Last Update : 06-July-2012, Friday

 

અન્ય સેમિફાઈનલ મરે અને સોંગા વચ્ચે રમાશે
આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર

વિમ્બલડનમાં યોકોવિચ-ફેડરર સૌપ્રથમ વખત રમશે

લંડન,તા.૫
વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલમાં આવતીકાલે વર્લ્ડ નંબર એક યોકોવિચ અને વર્લ્ડ નંબર ત્રણ ફેડરર વચ્ચે મુકાબલો જામશે. મેન્સ સિંગલ્સની અન્ય સેમિફાઈનલ બ્રિટનના મરે અને ફ્રાંસના સોંગા વચ્ચે રમાશે.
ફેડરરે ગઈકાલે યોઝનીને ૬-૧, ૬-૨, ૬-૨થી અને યોકોવિચે માયેરને ૬-૪, ૬-૧, ૬-૪થી ક્વાર્ટર ફાઈનલમાં પરાજય આપ્યો હતો. ત્યાર પછી રમાયેલી અન્ય બે ક્વાર્ટર ફાઈનલમાં મરેએ ફેરરને ૬-૭, ૭-૬, ૬-૪, ૭-૬થી અને સોંગાએ કોહલેસબેરને ૭-૬, ૪-૬, ૭-૬, ૬-૨થી હાર આપી હતી.
ટેનિસ વિશ્વની નજર ફાઈનલના દરજ્જાની યોકોવિચ અને ફેડરર વચ્ચેની ટક્કર પર રહેશે.જો કે અહીં બ્રિટનમાં મરેની સોંગા સામેની સેમિફાઈનલનો બેતાબીથી ઈંતેજાર થઈ રહ્યો છે. બ્રિટનનો કોઈ ખેલાડી વિમ્બલડન છેલ્લા ૭૬ વર્ષથી જીત્યો નથી.
અગાઉ ત્રણ વખત બ્રિટનનો હેનમેન વિમ્બલડનની સેમિફાઈનલમાં પહોંચ્યો હતો. આ સાથે મરેએ તેના રેકોર્ડની બરાબરી કરી હતી. જો નડાલે આગેકૂચ કરી હોત તો મરેને સેમિફાઈનલમાં તેની સામે રમવાનું આવ્યું હોત. હવે પ્રમાણમાં ઓછા કઠીન મુકાબલો આવ્યો હોઈ મરેએ ફાઈનલમાં પ્રવેશવાની તક ઝડપવી જ જોઈએ તેમ ચાહકો માને છે.
યોકોવિચ અને ફેડરર વચ્ચેની સેમિ ફાઈનલમાં ફેડરર વિશેષ તનાવ હેઠળ હશે કેમ કે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના બંને વચ્ચેની છેલ્લા ત્રણેય મુકાબલા યોકોવિચ જીત્યો છે. ફેડરરને બીજુ એ માનસિક દબાણ પણ હશે કે ૨૦૧૦ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે છેલ્લે ચેમ્પિયન બન્યો હતો તે પછીના ૯ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં તે એકપણ ટાઈટલ જીતી નથી શક્યો. પહેલા નડાલે અને છેલ્લા અરસામાં યોકોવિચનું વિઘ્ન તેના અરમાનો ધરાશાયી કરી નાંખે છે.
આમ છતાં ફેડરરે તેની મહાનતા જારી રાખતા રેકોર્ડ ૩૩મી વખત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પ્રવેશ કરતો રેકોર્ડ નોંધાવ્યો છે.
ફેડરર છ વખત વિમ્બલડન ટાઈટલ જીતી ચૂક્યો છે. છેલ્લી બે વિમ્બલડનમાં ફેડરર ક્વાર્ટર ફાઈનલમાં જ ફેંકાઈ ચૂક્યો હોઈ ત્રણ વર્ષ પછી તે પ્રથમ વખત અહીં સેમિફાઈનલ રમી રહ્યો છે. વિમ્બલડનમાં ફેડરર યોકોવિચ સામે સૌપ્રથમ વખત ટકરાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved