Last Update : 06-July-2012, Friday

 

રાજકોટથી મુંબઈ આવી રહેલા
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રેડિયો સંવાદ સિસ્ટમ સદંતર ખોરવાઈ જવાથી પાઈલટે કટોકટીનો સંકેત આપતાં રનવે મોકળો કરાયો

મુંબઈ, તા.૫
રાજકોટથી મુંબઈ આવી રહેલું ૯૯ પ્રવાસીઓ અને વિમાનના છ કર્મચારી સાથેનું જેટ કનેકટ ફલાઈટ એસ-૨, ૪૦૮૦ બોઈંગ વિમાન મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યે મુંબઈ એરપોર્ટથી લગભગ ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ ૪૦ માઈલ દૂર હતું અને લેન્ડિંગ કરવામાં ૧૫ મિનિટની વાર હતી ત્યાંજ તેના પર વીજળી ત્રાટકતાં સંવાદ સિસ્ટમ સદંતર ખોરવાઈ જવાથી પાઈલટને તાત્કાલિક ઉતરાણ કરવું પડયું હતું.
જોકે પાઈલટે એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી)ને મુશ્કેલીનો સંકેત આપતાં અને એરપોર્ટના અધિકારીઓએ રનવે મોકળો કર્યા બાદ વિમાન સહીસલામત ઊતર્યું હતું.
છેલ્લા બેએક દિવસથી શહેરમાં વરસાદે જોર પકડતાં હવામાન તોફાની બન્યું છે. રાજકોટથી મુંબઈ આવતું વિમાન તાત્કાલિક લેન્ડિંગ કરી શકે તે માટે વિમાની અવરજવર નિયંત્રક અધિકારીઓએ મુંબઈ આવી રહેલાં બીજાં સાત વિમાનોને રનવે મોકળો રાખવાની અને તેમનાં વિમાનો હવામાં ફરતાં રાખવાની સૂચના આપી હતી, જ્યારે રનવે પરથી ઊડનારાં પાંચ વિમાનો જમીન પર રોકી રખાયાં હતાં. આને પરિણામે એરપોર્ટ પરથી રવાના થનારાં વિમાનો ૩૦થી ૪૦ મિનિટ મોડાં પડયાં હતાં.
'સામાન્ય સંજોગોમાં રાજકોટથી આવતું વિમાન ૧૫ મિનિટમાં ઊતરી શકયું હોત. પરંતુ તેને ઉતારવામાં પોણા કલાકથી એક કલાક જેટલો સમય લાગ્યો હતો', એમ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.
જેટ એરવેઝના એક પ્રવકતાએ આ ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે એ.ટી.સી.ને સંદેશો નહિ મળ્યો હોવાથી કટોકટીની જાણ કરાઈ હતી અને વિમાને સહીસલામત લેન્ડિંગ કર્યું હતું.
એક અગ્રણી એરલાઈનના કમાન્ડરના જણાવ્યા મુજબ જો પાઈલટ અને એ.ટી.સી. સમયસર સંચાલનની કાર્યવાહી અમલમાં ન મૂકે, તો રેડિયો- ટેલિકોમ્યુનિકેશન યંત્રણા બંધ પડી જવાથી ભારે જોખમ સર્જાઈ શકે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved