Last Update : 05-July-2012,Thursday

 

ભાજપના મોવડીમંડળને કર્ણાટક ગાંઠતું નથી
યેદુઆરપ્પા ઉલાળીયો કરવા તત્પર ઃ ભાજપ અટવાયું છે

 

- પાંચમીનું અલ્ટીમેટમ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બળવાખોરો ક્રોસવોટંિગ કરશે એવો ભાજપને ડર

 

 

કર્ણાટક ભાજપમાં ભૂતપર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પા ઉલાળીયો કરવા બેઠા ેછે યેદુઆરપ્પા ભાજપના મોવડીઓનું નાક દબાવીને કામ કઢાવવામાં માહર છે. યેદુઆરપ્પા રાજકારણના મોટા ખેલાડી છે તે પક્ષપલટાના અભ્યાસી છે તેમના ટેકેદારો ડીસક્વોલીફાઇડ ન થાય એટલે બે તૃતિયાંશ સભ્યો મેળવવા પ્રયાસ કરાયા હતા. યેદુઆરપ્પાએ ભાજપને સ્પષ્ટ કહ્યું છે કે ક્યાં તો આ મુખ્યપ્રધાન સદાનંદ ગોવડાને ખસેડો અથવા તો બળવાનો સામનો કરો.
કર્ણાટકમાં ભાજપના ૯ પ્રધાનોએ રાજીનામા આપ્યા છે જેમાં ઉર્જા પ્રધાન શોભા કરાંદલેજનો પણ સમાવેશ થાય છે. ભાજપની મુંઝવણ એ છે કે જો તે યેદુઆરપ્પા સામે ઝૂકે છે તો તેણ અન્ય રાજ્યોના બળવાખોરો સામે પણ ઝૂકી જવું પડશે. ભાજપે યેદુઆરપ્પા સાથે ઘણીવાર સમાધાન કર્યું છે યેદુઆરપ્પા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે ભાજપ યેદુઆરપ્પાને નહીં પણ જગદીશ શેટ્ટરને મુખ્યપ્રધાન બનાવે તેમ મનાય છે પરંતુ યેદુઆરપ્પાને પોતાના નામ સિવાય કશું ખપતું નથી.
જેવી ભાજપની કમનસીબી કર્ણાટકમા છે એવી સ્થિતિ કોંગ્રેસની આંધ્રપ્રદેશમાં છે આંધ્રમાં જેલમાં બેઠા બેઠા જગમનમોહન રેડ્ડી સહાનુભૂતિનું મોજું ઉભું કરી રહ્યા છે. જગનમોહનની વાયએસઆર કોંગ્રેસમાં કોંગી વિધાનસભ્યો જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે ત્યાં વઘુ ગાબડા ન પડે એટલે નિરીક્ષકો મોકલ્યા છે.
ભાજપના ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો પક્ષ સામે બાંયો ચઢાવી રહ્યા છે. યેદુઆરપ્પા કર્ણાટકમાં, કેશુભાઈએ ગુજરાતમાં અને શાંતાકુમારે હિમાચલપ્રદેશમાં. ભાજપના શાંતાકુમારે હિમાચલપ્રદેશમાં ભાજપના મોવડીઓને બાનમાં લીધા છે. આ ત્રણેયના પ્રશ્નો અલગ અલગ છે પરંતુ અંતે તો તે ભાજપના સંગઠન પર હથોડા મારવા સમાન છે. આ ત્રણેય મુખ્યપ્રધાન સ્તરના લોકોને સમજાવવા ભાજપના સિનિયર નેતાઓને કામે લગાડ્યા છે. આશ્ચર્યની વાત તો એ છ કે આ ત્રણેય પક્ષનું હિત જોવાના બદલે પોતાનો દીવો વઘુ સમય બળતો રાખવા માગે છે.
આ ત્રણેય મુખ્યપ્રધાનોમાં યેદુઆરપ્પાની તેમના રાજ્યમાં ઉપજ છે અન તે પક્ષને તોડી શકે છે જ્યારે ગુજરાત મુદ્દે કેશુભાઈ પટેલને કે હિમાચલમાં શાંતાકુમાર પાસે પક્ષના કાર્યકરો પર કોઈ મજબૂત પક્કડ નથી.
યેદુઆરપ્પાની માગણીને તાબે થવું કે નહિ તે અંગે રાજ્યમાં ઘણી ગડમથલ ચાલે છે એક તબક્કે તો ભાજપમાં નક્કી થઈ ગયું હતું કે યેદુઆરપ્પાની માગણી સ્વીકારવી અને મુખ્યપ્રધાન સદનંદ ગૌડાની ખુરશી લઈ લેવી પરંતુ પક્ષના પ્રમુખ નીતિન ગડકરી અન નેતા એલ. કે. અડવાણીએ યેદુઆરપ્પાની માગણીઓ નહીં સ્વીકારવા નિર્ણય કર્યો હતો.
ભાજપને બીજું ટેન્શન યેદુઆરપ્પાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપેલી ક્રોસવોટંિગની ધમકીનું છે. ગયા રવિવારે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પ્રણવ મુખરજી બેંગ્લોરમાં જનતા દળ (એસ)ના સભ્યોનો ટેકો લેવા પહોંચ્યા ત્યારે તેમની સાથેની બેઠકમાં યેદુઆરપ્પાના સાથીઓ પણ હતા. અહીંએ પણ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસવોટંિગ થાય તો પક્ષ પગલા પણ ના લઈ શકે કેમ તે સિક્રેટ વોટંિગ હોય છે.
રાષ્ટ્રપતિપદ માટેના જંગમાં ભાજપના ઉમેદવાર પી.એ. સંગ્મા કર્ણાટકમાં ફટકો પડી શકે એમ છે. ભાજપની સ્થિતિ આ સંજોગોમાં કફોડી બની શકે એમ છે. એક તો ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં સાથી પક્ષ જે.ડી. (યુ) અને શિવસેનાએ અલગ ચોકો ઉભો ઉભો કરી પ્રણવને ટેકો આપ્યો છે તો બીજી તરફ કર્ણાટક સહિત અન્ય રાજ્યોના બળવાખોરો પડકાર ઉભો કરી રહ્યા છે.
એક અહેવાલ ઓવા પણ છે કે યેદુઆરપ્પા કર્ણાટકના રાજ્યપાલ ભારદ્વાજને પણ મળી આવ્યા છે ગયા અઠવાડિયે તેમની આ મુલાકાત દરમ્યાન કર્ણાટક વિધાનસભા વિખેરી નાખવા સુધીની ચર્ચા થઈ હોવાનું મનાય છે જાણકાર સૂત્રો દર્શાવે છે કે યેદુઆરપ્પા કોંગ્રેસના સંપર્કમાં પણ છે. યેદુઆરપ્પાએ રાજ્યપાલ સાથે ત્રણ બેઠકો કરી છે. કોંગ્રેસ પણ સમગ્ર રાજકીય ઉથલપાથલ પર બાજ નજર રાખીને બેઠી છે. યેદુઆરપ્પા રાજકીય ખેલાડી છે, તે મહત્ત્વકાંક્ષી છે અને હાર માનવા તૈયાર નથી. યેદુઆરપ્પા અગાઉ પણ બળવા માટેનું અલ્ટીમેટમ આપી ચૂક્યા છે. આ તેમનું વઘુ એક અલ્ટીમેટમ છે. આજે પાંચમી તારીખ છે યેદુઆરપ્પા એ કહી ચૂક્યા છે કે હું બળવો કરવા તત્પર છુ અને મારા સાથીઓ પણ સમાધાનની ફોર્મ્યુલાથી થાકી ગયા છે.
ભાજપ માટે નિર્ણાયક ઘડી છે યેદુઆરપ્પાને શરણે ભાજપનું મોવડી મંડળ જાય છે કે પછી તે આ બળવાખોરોને કાબૂમાં રાખે છે તે જોવાનું રહ્યું ભાજપ શાસિત રાજ્ય બળવાખોરોના હાથમાં ધબકી રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 

 

 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved