Last Update : 06-July-2012, Friday

 

માલેતુજાર બની રહેલા રાજકારણીઓ
આંધ્રના ચન્દ્રબાબુ પક્ષના નેતા જી. દીપક ટેડી પાસે ૬૮૦૦ કરોડની સંપત્તિ

ચૂંટણીમાં ગેરલાયક જાહેર થવાની બીકે 'પ્રમાણિક' બનતા નેતા

નવી દિલ્હી, તા. ૫
આંધ્રપ્રદેશના આનંદપુર જિલ્લામાં રાયદુર્ગ મતવિસ્તારની ૧૨મી જૂનના રોજ યોજાયેલી પેટા ચૂંટણીનાં તેલુગુદેશમ પાર્ટીના ઉમેદવાર જી. દીપક રેડ્ડી આજકાલ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં છે. ચર્ચાનું મુખ્ય કારણ છે પ્રજાના આ સેવકની અધધધ સંપતિ... રેડ્ડીએ ચૂંટણી વખતે દાખલ કરેલા સોગંદનામામાં તમેની પાસ રૃા. ૬૮૦૦ કરોડની સંપત્તિ હોવાનું જાહેર કરીને જાણે સોપો જ પાડી દીધો હતો.
ભારતીય ચૂંટણી પંચના કાયદા મુજબ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારે તેમની સંપત્તિનો સાચો આંકડો જાહેર કરવો અનિવાર્ય છે. એ ન્યાયે ટીડીપીના ધારાસભ્ય રેડ્ડીએ કર્યું તે તદ્દન યોગ્ય ગણાય પરંતુ અત્યાર સુધી પોતાને માત્ર 'ભિખારી' જેવા ધનહીન ગણાવતા નેતાઓ અચાનક પ્રમાણિક થઈને તેમની અબજોની મિલકતો જાહેર કરવા માંડે તે બાબતે રાજકારણીઓની સાથે સામાન્ય માણસમાં પણ આશ્ચર્ય સર્જ્યુ છે.
જો કે, અચાનક 'પ્રમાણિકતા' દાખવવા પાછળ રેડ્ડીના મનનો ખરેખર કયો વિચાર જવાબદાર છે તે તો સ્પષ્ટ થતું નથી. પરંતુ રાજકીય નિષ્ણાતોના મતે રેડ્ડીની આ 'પ્રમાણિકતા' પાછળ ખરેખર તો સ્વ-બચાવની આગોતરી વિચારણા જ કારણભૂત હશે કારણ કે તેમનું સોગંદનામું ખોટું સાબિત થાય તો તેમને ચૂંટણી ગુમાવવાનો વારો આવે. બીજી બાજુ પ્રજા નેતાની ધનિકતાથી સારી રીતે વાકેફ હોય છે. જનતા જનાર્દનને સંપત્તિના મુદ્દે મુર્ખ બનાવવી ઘણી મુશ્કેલ છે અને આ બાબત નેતાઓ સારી રીતે જાણે છે.
આ ઉપરાંત આવકવેરા વિભાગની લાલ આંખનો મુદ્દો પણ તેટલો જ મહત્ત્વનો છે. કારણ જે હોય તે પણ પ્રજાના સેવક પાસે રૃા. ૬૮૦૦ કરોડની મિલકત અને સાથે તેમના પ્રમાણિક હોવાના દાવા વચ્ચેનો વિરોધાભાસ ખરેખર નવાઈ પમાડે તેવો છે !
ઉલ્લેખનીય છે કે ટીડીપીના આ ઉમેદવારે ''પ્રામાણિકતા'' દાખવ્યા છતાં તેમની ૬૮૦૦ કરોડની સંપત્તિ તેમને ચૂંટણીમાં વિજેતા બનાવી શકી નહોતી. ૨૦૦૪થી ચૂંટણીમાં ઉમેદવારોએ સંપત્તિ જાહેર કરવાનું ફરજીયાત બનાવાયું છે ત્યારથી અત્યાર સુધીમાં કોઈ સાંસદ કે ધારાસભ્ય દ્વારા જાહેર કરાયેલી સંપત્તિનો આ સર્વોચ્ચ આંકડો છે. સોગંદનામામાં તેમની વાર્ષિક આવક માત્ર રૃ. ૩.૨૭ લાખ છે. ત્યારે મિલકતનો આંક આટલો અધધધ હોવાનું કારણ જણાવતા રેડ્ડીએ કહ્યું હતું કે આ આંકડો સંપત્તિમાં તેમના હિસ્સાના કારણે છે. આ ઉપરાંત સરકારે પચાવી પાડેલી જમીન પાછી મેળવવામાં તેમણે કેટલાક પક્ષો સાથે કરાર પણ કરેલા છે. રેડ્ડીની ટોચની ત્રણ સંપત્તિ અનુક્રમે ૩૧૨૮ કરોડ, ૯૪૩ કરોડ અને ૫૨૯ કરોડની છે. તેમાંની કેટલીક વિવાદોમાં પણ ફસાયેલી છે. પોતાને મુખ્યપણે ખાણના ધંધામાં રસ હોવાની સ્પષ્ટતા પણ ભારતના આ સૌથી ધનિક ચૂંટણી ઉમેદવારે કરી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved