Last Update : 06-July-2012, Friday

 
દિલ્હીની વાત
 

'દાદા' સામે સમસ્યાઓ...
રાષ્ટ્રપતિપદ માટેનો જંગ દિન પ્રતિદિન ગંદો બની રહ્યો છે. યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીની ખોટી સહી અંગે વિરોધ પક્ષો કાગારોળ મચાવી રહ્યા છે. પરંતુ પ્રણવ મુખરજી 'દાદા' આ વાતને જોરદાર રદીયો આપી રહ્યા છે. ભાજપ અને તેના ઉમેદવાર પી.એ. સંગમા એવો સંકેત આપી રહ્યા છે કે ૧૯ જુલાઈની ચૂંટણીઓ પછી તે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવા અંગે વિચારશે. પરંતુ આ શાબ્દિક ટપાટપી ૧૯૬૯માં જ્યારે ચોથા રાષ્ટ્રપતિ તરીકે વી.વી. ગીરી જીત્યા તેની યાદ અપાવે છે. હવે પ્રશ્ન એ પૂછાય છે કે શું દાદાની સ્થિતિ ગીરી જેવી થશે. ગીરી અપક્ષ ઉમેદવાર હતા અને ત્યારના વડાપ્રધાન ઈંદીરા ગાંધીએ તેમને ટેકો આપ્યો હતો જે નિલમ સંજીવ રેડ્ડી સામે જીતી ગયા હતા.
રાષ્ટ્રપતિને કોર્ટમાં જવું પડયું...
ભૂતકાળના રાજકારણીઓ ગીરીની ચૂંટણી યાદ કરતા કહે છે કે ત્યારે શિવક્રિપાલ સિંહ અને બીજાઓએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી હતી જેનો સામનો કરતાં અસામાન્ય સ્થિતિ ઉભી થઈ હતી. પ્રથમવાર એવું થયું હતું કે જે રાષ્ટ્રપતિ હવાલો સંભાળવાના હતા તેમને સાક્ષી તરીકે ઊભા રહેવું પડયું હતું. જ્યારે તેમની પૂછપરછ કરાઈ ત્યારે તેમને બેસવા માટે ખાસ ખુરશી મંગાવવાનો આદેશ અપાયો હતો. હાલની સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે શું દાદાના કેસમાં આવું નહીં થાય ને??
પ્રણવ માટે ભોજન સમારંભમાં ગુનેગારો
આ પ્રણવ માટે બહુ સારા સમાચાર નથી. લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પ્રણવના સન્માનમાં યોજેલ ભોજન સમારંભથી વિવાદ ઉભો થયો છે. મુખ્ય પ્રધાને આ સમારંભમાં જેમની સામે કેસ ચાલે છે એવા બે વિધાનસભ્યોને પણ બોલાવતા ટીકા થઈ રહી છે. બહુજન સમાજવાદી પાર્ટીના પ્રધાન પર ખૂની હુમલાનો આરોપ જેના પર છે તે વિજય મિશ્રા અને સંખ્યાબંધ ગુનાઓના કેસ જેના પર છે તે મુખ્તાર અંસારી ભોજન સમારંભમાં આવ્યા હતા. અખિલેશ શા માટે આ બીજો ફટકો છે તેમણે વિધાનસભ્યને ૨૦ લાખની કાર ફાળવવાનો ફતવો પાછો ખેંચવો પડયો હતો.
છત્તીસગઢમાં અથડામણોની બબાલ
ગઈ ૨૭ જુને છત્તીસગઢમાં સીઆરપીએફ અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં જુવાન છોકરા-છોકરીઓ સહિત નિર્દોષ આદિવાસીઓ માર્યા ગયા હતા તેના પગલે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના રાજ્ય એકમે આ મુદ્દે ૧૪ સભ્યોની કમિટી ઉભી કરી હતી. આ કમિટીએ તેનો રિપોર્ટ રાજ્યના ઈનચાર્જ બી.કે. હરિપ્રસાદને સોંપ્યો છે. જેનો અંતિમ રિપોર્ટ સોનિયા ગાંધીને આપવામાં આવશે. પરંતુ સીઆરપીએફને ક્લીન ચીટ આપનાર ચિદમ્બરમ્ હજુ તેમની વાતને વળગી રહ્યા છે.
મામલો સોનિયા ગાંધી સુધી પહોંચ્યો
આ વિવાદાસ્પદ અથડામણના સિક્કાની બીજી બાજુ પણ છે. આદિવાસી બાબતોના કેન્દ્રીય પ્રધાન વી. ક્રિષ્નાદેવે કહ્યું છે કે અથડામણમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આ મુદ્દે દેવ સોનિયા ગાંધીને મળ્યા પણ હતા અને આ અથડામણ સિવાયના આદિવાસીઓના મુદ્દા અંગે ચર્ચા કરી હતી.
માઓવાદીઓની ચાલ સામે પગલાં
સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો આ અથડામણ અંગે ન્યાયિક તપાસની માગણી કરી રહ્યા છે. દરમ્યાન સલામતીદળના અધિકારીઓ કહે છે કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOPS) પર ધ્યાન આપવાની જરૃર છે. માઓવાદીઓ બચવા માટે જ્યારે ગામના લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે ત્યારે સમસ્યા થાય છે. આ અધિકારીઓએ એવું સૂચવ્યું હતું કે જો દિવસના સમય દરમ્યાન ગામડાના લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે તો સલામતી દળોને પાછા ખેંચી લેવા જોઈએ અને એવી જ તકેદારી રાત્રિના સમયે પણ રાખવી જોઈએ.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved