Last Update : 06-July-2012, Friday

 

આદર્શ કૌભાંડ
સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ લગાવવા ચાલતી તપાસ

(પી.ટી.આઈ.) મુંબઈ, તા.૫
આદર્શ સોસાયટી કૌભાંડમાં સીબીઆઈએ તેનું પ્રથમ આરોપનામું (ચાર્જશીટ) દાખલ કર્યા બાદ આ કેસની અલગથી તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે તેની તપાસની ઝડપ વધારી દીધી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
અમે ચાર્જશીટ દાખલ થવાની રાહ જોઈ રહ્યા હતા હવે અમે આ કૌભાંડની તપાસ પૂરજોશમાં શરૃ કરીશું અને આ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવે છે કે કેમ તેની તપાસ કરીશું, એમ એન્ડોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)નાં સૂત્રોએ કહ્યું હતું.
ગઈકાલે સીબીઆઈએ આ કેસમાં ૧૩ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, આર્મીનાં કેટલાય નિવૃત અધિકારીઓ તથા સરકારી અમલદારોનાં સમાવેશ થાય છે.
અમે ચાર્જશીટ દાખલ થાય તેની રાહ જોઈ રહ્યા હતા કારણ કે સીબીઆઈએ પ્રથમ કેસ નોંધીન ેતપાસ શરૃ કરી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે ચવ્હાણ પણ દક્ષિણ મુંબઈનાં કોલાબા સ્થિત ૩૧ માળના આ ટાવરમાં એક 'બેનામી' ફલેટ ધરાવતા હતા.
તે સિવાય આદર્શ સોસાયટીનાં ૧૦૩ ફલેટમાંથી ૨૪ ફલેટનાં 'બેનામી' વ્યવહાર સંદર્ભે પણ તપાસ કરી રહી છે.
સીબીઆઈનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ સોસાયટીનાં પ્રમોટરો આરસી ઠાકુર અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ એમએલસી કન્હૈયાલાલ ગિડવાની (પ્રત્યેક) કથિતપણે આઠ ફલેટ 'બેનામી' નામે ધરાવે છે.
આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ લાગુ કરવાની માંગણી સાથેની એક જનહિત યાચિકાની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી જ રહી છે.

'આદર્શ'માં ૩૦ ફ્લેટ બેનામી હોવાની સી.બી.આઇ.ને શંકા
દસ ફ્લેટ માટે તો નાગપુરની જ એક કંપનીએ નાણા ધીર્યાં
મુંબઇ, તા.૫
'આદર્શ કાંડ'માં બેનામી સંપત્તિ સંબંધી ગુનાખોરી માટે સી.બી.આઇ. અલગથી આરોપપત્ર દાખલ કરશે એવા અહેવાલો અગાઉ મળ્યાં હતાં. આ પહેલાં માર્ચ મહિનામાં એવા અખબારી અહેવાલો પણ હતાં કે, સી.બી.આઇ. અને આવકવેરા વિભાગ દ્વારા આદર્શના ૩૦ બેનામી ફ્લેટ સંબંધી વિગતો મેળવાઇ રહી છે.
આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટોમાં સી.બી.આઇ.એ જણાવ્યું હતું કે, આદર્શ સોસાયટીમાં વિધાન પરિષદના ભૂતપૂર્વ કોંગ્રેસી સભ્ય કનૈયાલાલ ગીડવાણીના અડધો ડઝન ફ્લેટ છે, સોસાયટીના સેક્રેટરી આર.સી. ઠાકુર અને સોસાયટીના મુખ્ય પ્રમોટરમાંના એક પાસે આઠ-આઠ ફ્લેટ છે.
સી.બી.આઇ.એ એમ પણ કહ્યું હતું કે, ઠાકુરે આદર્શના આઠ સભ્યને ફ્લેટ આપવા માટે એસ.એ.એન. (સાન) ફાઇનેન્સ દ્વારા આર્થિક મદદ પણ કરાવી હતી. સાન ફાઇનેન્સ નાગપુરની એસ.એમ.એસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપ-કંપની છે અને તેના માલીક અભય સંચેતી છે. સંચંતીના પુત્ર પરમવીરના નામે પણ આ બિલ્ડિંગમાં એક ફ્લેટ છે. સંચેતી પરિવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી સાથે નજીકનાં સંબંધો ધરાવતા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.
ડિફેન્સ એસ્ટેટના ભૂતપૂર્વ અધિકારી પી. હિંદુજા જેને મહિને સાડા છ હજાર રૃપિયાનું પેન્શન મળ છે, તેમણે આદર્શના તપાસ પંચ સમક્ષ જણાવ્યું હતું કે, કોઇ પણ જાતના કાગળો કે ગીરો મૂક્યા વગર જ સાન ફાઇનેન્સ દ્વારા મને ૬૫ લાખ રૃપિયાની લોન અપાઇ હતી. સંચેતી જૂથના ડ્રાઇળર સુધાકર માંડકેએ પણ કંપનીએ ૬૦ લાખ રૃપિયાની લોન આપી હોવાનું જણાવ્યું હતું. જો કે, હિંદુજા અને માંડકેએ દાવો કર્યો હતો કે, જો તેઓ આ રકમ પરત નહિ કરે તો તેમના ફ્લેટ કંપનીના નામે થઇ જશે એવા પત્રો કંપનીએ લખ્યા ંહતાં, પરંતુ તેમણે આ પત્રોને અવગણ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved