Last Update : 06-July-2012, Friday

 

૧૪મી સદી સુધી પાંડયોએ શાસન કરેલું
દક્ષિણ ભારતના પાંડય સમ્રાટોની સ્વિસ બેન્કમાં રહેલી મિલકતની તપાસ કરો

મદ્રાસ હાઇકોર્ટનો કેન્દ્રને આદેશ ઃ સંપત્તિના વારસા માટે ત્રણ જણાના વારસાથી ગુંચવાડો

ચેન્નાઈ, તા. ૫
સદીઓ પૂર્વેના દક્ષિણ ભારતના પાંડય રાજવંશને આ યુગની સ્વિસ બેન્કો સાથે સંબંધ હોવાની વાત સાંભળી તમો ચોંકી ઉઠશો પરંતુ મદ્રાસ હાઇકોર્ટમાં આ અંગે પાંડય રાજાઓની સેંકડો કરોડની મિલ્કતના કેસમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કેસ તે પાંડય રાજાઓના વંશજો વચ્ચે તીવ્રતાથી અત્યારે ચાલી રહ્યો છે.
બીજી તરફ આ કેસની ગંભીરતા જોઈ તેને ન ગણ્ય નહીં માનતા મદ્રાસ હાઇકોર્ટની ન્યાયમૂર્તિ પી. જ્યોતિમણિ અને ન્યાયમૂર્તિ એમ. દુરાઈસ્વામીની બેન્ચે કેન્દ્ર સરકારને આ અંગે સત્ય શોધી કાઢવા આદેશ આપ્યો છે.
દક્ષિણ ભારતમાં ઇ.સ. પૂર્વે ૫૫૦થી ત્રણ મહત્ત્વના રાજવંશો ચૌલ, પાંડય અને કેરળ રાજવંશ વચ્ચે પ્રભુસત્તા અંગે સતત સ્પર્ધા ચાલી જ રહી હતી. ૧૩મી સદી પછી ચૌલ સત્તા નબળી પડી અને પાંડય સમ્રાટોનું પ્રભુત્વ ફેલાતું જતું હતું ૧૪મી સદીમાં આ પાંડય સમ્રાટોએ દક્ષિણ ભારતમાં વ્યાપક સત્તા હાથ ધરી હતી તે પછી તેઓની અવનીતિ શરુ થઈ તે જાણીતું છે પરંતુ જ્યારે તેમની સત્તા ટોચ પર રહી હતી ત્યારે આ સમ્રાટોએ સ્વિત્ઝર્લેન્ડમાં નાણાં જમા કરાવ્યા હોવાનું કહેવાય છે. (તે સમયે યુરોપમાં આધુનિક બેન્કિંગનો પ્રારંભ થઈ જ ગયો હતો.) હવે આ મિલ્કત અંગે આ પાંડય સમ્રાટોના એક વંશજ અને શિવગિરીના છેલ્લા જમીનદાર સેન્થાતૈક્કલાઈ પાંડયના પુત્રવધૂ આર. પદ્મિની રાણીએ આ મિલ્કત અંગે દાવો કર્યો છે. આ સાથે પાંડયોની મિલ્કતનો વહીવટ સંભાળવા જેમને અધિકાર આપ્યો છે તેવા એન. જગન્નાથે પણ તે મિલ્કત માટે દાવો કર્યો છે. પદ્મિની રાણીએ સ્વિસ બેન્કની મિલ્કત ઉપરાંત પાડય રાજાઓની સમગ્ર દક્ષિણ ભારતમાં રહેલી છૂટીછવાઈ જમીનો અંગે પણ માલિકી હક્કનો દાવો કર્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના વિદ્યા પટવર્ધન પણ 'મંચ' ઉપર આવ્યા છે તેમનો દાવો છે કે તેમન પિતા પ્રભાકર પટવર્ધને જગન્નાથને મુખત્યારનામું આપ્યું હતું પરંતુ જગન્નાથે આવો મુખત્યારનામાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. જ્યારે પદ્મિની રાણી કહે છે કે, જગન્નાથ કાયદેસરનો વારસ જ નથી આથે તેણે 'લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન' પાછો આપવો જોઈએ.
આ સંયોગોમાં હાઇકોર્ટે ચેન્નાઈના પોલીસ કમિશ્નરને તપાસ યોજવા આદેશ આપ્યો હતો જેના અહેવાલમાં એક સ્વિસ નાગરિક જીસીપી લિયોપોલ્ડો સેસીનાના નામનો ઉલ્લેખ કરાયો છે તે એક ભારતીય મહિલા 'માયા'ને પરણ્યો હતો તેનાથી તેને બે બાળકો થયા હતા તે જ્યારે ક્લિપૌકમાં રહેતો હતો ત્યારે જગન્નાથને મળ્યો હતો તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ તપાસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જગન્નાથે સ્વિસ બેન્કમાં રહેલી પાંડય વંશની મિલ્કત મેળવવામાં સહાય કરવા એસીપીને જણાવ્યું હતું થોડા મહિનાઓ પૂર્વે સેસીનાનું માર્ગ અકસ્માતમાં સ્વિત્ઝર્લેન્ડમાં મૃત્યુ થયું હતું હવે તે સેસીનાની પત્ની માયાની બહેન વિદ્યા પણ હાઇકોર્ટ સુધી પહોંચી છે અને જણાવ્યું છે કે, તેની પાસે તેના પિતા અસ્થેતુસને જગન્નાથે આપેલું મુખત્યારનામું છે જ.
આમ આ પાંડય સમ્રાટોની મિલ્કતનો પ્રશ્ન કોઈ રહસ્યકથામાં બનતી શ્રેણીબદ્ધ ઘટનાઓ અને તે સાથે ઉપસ્થિત થતા તાણાવાણાના ગુંચવાડા જેવો જ રહસ્યમય બની રહ્યો છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને વધુ તપાસ કરવા આદેશ આપ્યો છે અને તે તપાસનો અહેવાલ માત્ર ત્રણ સપ્તાહમાં જ રજૂ કરવા જણાવાયું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved