Last Update : 06-July-2012, Friday

 
 

ભારતના ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ ચેપલની વિવાદ જગાવતી કોમેન્ટ
દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

દ્રવિડની કેપ્ટન તરીકેની કુશળતાને લીધે ભારત રન-ચેઝમાં સફળતા મેળવતા શીખ્યું

દ્રવિડને બધાનો સંપૂર્ણ ટેકો મળ્યો હોત તો તે સૌથી સફળ કેપ્ટન બની શકત

 

મુંબઇ,તા.૫
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચેપલે તેમની આદત મુજબ વિવાદ છેડતાં કહ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દ્રવિડ જ્યારે જ્યારે સફળતા મેળવતો ત્યારે ત્યારે ભારતીય ટીમમાં 'કેટલાક' ખેલાડીઆને ઇર્ષ્યા થતી હતી. દ્રવિડ અંગેનાં પુસ્તકમાં ગ્રેગ ચેપલે ફરી વખત એવો દાવો કર્યો છે કે તેઓ જ્યારે કોચ હતા ત્યારે ટીમમાં ભાગલાની સ્થિતી હતી. ચેપલે એમ પણ લખ્યું છે કે, દ્રવિડે હંમેશા તેના કેપ્ટનને ખરા દિલથી સપોર્ટ કર્યો છે. જો અન્ય ખેલાડીઓએ પણ તે જ્યારે કેપ્ટન હતો ત્યારે તેને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો હોત તો દ્રવિડ આજે ભારતનો સૌથી સફળ કેપ્ટન બની શક્યો હોત. ગ્રેગ ચેપલે આમ કહીને દ્રવિડના એક સમયે કેપ્ટન રહી ચુકેલા અને ત્યાર બાદ તેની કેપ્ટન્સી હેઠળ રમનારા તેંડુલકર અને ગાંગુલી તરફ ઇશારો કર્યો હોવાનો મનાય છે. દ્રવિડ પર તાજેતરમાં પ્રકાશિત થયેલા 'રાહુલ દ્રવિડ - ટાઇમલેસ સ્ટીલ' નામના પુસ્તકમાં ગ્રેગ ચેપલે લખ્યું છે કે, દ્રવિડની બહેતરીન ઇનિંગ્સને સહારે ભારત ઘણી હારવાની કે ડ્રો તરફ જઇ રહેલી મેચોમાં જીત્યું છે છતાં તેની સિધ્ધિઓ પર આખી ટીમ ખરા દિલથી ઉજવણી કરતી નહતી. કેટલાક સાથી ખેલાડીઓને તેની ઇર્ષ્યા થતી હતી. આ હકીકત ખરેખર ખુબ જ દુઃખદ કહી શકાય તેમ છે. કેટલાક ખેલાડીઓને લાગતુ કે દ્રવિડ અમારા કરતાં આગળ નીકળી જશે અને વિશ્વ સ્તરે વધુ પ્રસિધ્ધિ મેળવી લેશે. આવી ચિંતામાં જ તેઓ દ્રવિડની વિરૃદ્ધ કામગીરી શરૃ કરી દેતા હતા.
ચેપલે એમ પણ ઊમેર્યું કે, દ્રવિડે હંમેશા તેના કેપ્ટનનો સાથ આપ્યો છે. તેણે દરેક વેળાએ પોતાની ભુમિકાને વફાદારીથી અદા કરી છે. જો કે સામે તેને આવો સપોર્ટ મળી શક્યો નથી. તેણે જેવી રીતે કેપ્ટનોને ખરા દિલથી ટેકો આપ્યો તેવો ટેકો તેને મળી શક્યો હોત તો હાલનો ભારતીય ક્રિકેટનો ઇતિહાસ તદ્દન ભિન્ન હોત. મને લાગે છે કે જો તે બધાનો ટેકો મેળવી શક્યો હોત તો આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન હોત. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ચેપલે દ્રવિડની કેપ્ટન્સી હેઠળ ભારતે મેળવેલા સતત નવ વિજયનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેના નેતૃત્વમાં ભારતે રન-ચેઝ કરતાં સતત ૧૭ મેચો જીતી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો.
દ્રવિડની કેપ્ટન્સીના વખાણ કરતાં કહ્યું કે, રન-ચેઝમાં સારૃ રમતા શીખવા માટે દ્રવિડ હંમેશા ટોસ જીતીને હરિફ ટીમને બેટિંગમાં ઉતારતો. તે ક્યારેય પરિસ્થિતીની પરવા કરતો નહતો. તેની કેપ્ટન્સી હેઠળ ભારત પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે સતત નવ વન ડે જીત્યું હતુ. આ સાથે ભારતે રન-ચેઝમાં સતત ૧૭ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. દ્રવિડના આ વલણને કારણે જ ભારતને વિદેશની ધરતી પર ટેસ્ટ જીતવામાં સફળતા મળવા માંડી. ચેપલે લખ્યું કે, દ્રવિડના આ જ એપ્રોચને કારણે ભારત વિન્ડિઝની ધરતી પર ૩૫ વર્ષમાં પ્રથમ વિજય મેળવી શક્યું. આ ઉપરાંત ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર પણ સૌપ્રથમ ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી હતી. જો ભારતીય ટીમની બેટિંગ વધુ જવાબદાર રહી હોત તો ભારત બીજી ટેસ્ટમાં સારો દેખાવ કરીને શ્રેણી પણ જીતી શકે તેમ હતું. ભારતે ૨૦૦૬માં વિન્ડિઝ ્પ્રવાસમાં ચાર મેચની શ્રેણી ૧-૦થી જીતી હતી. આ ઉપરાંત ૨૦૦૬-૦૭ના સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ ભારતે પ્રથમ જોહનીસબર્ગ ટેસ્ટ જીતી લીધી હતી. જો કે ત્યાર બાદ ભારત બાકીની બે મેચો હાર્યું હતુ અને ટેસ્ટ શ્રેણીમાં ભારતનો પરાજય થયો હતો.
ચેપલે એમ પણ ઊમેર્યું કે, વર્લ્ડ ક્રિકેટને મળેલા ત્રીજા ક્રમના શ્રેષ્ઠ બેટસમેનમાં જબરજસ્ત પરિપક્વતા હતી. તે મેદાન પર કે મેદાનની બહાર કોઇની ચડવણીને આધારે કોઇ નિર્ણય લેતો નહતો. તેના દરેક નિર્ણયો ઠંડા દિમાગથી લેવાયેલા અને પોઝિટીવ રહેતા. આ ઉપરાંત તે બેટ્સમેન તરીકે પણ પોતાની રમતમાં સુધારો કરવા પ્રયાસ કરતો રહેતો. ચેપલે દિલ્હીમાં રમાયેલી શ્રીલંકા સામેની ટેસ્ટનો ઉલ્લેખ કર્યો. જેમાં મુરલીધરને દ્રવિડને સસ્તામાં આઉટ કર્યો હતો અને તેણે ૧૦૦ રનમાં સાત વિકેટ ઝડપી હતી. દ્રવિડે ત્યાર બાદ મારી સલાહ લીધી. મેં શરૃમાં તો કહ્યું કે, તું આનાથી સારૃ રમી શકે તેમ નથી. પણ તે ના માન્યો. તેણે પોતાની રમત સુધારવા ટીપ્સ આપવાની જીદ ચાલુ રાખી તો મેં કહ્યું કે, તારે દરેક બોલ પર રન કરવા વિશે વિચારવું જોઇએ પછી ભલેને તે સૌથી મુશ્કેલ બોલ કેમ ન હોય. આ પછી દ્રવિડે તેની રમત સુધારી અને બીજી ઇનિંગમાં ૫૩ રન ફટકાર્યા જે પછી તે રનઆઉટ થયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved