Last Update : 06-July-2012, Friday

 

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

અગાઉ, ગુટખા પર પ્રતિબંધના બે પ્રયાસો નિષ્ફળ નીવડયા છે

મુંબઈ, તા. ૫
મહારાષ્ટ્રની કેબીનેટે રાજ્યમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવા સૈધ્ધાંતિક સંમતિ દર્શાવી છે. એણે ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (એફડીએ)ને કેબિનેટની હવે પછીની સાપ્તાહિક મિટિંગમાં આ સંબંધનો ઔપચારિક પ્રસ્તાવ મૂકવા જણાવ્યું છે.
કેબિનેટે રાજ્યમાં દાંતના આરોગ્યની સંભાળમાં સુધારો લાવવાનો નિર્ણય કર્યો ત્યારે એ સંબંધની ચર્ચા દરમિયાન ગુટખાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. કેન્સર જેવા મોઢાના રોગો માટેનું એક મોટું કારણ ગુટખા હોવાનો નિર્દેશ કરાયો હતો. ત્રણ વરિષ્ઠ પ્રધાનોએ કેબીનેટ નિર્ણયને પુષ્ટિ આપી હતી.
મહારાષ્ટ્ર સરકારે પહેલા ૨૦૦૨ અને પછી ૨૦૦૮માં ગુટખા પર પ્રતિબંધ મૂકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એ વખતે સરકારને પ્રતિબંધ સામે કાનૂની અડચણો નડી હતી. ૨૦૧૦માં રાજ્ય સરકારે સ્કૂલો અને કોલેજોના ૧૦૦ મિટર્સના વિસ્તારમાં ગુટખા અને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા અને બિહાર જેવા રાજ્યોએ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશમાં તમાકુનું સૌથી વધુ સેવન કરનારા રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ છે. રાજ્યના ૪૩ ટકા વયસ્ક પુરુષો અને ૧૯ ટકા વયસ્ક મહિલાઓ તમાકુની બંધાણી છે. ગયા મહિને બહાર પડાયેલા ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઇન મહારાષ્ટ્રમાં આ નિષ્કર્શો અપાયા છે.
નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે ગયા મહિને એક જાહેર મંચપરથી ગુટખા પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરતા આ દૂષણ સામેના અભિયાનમાં વેગ આવ્યો હતો. તેમણે એમ જણાવ્યું હતું કે ગુટખા અને પાન મસાલાના વેચાણ પર બંદી આવે તો રાજ્ય સરકાર રૃા. ૧૦૦ કરોડનો કરવેરો ગુમાવશે, પરંતુ સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય બાબતમાં કોઈ બાંધછોડ નહિ કરે.
એફડીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ ગુટખા પરનો પ્રતિબંધ સફળ નહોતો થયો કારણ કે એ વખતે એને કાયદાનો ટેકો નહોતો, જોકે ગયા વરસે અમલમાં આવેલો નવો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ (એફ.એસ.એસ.એ.) આ વખતે પ્રતિબંધમાં મદદરૃપ થશે. 'એફ.એસ.એસ.એ. એમ કહે છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં તમાકુ અને નિકોટીનનો સામગ્રી તરીકે ઉપયોગ ન થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે પણ એવો ચુકાદો આપ્યો છે કે પાન મસાલા, ગુટખા અને સોપારી ખવાતા હોવાથી એ ખાદ્ય પદાર્થો છે એટલે રાજ્ય સરકાર ગુટખા પર પ્રતિબંધ મૂકી શકે છે કારણ કે એ તમાકુ સાથે ભોળવાયેલો ખાદ્ય પદાર્થ છે,' એવી માહિતી એફડીએના અધિકારીએ વધુમાં આપી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved