Last Update : 05-July-2012,Thursday

 
એર ઇન્ડિયાઃ હડતાળનો અંત
ભારતની ‘રાષ્ટ્રિય એરલાઇન્સ’ અથવા સાદા શબ્દોમાં કહીએ તો ‘સરકારી એરલાઇન્સ’ ગણાતી ‘એર ઇન્ડિયા’ના લગભગ છેલ્લા બે મહિનાથી હડતાળગ્રસ્ત હતી. તેના આશરે ૪૫૦ પાઇલટની ૫૮ દિવસની હડતાળનો બુધવારે અંત આવ્યો. તેના માટે સરકાર પક્ષ કે પાઇલટ એસોસિએશનનું વલણ નહીં, પણ દિલ્હી હાઇકોર્ટનાં દરમિયાનગીરી અને દબાણ ચાવીરૂપ બન્યાં.
ઇન્ડિયન પાઇલટ ગિલ્ડે હડતાળનો અંત આણવાની વાત દિલ્હી હાઇકોર્ટમાં કરી અને કહ્યું કે તેના સભ્યો આગામી બે દિવસમાં કામે ચડી જશે. સામે પક્ષે ‘એર ઇન્ડિયા’ના મેનેજમેન્ટે હાઇકોર્ટને કહ્યું કે તે હડતાળ દરમિયાન બરતરફ કરાયેલા ૧૦૧ પાઇલટ વિશે સહાનુભૂતિભર્યું વલણ દાખવશે. જોકે સરકાર પક્ષે આ પાઇલટોને પાછા લેવા અંગે કોઇ બાંહેધરી આપી નથી. સપ્તાહના આરંભે દિલ્હી હાઇકોર્ટનાં ન્યાયાધીશ રેવા ખેતરપાલે ‘એર ઇન્ડિયા’ ને માવતર જેવો (પેટર્નલ) અભિગમ દાખવવા સૂચવ્યું અને બન્ને પક્ષોના વકીલને ઝડપથી સમાધાન કરી લેવા જણાવ્યું હતું. તેના ફળસ્વરૂપે બુધવારે બન્ને પક્ષોએ યુદ્ધવિરામ જાહેર કર્યો.
૫૮ દિવસની આ હડતાળ ‘એર ઇન્ડિયા’ના ઇતિહાસની સૌથી લાંબી હડતાળોમાં બીજા નંબરનું સ્થાન પામી છે, તે સરકારી નીતિની નિષ્ફળતા અને બન્ને પક્ષે પ્રોફેશનલિઝમનો અભાવ સૂચવે છે. ‘એર ઇન્ડિયા’ના પાઇલટો માટે હડતાળની નવાઇ નથી. ગયા વર્ષે પણ તેમણે હડતાળ પાડી ત્યારે સરકારે એકતરફ પાઇલટ સંગઠન- ઇન્ડિયન કમર્શિયલ પાઇલટ એસોસિએશન-ના પાઇલટોને બરતરફ કરીને યુનિઅનની માન્યતા રદ કરી હતી, પરંતુ તેની સમાંતરે પાઇલટો સાથે વાટાઘાટો ચાલુ રાખી હતી. તેના કારણે ૧૦ દિવસમાં હડતાળનો ફેંસલો આવી ગયો હતો. પરંતુ આ વખતે ૫૮ દિવસ એટલે કે લગભગ બે મહિના સુધી બન્નેમાંથી એકેય પક્ષે મચક આપી નહીં.
૭ મેના રોજ એર ઇન્ડિયાના આશરે ૪૫૦ પાઇલટ સામુહિક રીતે બિમારીની રજા પર ઉતરી જતાં હડતાળનો આરંભ થયો. આ તકરારનાં મૂળ ‘એર ઇન્ડિયા’માં ભેળવી દેવાયેલી કંપની ‘ઇન્ડિયન એર લાઇન્સ’ને લઇને છે. બન્ને કંપનીમાં પાઇલટની બઢતી અને સિનિયોરિટી નક્કી કરવાનાં ધોરણ જુદાં હતાં. ‘ઇન્ડિયન એરલાઇન્સ’માં પાઇલટને છ વર્ષે કમાન્ડરનો દરજ્જો મળી જતો હતો, જ્યારે ‘એર ઇન્ડિયા’માં પાઇલટને એ દરજ્જે પહોંચતાં દસ વર્ષ લાગી જતાં હતાં. ‘ઇન્ડિયન એરલાઇન્સ’ને ‘એર ઇન્ડિયા’માં ભેળવી દેવાયા પછી જૂના‘એર ઇન્ડિયા’ના પાઇલટસમુહની માગણી છે કે લાંબી દૂરીના તમામ માર્ગો પર ‘ઇન્ડિયન એર લાઇન્સ’ના નહીં, પણ ‘એર ઇન્ડિયા’ના પાઇલટ દ મુકાવા જોઇએ. કંપનીએ લાંબા પ્રવાસમાર્ગો પર ઉપયોગમાં લેવાતાં બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનોમાં ‘ઇન્ડિયન એર લાઇન્સ’ અને ‘એર ઇન્ડિયા’ના પાઇલટને સરખેસરખા પ્રમાણમાં તાલીમ આપવાનું નક્કી કર્યું, તેનો ‘એર ઇન્ડિયા’ના પાઇલટ સમુહે વિરોધ કર્યો.
નાગરિક ઉડ્ડયન મંત્રી અજિતસંિઘે હડતાળનું અંતીમવાદી શસ્ત્ર ઉગામનારા પાઇલટો પ્રત્યે અક્કડ વલણ રાખ્યું. તેમણે ‘એર ઇન્ડિયા’ હડતાળ પર ઉતરેલા પાઇલટોથી ખોરવાયેલી સેવાઓ પૂર્વવત્‌ કરવા માટે નવા ૧૦૦ પાઇલટની ભરતી કરશે. તેમણે એટલી હદે જાહેરાત કરી દીધી કે ‘સરકારને લાગે વળગે છે ત્યાં સુધી આ હડતાળનો અંત આવે છે. પાઇલટોએ કામ પર નહીં આવવાનું નક્કી કરી લીઘું છે.
એટલે અમે નવા પાઇલટોની ભરતી કરી રહ્યા છીએ. બરતરફ થયેલા પાઇલટ ઇચ્છે તો નવેસરથી તે અરજી કરી શકે છે. એર ઇન્ડિયા પોતાની વર્તમાન સેવાઓ જાળવી રાખવા ઉપરાંત તેનો વિસ્તાર કરવા પણ કૃતનિશ્ચયી છે.’
પાઇલટોની હડતાળને કારણે ‘એર ઇન્ડિયા’ની કામગીરી પર માઠી અસર પડી. આંતરરાષ્ટ્રિય રૂટ પર ‘એર ઇન્ડિયા’નાં બોઇંગ ૭૭૭ જેવાં મોટાં વિમાનોમાં રોજની સરેરાશ ૧૦ હજાર બેઠકો ઉપલબ્ધ રહેતી હતી. હડતાળ દરમિયાન તેની સંખ્યા લગભગ અડધી - ૫,૪૦૦- જેટલી થઇ. આ ગાળા દરમિયાન ‘એર ઇન્ડિયા’નાં મોટાં વિમાનોમાં સરેરાશ ૭ હજાર મુસાફરોને બદલે ફક્ત ૪,૨૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો. પાઇલટ હડતાળની શરૂઆત થયા પછી ‘એર ઇન્ડિયા’ની રોજની આવક રૂ.૧૫ કરોડમાંથી ઘટીને સીધી રૂ.૯ કરોડ થઇ ગઇ.
નાણાંકીય ખોટના આ આંકડા એ સંજોગોમાં ખાસ મહત્ત્વના કહેવાય, જ્યારે ‘એર ઇન્ડિયા’ માથાડૂબ દેવામાં હોય અને સરકારે તેને તબક્કાવાર રૂ.૩૦ હજાર કરોડનું તબક્કાવાર પેકેજ આપવાની જાહેરાત કરી હોય. વિશ્વભરમાં એરલાઇન્સ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે અને ભારતમાં ‘એર ઇન્ડિયા’ વર્ષોથી ખરાબ મેનેજમેન્ટ ઉપરાંત રાજકારણની દખલગીરીનો ભોગ બનતી રહી છે, ત્યારે બે મહિના જેટલી લાંબી ચાલતી પાઇલટની હડતાળ દાઝેલાને ડામ જેવું કામ કરે છે. ભવિષ્યમાં આ પ્રકારની હડતાળનું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી કંપનીના બોર્ડ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved