફી આપતાં પહેલા ગુનેગારની ગુનાખોરી જોવાની જરૂર હતી. આ બન્ને ફરી બળાત્કાર કરીને ફરી ખૂન નહીં જ કરે એવું પ્રતિભાબેન કહી શકે તેમ છે? આવા ગુનાખોરોને માફ કરવાનો એમણે કયો આધાર લીધો?
- ગુણવંત છો. શાહ

 

સાવધાન!
રી-સાયકલ કરેલા પ્લાસ્ટીકના ગ્લાસથી
કેન્સર થઈ શકે છે
ચોક્કસ નથી પણ ‘‘થઈ શકે છે.’’ તો પછી શા માટે વાપરવા? હા, રીસાયકલ કરેલા પ્લાસ્ટીકના ગ્લાસમાં ચા, કોફી કે ગરમ પદાર્થ રાખવાથી નીકળતો ઘૂમાડો એ પ્લાસ્ટીકનો હોય છે.
ઘણી હોટલો, લારીઓ વગેરે પર ચા કોફી આવા પ્લાસ્ટીકના ગ્લાસમાં અપાય છે. એ સારી વાત છે. પીઓ અને ફેંકી દો. કાચના ગંદા એઠા કપ- રકાબી કરતાં તો સારું! પણ એની આ નવી ચેતવણી કેન્સર અંગેના નિષ્ણાત ડો. પ્રદીપે જણાવી છે.
આનાથી કેન્સર સિવાય પણ બીજી કેટલીક બિમારી થાય છે.
આ કરતાં ચા પીવા માટે આપણા ઘરનું વાસણ સાથે રાખીને ફરવું શું ખોટું? હવે સૌ પાણી માટે તો થર્મોસ સાથે ફેરવે જ છે.

 

રજનીગંધા
જનતાની ફરિયાદોનો નિકાલ ઘરે બેઠા
જ કરતા પ્રધાન
પંજાબના વાહનપ્રધાન અજિતસંિહ કોહાડે જનતાનું કામ કરવાનો એક નવો રસ્તો કર્યો છે. કેટલાક પ્રધાનો કે મુખ્યપ્રધાન ફડાકા મારીને જનતાને ઉલ્લું બનાવતા હોયચે એવું નહિ. બિહારના મુખ્યપ્રધાન જનતાન ખર્વો ર-પિયા ખર્ચીને રાજ્યનો વિકાસ વધારે ને દેશના વિકાસ પામેલા ૧૦ રાજ્યોમાં પહેલા સ્થાને છે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિકાસના નામે પોતાની પ્રસિદ્ધિ કરવા દુનિયામાં પહેલા સ્થાને છે જ્યારે રાજ્યના વિકાસની બાબતમાં પહેલા ૧મા નહી પણ પહેલા ૨૦માં ય નથી.
જનતાની ફરિયાદોની બાબતમાં પણ ગુજરાતનું એવું જ ફડાકા ફડાકા છે. જ્યારે પંજાબના આ પ્રધાન અજિતસંિહે લોકો જનતાની મુશ્કેલીઓ સમજીને જાહેર કર્યું છે કે, કોઈ પણ નાગરિક પોતાની ફરિયાદ લઈને પાટનગર આવવાની જરૂર નથી પણ ફોન કરીને પોતાની જે ફરિયાદ હોય અથવા જે કામ હોય તે લખાવી દે અથવા પત્ર લખીને જણાવે એ માટે કોઈએ ધક્કો ખાવાની જરૂર નથી...
આ જાહેરાતના પરિણામે પ્રધાનના કાર્યાલમાં ટેબલ ઉપર ચિઠ્ઠીઓનો રોજ ઢગલો થાય છે જેમાં ફરિયાદીઓના નામ, સરનામા, ફરિયાદો ઉપરાંત લાગતા વળગતા ઓફિસનો એ અંગેનો જવાબ લખેલો હોય છે.
કોહાડની જનસંપર્કની આ રસમ જનતાને એટલી ગમી ગઈ છે અને લોકપ્રિય થઈ છે એમાં જનતાનો ખર્ચ, સમય વગેરે બચી જાય છે અને પ્રધાનના પણ બચી જાય છે.
આપણા ગુજરાતના મુખ્યપ્રધાન પોતાને માટે અને પોતાના પ્રધાનો માટે આ રસમ અજમાવે તો કેવું ? કે પછી એમને ફડાકા મારવામાં જ રસ છે ? જનતામા નહીં...

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved