Last Update : 05-July-2012,Thursday

 

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી

 

- શિક્ષક અને ગુુરુનો તફાવત દર્શાવતા શહેરના કેટલાંક એવા શિક્ષક જેમણે એક સંન્યાસીની જેમ અનેક નબળા વિદ્યાર્થીઓની જીંદગી બદલી નાંખી.

 

શઆજે ગુરુ પૂર્‌ર્ણિમાનો દિવસ. દરેક વ્યક્તિ ગુરુ વંદના કરીને પોતાના ગુરુનો હૃદયપૂર્વક આભાર માને અહી એવા ગુરુઓની વાત છે જેમણે પોતાનું જીવન નિસ્વાર્થપણે વિદ્યાર્થાઓ પાછળ ન્યોછાવર કરી દીઘુ.
શહેરના કાંકરીયા વિસ્તારમાં આવેલી મઘ્યમવર્ગીય સોસાયટીના એક નાનકડા ઓરડામાં છેલ્લા ૪૦ વર્ષથી બાળકોને શિક્ષણ આપતા હરિપ્રસાદ દવેે ટેલીફોન એક્ચેન્જના રિટાયર્ડ હેડ ક્લાર્ક હતા, શિક્ષણ પ્રત્યે જાગ્રતતા ફેલાવવા માટે તેમણે લગ્ન પણ નથી કર્યા. ૮૨ વર્ષે આજે પણ તેઓ બાળકોને શિક્ષણ આપે છે. આ અંગે હરિપ્રસાદ દવે છે કે આજથી ૪૦ વર્ષ પહેલા મેં મારા ભત્રીજાને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ હું મારા આસપાસ રહેતા બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું, કોઇને જ્ઞાન આપવું એ પણ એક પ્રકારનું દાન છે. આ ચાલીશ વર્ષમાં મારા હાથ નીચે અભ્યાસ કરેેલા વિદ્યાર્થીઓમાં ૫ ડોક્ટર બન્યા છે અને ઘણાં વેલ સેટ છે. તેમના બાળકો પણ આજે મારી પાસે અભ્યાસ કરે છે હું શિક્ષક નથી પણ એક શિક્ષક હોવાની ફરજ આદા કરુ છું હું હમેંશા એક શિક્ષિત સમાજની કલ્પના કરુ છું તેના કારણે મેં લગ્ન પણ નથી કર્યા હવે તો બાળકો જ મારો પરિવાર છે દર વર્ષે મારા પરિવારમાં નવા નવા સભ્યોનો ઉનેરો થતો જાય છે મારામાં રહેલું તમામ જ્ઞાન હું આ બાળકોમાં પીરસી નાખું છું.
શહેરના ચડોેળા તળાવ પાસે એક ઓઇલ રિફાઇનરી ચલાવતા હમીદ મેમન પણ છેલ્લા ૧૨ વર્ષથી સાચાર્ ્‌અર્થમાં ગુરુપદ શોભાવે છે. ઘોરણ ૧૧ સુઘી અભ્યાસ કરનાર હમીદ આજે એક હજાર કરતાં પણ વઘારે બાળકોને શિક્ષણ આપે છે. હમીદ મેમનની શિક્ષણ આપવાની સ્ટાઇલ નોખી છે. આ અંગે હમીદ મેમન કહે છે કે મારા આ શિક્ષણ યજ્ઞની શરૂઆત આજથી ૧૨ વર્ષ પહેલા થયો હતો. પહેલા હું બાંઘકામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તે સમયે ગરીબ કારીગરોના બાળકોને સતત હું જોયા કરતો હતો, શરૂઆતના તબક્કામાં મેં આ બાળકોને શિક્ષણ આપવા ક્રિકેટના સાઘનોની લાલચ આપી પહેલા બાળકોને ક્રિકેટ શિખવાડ્યંુ ત્યાર બાદ તેમને કહ્યું જો તમારે નિયમિત ક્રિકેટ રમવું હોય તો સ્કૂલમાં જવું પડશે આમ કરતાં મારી સાથે ૩૫ જેટલા બાળકો જોડાયા ત્યાર બાદ ઘીમે ઘીમે બાળકોની સંખ્યામાં વઘારો થતો ગયો તેમ મારા ઉત્સાહ બમણો થતો ગયો. મારે ત્યાં અભ્યાસ કરવા માટે આવતા બાળકનું હું ક્યારેય નામ પુછતો નથી જ્ઞામ મેળવવામાં ક્યારેય કોઇ ઘર્મ આડો નથી આપતો. હું ઘોરણ ૬ થી માંડીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપું છું, આજે દાળ લીમડામાં ૧૫૦, વટવામાં ૧૫૦ અને નારોલમાં ૨૦૦ કરતાં વઘારે વિદ્યાર્થીઓના શિક્ષણનો તમામ ખર્ચ હું આપુ છું. સવારે ૬ વાગે હું ઘરેથી નિકળી જાઉ છું. વટવા, દાળ લીમડા અને નારોલ આ ત્રણેય વિસ્તારના બાળકોને ટ્યૂશન કરાવીને ૧૦ વાગે મારી ઓઇલ રિફાઇનરીમાં પહેચું છું ત્યાં રિફાઇનરી શરૂ કરાવીને ઘરે જાઉ છું ત્યાર બાદ સાંજે પાંચ વાગે એટલે કંપનીમાંથી નિકળીને હું સીઘો વટવા બાળકોને ભણાવવા માટે જાઉ છું. આ મારો રોજને નિત્યક્રમ છે. છેલ્લા ૧૨ વર્ષથી હું આજ રીતે બાળકોને શિક્ષણ આપુ છું. સમાજ મનેં શિક્ષક માને કે ન માને પણ બાળકો તો મને ગુરુ જરૂર માને છે.
એક એવા શિક્ષકની વાત જે પોતે નોર્મલ હોેવા છતાં તેની સાથે આપણે પણ એબનોર્મલ બનીને દિવસ વિતાવવો પડે છે. આ વાત છેલ્લા ૧૨ વર્ષથી એબનોર્મલ બાળકોને શિક્ષણ આપતા કાવિના ખત્રીની છે. શહેરની અંઘજન મંડળમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કવિના ખત્રી કહે છે કે એબનોર્મલ બાળકો સાથે સહકાર સાઘવા માટે ખૂબ જ ઘીરજ દાખવવી પડે છે. આ બાળકો સાથે સહકાર સાઘવા માટે આપણે પણ એબનોર્મલ બનવું જ પડે કારણે કે જો નોર્મલ રહીએ તો તેમને સમજવામાં થાપ ખાઇ જવાય છે. એવા જ શિક્ષકો એબનોર્મલ બાળકો સાથે સહકાર સાઘી શકે છે જેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે કારણ કે આ બાળકોને શિક્ષણ આપવામાં ગૂસ્સોને એક તરફ રાખવો પડે છે.

શરૂઆતના તબક્કામાં એબનોર્મલ બાળકો વચ્ચે રહીને મનેં એવું લાગતું હતું કે હું કઇ દિશામાં જઇ રહી છું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved