Last Update : 06-July-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૭-૨૦૧૨ શુક્રવાર
સંકષ્ટ ચતુર્થી - અષાઢ વદ ત્રીજ
પંચક રાત્રે ૧૧ ક. ૨૩ મિ.થી શરૃ
મુસલમાની શબ્બે બરાત

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૦ મિ., (સૂ) ૬ ક. ૫૨ મિ., (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૧ ક. ૨૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ શ્રવણ સવારના ૧૧ ક. ૪૦ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - કન્યા, બુધ - કર્કા, ગુરૃ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૧૧ ક. ૨૩ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન, વર્ષા ઋતુ, રા. દિ. આ. ૧૫
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ ત્રીજ ને શુક્રવાર
- સંકષ્ટ ચતુર્થી. ચંદ્રોદય (અ.) રાત્રે ૯ ક. ૩૦ મિ.
- જયા પાર્વતી વ્રતના પારણાં.
- પંચક રાત્રે ૧૧ ક. ૨૩ મિ.થી શરૃ.
- વિષ્ટી ૬-૨૮ થી ૧૭-૪૩ સુધી.
- મુસલમાની શબ્બે બરાત.
- વેરાવળ-દ્વારકા, નટવરગોપાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૫ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૨૩ રોજ દએપદીન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે સંકષ્ટ ચતુર્થીએ કાર્યસફળથાથી આનંદમાં રહો. નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય, વધારાનું કામ થાય.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામ માટે કોઈને મળવાનું થાય. આકસ્મિક ચર્ચા વિચારણામાં પ્રગતિ, ફાયદો-લાભ જણાય.

 

મિથુન ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ખાવાપીવામાં સંભાળવું.સીઝનલ બીમારીથી નોકરી-ધંધાને અસર પહોંચે.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના, બેંકના કામમાં ધ્યાન આપી શકો. કમિશન-દલાલી-એજન્સીના કામમાં આવક થાય.

 

સિંહ ઃ સંકષ્ટ ચતુર્થીનો આજો દિવસ નોકરી-ધંધામાં કામની સફળતા-પ્રગતિનો રહે. ધર્મકાર્યથી આનંદ રહે. શાંતિ જણાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાનું વધારાનું કામકાજ કરી શકો. બેંકનું કામ થતા પુત્ર પૌત્રાદિકના કામને ઉકેલવામાં સાનુકૂળતા રહે.

 

તુલા ઃ સંકષ્ટ ચતુર્થી છતાં તમે તમારા સંકટના કારણે ચિંતા-ઉચાટમાં રહો. હરો ફરો પરંતુ હૃદય-મનને ઉચાટ રહે.

 

વૃશ્વિક ઃ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રફુલ્લતાના-શાંતિમાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં, કારીગરવર્ગ, ભાગીદારના કામમાં ચિંતા રહે.

 

ધન ઃ આપના ચિંતા-મુંઝવણ ઓછી થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય. આવક આવવાથી રાહત રહે. સરકારી કામ થાય.

 

મકર ઃ સંકષ્ટ ચતુર્થીએ આનંદથી પોતાનું અંગત કામ કરી શકો. હૃદય-મનની એકાગ્રતા જળવાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

કુંભ ઃ આપનેચિંતા-બેચેની-અનિંદ્રાના કારણે નોકરી-ધંધાના કામમાં તકલીફ અનુભવાય. હરિફવર્ગથી ચિંતા રહે.

 

મીન ઃ આપને વાણીની મીઠાસને વ્યવહારમાં નમ્રતા રાખીને નોકરી-ધંધાનું કામ ઉકેલવું પડે. કામનો ઉકેલ લાભદાયી રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૬-૦૭-૨૦૧૨, શુક્રવાર

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ પત્ની-સંતાન પરિવારના કામમાં પ્રગતિ-સફળતાનું બની રહે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નોકરી-ધંધાના કામમાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય.

- જેમને નોકરી ન હોય તેમને નોકરી કે ધંધાની તક પ્રાપ્ત થતાં આવક આવવાની શરૃઆત થાય. હતાશા-નિરાશા દૂર થાય. આત્મ સન્માનથી જીવી શકો.

- યાત્રા પ્રવાસ થાય, જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય. પુત્ર પૌત્રાદિકને વિદ્યભણતર કે વિવાહ-લગ્ન-નોકરી-ધંધાના કારણે સ્થળાંતર થાય. પરંતુ તેમની પ્રગતિથી આનંદ રહે. તેમને પોતાને અંગત તકલીફ રહે.

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં આત્મવિશ્વાસ વધતો જાય. મહેનતનું શુભ પરિણઆમ પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પ્રાણી સંગ્રહાલયના વાઘના પંિજરાના દરવાજા ખુલ્લા રાખીને ચાલવા લાગેલા લલ્લુને એના સાહેબ છગને બોલાવીને પૂછ્‌યું, ‘‘કેમ એના પંિજરાનો દરવાજો ખુલ્લો રાખ્યો?’’
‘‘એમાં શું સાહેબ!’’ લલ્લુએ જવાબ આપ્યો, ‘‘આવા ભયાનક પશુને કોઈ ચોરીને ઉઠાવી જવાની હિંમત કોણ કરવાનું હતું? એટલે ભલેને પંિજરાની બહાર હોય!’’

[Top]
 

આજ ની રેસીપી

વૈવિઘ્યસભર વાનગીઓ

ક્રીમ કોપ્સ

 

સામગ્રી ઃ ૧ વાટકી રવો, ૧/૨ વાટકી સૂકા ટોપરાનું ખમણ, ૧/૨ ચમચી મીલ્ક મસાલા, ૧-૧/૨ લીટર દૂધ, ૨ ચમચી ઘી, ચપટી લીલો તથા લાલ રંગ, ૧/૨ કપ ખમણેલો માવો, ૧ ચમચો દળેલી ખાંડ.

 

રીત ઃ માવાને સહેજ ખમણી જાડા વાસણમાં શેકી થાળીમાં કાઢો. પછી તેમાં દળેલી ખાંડ અને દૂધનો મસાલો મિક્સ કરી તેની નાની નાની ગોળી વાળી લેવી. જાડા વાસણમાં ઘી નાખી રવો શેકો. પાંચ-સાત મિનિટ પછી તેમાં કોપરાનું ખમણ નાખી ખાંડ તથા ૧/૨ વાડકી દૂધ ધીમે ધીમે નાખતા જવું, શીરાની જેમ થાય કે તુરત નીચે ઉતારી ઠંડુ પાડો. થાળીમાં કાઢી તેના બે ભાગ કરવા. એકમાં લાલ અને બીજામં લીલો રંગ નાખ્યા પછી તેના સાધારણ મોટા લુવા કરી તેની વચ્ચે તૈયાર કરેલા માવા વાળી ગોળી મૂકી પછી ફરીથી સરખા ગોળા કરવા.
દૂધને ઉકાળવું. ઘટ્ટ થાય તો તેમાં ખાંડ નાખીને ફરીથી થોડીકવાર ઉકાળો, પછી તેમાં તૈયાર કરેલા ગોેળા નાખી ૫-૧૦ મિનિટ ઉકળવા દો. પછી નીચે ઉતારી મોટા બાઉલમાં ઠંડા કરો. ઈચ્છા પ્રમાણે સૂકો માવો ભભરાવી શકો છો.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved