Last Update : 05-July-2012,Thursday

 
દિલ્હીની વાત
 

નવી દિલ્હી, તા.૪
નીતીશની સલામત ચાલ...
યુપીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર પ્રણવ મુખરજીને ટેકો આપવાનો નિર્ણય લઇને ભાજપને મૂંઝવણમાં નાખનાર બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર હવે થોડા ગંભીર બનીને રાજકીય નિવેદનો કરી રહ્યા છે. હવે તે કહે છે કે અમે પ્રણવને ટેકો આપીએ છીએ પણ યુપીએ કે કોંગ્રેસને ટેકો આપતા નથી. હવે જુઓ કે એનડીએ અને તેમના પક્ષ જનતા દળ (યુ) અંગે શું કહે છે... નીતીશ કહે છે કે કોમન મીનીમમ પ્રોગ્રામના આધારે અમારું ભાજપ સાથે માત્ર રાજકીય કરારવાળું જોડાણ છે.
પ્રણવ બિહાર નહીં જાય
હવે એમ દેખાઈ રહ્યું છે કે નીતીશ સલામત રાજકીય ગેમ રમી રહ્યા છે. પ્રણવ પણ બિહાર નથી જવાના. દેશના વિવિધ ભાગોમાં પ્રચાર માટે જઈ રહેલા પ્રણવ મુખરજી બિહાર જવાના નથી. અહેવાલો અનુસાર તે ઝારખંડની રાજધાની રાંચીમાં ૧૨ જુલાઈએ જવાના છે. કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળના નેતાઓ બિહારથી તેમને મળવા રાંચી જવાના છે.
દાદા, ચા અને ગુસ્સો
જ્યારથી પ્રણવ મુખરજી યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારથી સમાચાર માધ્યમો તેમના અંગેની વિગતોને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ વિગતોમાં તેમની યાદ શકિત, તેમનો ગુસ્સો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંનું ઘણું તમે જાણતા નથી. એક સિનિયર અધિકારીએ દાદાનો મૂડ કેવો છે તે જોવા નવું પરિમાણ બતાવ્યું છે. જો દાદા હીરા (તેમના પુરૃષ મિત્ર) ને ચા લાવવાનું કહે તો 'દાદા' ખુબ સારા મૂડમાં છે એમ સમજવાનું અને જો 'ચા'ની ઓફર ના કરે તો દાદા ગુસ્સામાં છે એમ સમજવાનું.
ભાજપને બિહારમાં વધુ એક ફટકો
ભાજપ અને એનડીએ વચ્ચેની ટાઇ તંગ સ્થિતિમાં ચાલી રહી છે. એનડીએ દ્વારા પ્રણવને ટેકો આપવા લીધેલો નિર્ણય બાદની આ સ્થિતિ છે. હવે ભાજપે વધુ એક ઝાટકો અનુભવ્યો છે. બિહાર ભાજપમાં ૧૨ વર્ષથી જોડાયેલા અને બિહાર વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ સભ્ય સંજય ઝા જેડી (યુ)માં જોડાયા છે. આ મુદ્દે ભાજપ મૌન છે પરંતુ સંજય ઝાએ ભાજપની મૂંઝવણમાં વધારો કરતાં કહ્યું છે કે હું મારા ઘેર આવ્યો હોય એમ લાગે છે કેમ કે એનડીએનો મુખ્ય જોડાણવાળો પક્ષ જેડી (યુ) છે.
અનાજ સડી રહ્યું છે
સરકાર એક વિચિત્ર સ્થિતિનો અનુભવ કરી રહી છે. એક તરફ સરકારના ગોડાઉનો અનાજના જથ્થાથી ઉભરાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ અનાજનું જંગી ઉત્પાદન થઇ રહ્યું છે. સરકારના સૂત્રો જણાવે છે કે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનો ૮૨ મીલીયન ટન ઘઉં અને ચોખાના જથ્થા સાથે ભરાઈ રહ્યા છે, જયારે ગોડાઉનની અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા ૬૪ મીલીયન ટન છે. આ ઉપરાંત ૯૦.૨૩ મીલીયન ટન જેટલા અનાજનું જંગી ઉત્પાદન થઇ રહ્યું છે. સૂત્રો જણાવે છે કે ઘઉંનો વધારાનો બે મીલીયન ટન જેવો સ્ટોકનો અન્ન મંત્રાલય નિકાસ કરશે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીના ચેરમેન સી. રંગરાજને ઘઉંની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved