Last Update : 05-July-2012,Thursday

 

અમેઝિંગ દેશી સ્પાઈડરમેન - ૪

 

લેટેસ્ટ હોલીવૂડ ફિલ્મ ‘અમેઝંિગ સ્પાઈડરમેન’માં તો ચમત્કારી સ્પાઈડરમેન જાતજાતનાં પરાક્રમો કરી બતાડે છે. પણ આપણા દેશમાં જો કરોળિયા (સ્પાઈડરમેન)ના ડંખ વડે કોઇ જુવાન કરોળિયામાનવ બની જાય તો શું શું બને?
સાંભળો પેલો સમાજ કલ્યાણ ખાતામાં હંગામી કારકુન તરીકે નોકરી કરતા જુવાનની દાસ્તાન! ચેપ્ટર ચોથું...
* * *
હંગામી કારકુને આંખો ખોલી...
અથવા કહો કે એની આંખો પર બાઝેલાં જાળાં ખસેડવાની એની પાંપણોમાં તાકાત આવી!
બિચારો કારકુન ચારે બાજુ નજર ફેરવીને જુએ છે તો ખ્યાલ આવે છે કે પોતે એક પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં સળિયાઓ પાછળ જાળાંઓમાં પણ લપેટાઇને એક ખૂણામાં પડ્યો છે.
‘‘હવાલદાર! ઉસ નયે પંછી કો ઈધર લાઓ!’’ ઈન્સ્પેકટરનો હુકમ થતાં હવાલદાર અંદર આવે છે.
પણ ધરપકડ કરેલા શખ્સની હાલત જોતાં જ એ મોં બગાડે છે ‘‘સાહેબ, આને પહેલાં તો સાફ કરવો પડશે!’’
‘‘અલ્યા, ગરીબ છે! એના ખિસ્સા સાફ કરવામાં તને કંઇ નહિ મળે!’’ બીજો હવાલદાર જોક મારે છે.
‘‘એય! સડેલી જોક્સ મારવાનું બંધ કરો!’’ ઈન્સ્પેકટર બગડે છે ‘‘ખબર છે? આ માણસ ખતરનાક આતંકવાદી છે!’’
‘‘પણ સાહેબ, આને સાવરણીથી સાફ તો કરાવવો જ પડશે ને?’’
આ સાંભળતાં જ પોલીસ સ્ટેશનના દરવાજે બીડી પીતાં બેઠેલો પટાવાળો અકળાઇને બોલી ઊઠે છે ‘‘સાહેબ, મારું કામ પોલીસ સ્ટેશનની સફાઇનું છે. આને સાફ કરવો હોય તો સફાઇ કામદારને બોલાવો!’’
ઈન્સ્પેકટર ગમ ખાઇ જાય છે.
‘‘અલ્યા ભઇ, સફાઇ કામદાર ક્યારે આવે છે?’’
‘‘દારૂ - બિયર અને મટન - બિરીયાનીના એંઠવાડથી ગટર ઊભરાય ત્યારે!’’ હવાલદાર ખભા ઉલાળીને બગાસું ખાય છે.
હવે ઈન્સ્પેકટરની ખોપરી હટી જાય છે.
‘‘સાલું? એક આતંકવાદી મગતરું? તારી પાછળ મારે સફફઇ કામદારને હાથ જોડવા નીકળવાનું? સ્સાલા?’’
લૉક-અપ રૂમનો દરવાજો ખોલીને અંદર ધૂસતાંની સાથે જ ઈન્સ્પેકટર આપણા હંગામી કારકૂનને ડંડા વડે ઝૂડવા મંડે છે!
જાળાંઓ પર ડંડા પડતાં ચારેબાજુ ઘૂળ ઊડવા લાગે છે. ડંડા પર ચોંટેલાં જાળાં ઊડી ઊડીને સાહેબની ટોપી પર, ગોગલ્સ પર, વરદી પર ચોંટવા લાગે છે, સાહેબ વધારે બગડે છે.
‘‘લઇ લો હરામખોરને ટોર્ચર રૂમમાં! ત્યાં એના પર ચાર બાલ્ટી પાણી છાંટો!’’
હવાલદાર મોં બગાડે છે. ‘‘જોયું? કહેવાઇએ કોન્સ્ટેબલ, પણ કામ તો સફાઇ કામદારનું જ આવે છે!’’
આપણા હીરોને ઢસડીને ટોર્ચર રૂમમાં લઇ ગયા પછી હજી હવાલદાર એના પર ડોલ વડે પાણીની છાલક મારવા જાય છે ત્યાં જ...
- વઘુ કાલે!

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved