Last Update : 05-July-2012,Thursday

 

અભિનેત્રી લૈલા ખાનના ગાયબ થવામાં તેના સાવકા પિતાનો હાથ છે?

જમ્મુ-કાશ્મીરના કિશ્તવારમાંથી કરવામાં આવેલી પરવેઝ તાકની ધરપકડ સાથે એક વર્ષથી ધરબાયેલા રહસ્ય પરથી પડદો ઊંચકાશે?

વર્ષ ૨૦૦૭માં દિલ્હીમાં યોજવામાં આવેલા એક ઓડિશનમાં ૨૦ છોકરીઓને બે પાનાં ભરીને શ્રૃંગારસથી ભરેલા સંવાદો બોલવાનું કહેવામાં આવ્યું હતું. આ ૨૦ છોકરીઓમાંથી એક હતી લૈલા ખાન. જ્યારે ૧૯ કન્યાઓની જીભના આ પ્રકારના સંવાદો બોલવામાં લોચા વળી રહ્યાં હતા ત્યારે લૈલા ખાન બંને પાના સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરવા સાથે વાંચી ગઈ. તે ઓડિશન આપવા આવી ત્યારે પણ તેનો પરિધાન અને એટિટયૂડ સ્ટાર જેવા હતા. આ પછી તેને 'વફા' ફિલ્મમાં પોેતાની વય કરતાં ઘણાં મોટા પતિ (રાજેશ ખન્ના)ની પત્નીની ભૂમિકા ભજવવા મળી. આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ સાવંતે કર્યુ ંહતું. તેને ભોજપુરી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ મળવા લાગ્યું.
મહત્ત્વની વાત એ છે કે લૈલા ખાનને ફિલ્મો મળવા લાગી તેની સાથે તેની પોેતાની જિંદગીની કહાણી પણ ફિલ્મની વાર્તા જેવી બની ગઈ. જાન્યુઆરી-૨૦૧૧ માં તે તેની ૫૦ વર્ષીય માતા શેલીના પટેલ, મોટી બહેન હઝમીના જોેડિયા ભાઈ-બહેન ઝારા અને ઈમરાઝ ઉપરાંત એક સંબંધી સહિત તેના ઓશીવરા ખાતેના અપાર્ટમેન્ટમાંથી ગુમ થઈ ગઈ. તેના ગુમ થયા પાછળના કારણોમાં પ્રેમ હતો, વિશ્વાસઘાત હતો, પૈસા હતા કે અપરાધ તે હજી સુધી ચર્ચાઈ રહ્યું છે.
શેલીનાએ રત્નાગિરીમાં પરવેઝ અહમદ તાક નામના ૩૫ વર્ષીય યુવક સાથે બીજા નિકાહ કર્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે તાકના જમ્મુ-કાશ્મીર ખાતે આવેલા કિશ્તવારમાં રહેતાં પત્ની અને સંતાનો પણ આ સમય દરમિયાન જ ગુમ થઈ ગયા હતા. ૨૧મી જૂને તાકની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જમ્મુ-કાશ્મીરની પોેલીસ તેની પૂછપરછ કરી રહી છે. મઝાની વાત એ છે કે શેલીનાનો ે લિવ-ઈન પાર્ટનર પરવેઝ પણ ગાયબ છે. એમ માનવામાં આવે છે કે પરવેઝે જ શેલીનાની ઓળખાણ તાક સાથે કરાવી હતી. પરવેઝે પોેલીસને એમ કહ્યું હતું કે તેઓ જીવીત છે, પણ હજી સુધી તેણે તેમના વિશે વિગતવાર માહિતી નથી આપી. હવે મહારાષ્ટ્ર, નવી દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના તપાસકર્તાઓ માહિતીના ટુકડાઓ જોડીને અભિનેત્રી અને તેના પરિવારને શોધવાની પળોજણમાં પડયા છે.
લૈલાના પિતાનું નામ નાદિર શાહ પટેલ છે. લગભગ સાંઈઠેક વર્ષની આસપાસના નાહિહ શાહ ટાન્ઝાનીયા, કેન્યા અને યુગાન્ડામાં ગારમેન્ટ એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. લૈલા, હાઝમીના અને જોેડિયા ભાઈ-બહેન શેલીના તેમજ નાદિર શાહના સંતાનો છે. જો કે નાદિર શાહને ૧૯૭૯માં તેમના સાંતાક્રુઝ ખાતેના ઘરની બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. બાકી શેલીનાનું ખૂબસુરત જોબન તેમના નિકાહના આલમબમાં સ્પષ્ટ ઔદેખાય છે.
મુંબઈ અને પંચગની વચ્ચે આવ-જા કરતો રહેતો. લૈલાનુ મૂળ નામ રેશમા પટેલ હતું અને તેને ઘોડેસવારીનો ભારે શોેખ હતો. તે તેના પિતા સાથે ઘોડેસવારી કરતી.
લૈલા સારુ ખાવાપીવાની શોેખીન હતી તેથી તેના પરિવારજનો તેને 'ચટપટી' કહેતા. તેને માત્ર સારું ખાવાપીવાનો શોખ જ નહોતો પણ તેને સ્વાદની સમજ પણ હતી. એટલું જ નહીં, તે રાંધણકળામાં પણ માહિર હતી.
નાદિરની સૌથી મોટી પુત્રી હઝમીનાએ મોડેલ બનવાનું પસંદ કર્યું. જ્યારે લૈલાએ અભિનય ક્ષેત્રે પસંદગી ઉતારી. જો કે પછીથી હઝમીએ પણ ફિલ્મો કરી. અભિનેત્રી તરીકે તેણે પોતાનું નામ બદલીને આફરીન ખાન રાખ્યું હતું. તેણે રાકેશ સાવંતની ફિલ્મ 'હેલ્લો' કૌન હૈ! થી અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. જો કે નાદિરને તેની દીકરીઓએ પસંદ કરેલી કારકિર્દી ગમી નહોતી. પણ તેમનું કેમેરા પ્રત્યેનું આકર્ષણ જબરદસ્ત હતું. નાદિર અને તેના પિતાએ સુદ્ધાં ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ ભજવી હતી. નાદિર કહે છે કે મેં શેલીનાને એક વખત પૂછ્યું હતું કે રેશમાનું નામ બદલીને લૈલા ખાન શા માટે રાખ્યું. વાસ્તવમાં રેશમા નામ વધુ સારું છે. આના જવાબમાં શેલીનાએ કહ્યું હતું કે તેમને 'પટેલ' કરતાં 'ખાન' વધુ યોગ્ય લાગ્યું હતું. બોેલીવૂડમાં 'ખાન' વધુ સારું કામ આપે છે. નાદિર વધુમાં કહે છે કે આ વાતમાં કોઈ તર્ક નથી. શેલીના અને લૈલા બંનેની જીવનશૈલી અત્યંત ઉચ્ચ હતી. તેથી તેઓ હંમેશા એકદમ સ્ટાઈલીશ વસ્ત્રો પહેરતી અને ખર્ચાળ જીવન વ્યતીત કરતી. એ દુનિયા જ ઔઅલગ હતી.
રાકેશ સાવંત કહે છે કે લૈલાને કોઈ મિત્રો નહોતા. તે હંમેશાં તેની માતા સાથે જ રહેતી. તેનું ફેસબુક પ્રોફાઈલ પણ એકદમ મર્યાદિત હતું જે હવે તદ્ન ભૂંસી નાખવામાં આવ્યું છે.
સાવંતના મત મુજબ પોલીસ તેના કારણે જ હરકતમાં આવી હતી. તેણે કહ્યું હતું કે મેં લૈલા પર પૈસા લગાવ્યા હતા જેને કારણે મને નુકસાન થઈ રહ્યું હતું. તેથી હું પોલીસ સ્ટેશને ગયો હતો. 'વફા'નું શૂટીંગ ચાલી રહ્યું હતું ત્યારે રાકેશે લૈલાને અન્ય બે ફિલ્મો 'જિન્નત' અને 'એપ્રિલ ફૂલ' માટે સાઈન કરી હતી. 'જિન્નત' નું પહેલા શેડયૂલનું શૂટિંગ થઈ ગયું છે, જ્યારે 'એપ્રિલ ફૂલ' શરૃ થવાની બાકી છે. સાવંત કહે છે કે લૈલા ગુમ થઈ જવાથી મને ભારે નુકસાન થયું છે, મારી આ ફિલ્મના અન્ય કલાકાર-કસબીઓ મને લૈલા વિશે પૂછ્યા કરે છે. અમને ફિલ્મના બીજા શેડયુલનું શૂટિંગ શરૃ કરવું છે. પણ અમારી હિરોઈન ગુમ થઈ ગઈ છે. મારા ૭૫ લાખ રૃપિયા પહેલેથી જ લાગી ચૂક્યા છે તેથી જો અભિનેત્રી નહીં મળે તો મારા બધા પૈસા ડૂબી જશે.
હાલના તબક્કે પોતાની બીજી પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતો નાદિર કહે છે કે શેલીનાએ અન્ય પુરુષ સાથે મિત્રતા કરી ત્યાર પછી વાતાવરણ ડહોળાઈ ગયું હતું. ૧૯૯૩માં શેલીનાના ભાઈની સ્મશાનયાત્રા વખતે શેલીનાએ આસીફ સાથે તેની ઓળખાણ કરાવી હતી. શેલીનાએ તેને પોતાના પિતરાઈ તરીકે ઓળખાવ્યો હતો. પરંતુ તેની માતાએ આ વાત નકારી હતી. નાદિર મીરારોડમાં રહેતો હતો. ત્યારે શેલીના અને તેના સંતાનો આસીફ સાથે ઓશીવરા ખાતેના સનશાઈન એપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યા ગયા હતા. હવે આ ઈમારતના રહેવાસીઓ પણ એ જાણવા માગે છે કે આખોે પરિવાર ક્યાં ગાયબ થઈ ગયો. સોેસાયટીએ તેમની પાસેથી એક લાખ રૃપિયા મેઈન્ટેનન્સના લેવાના બાકી છે. મહત્ત્વની વાત એ છે કે આ બિલ્ડિંગમાં રહેતા પોેતાના પડોશીઓને શેલીનાએ કહ્યું હતું કે તે વિધવા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓશીવરા અને મીરા રોેડ, બંને ઠેકાણે શેલીનાનો એક એક ફ્લેટ છે. જ્યારે ઈગતપુરીમાં લૈલાનું ફાર્મહાઉસ છે. હઝમીના લોખંડવાલા ખાતે એક દુકાન ધરાવે છે. પોેલીસ માને છે કે તેમની સંપત્તિ જોતાં એમ નથી લાગતું કે માત્ર મોડેલિંગ અને ફિલ્મો દ્વારા તેઓ આટલું બધું કમાવી શકી હોય. તેઓ કહે છે કે હઝમીનાની કારકિર્દી ક્યારેય ઊંચકાઈ જ નહોતી. જ્યારે લૈલાએ પણ બોલીવૂડમાં નામ નહોતું કાઢ્યું. પોેલીસ હવે નાદિરે કરેલા નિવેદનની તપાસ પણ કરી રહી છે જેમાં તેણે કહ્યું હતું કે તેઓ ગુમ થયા તેનાથી એક મહિના પહેલા શેલીનાના પતિ આસીફ અને પરવેઝ ઈગતપુરી ખાતેના ફાર્મ હાઉસમાં ચાલ્યા ગયા હતા. વર્ષ ૨૦૧૧ના જૂન મહિના સુધી આસીફ શેલીનાના મીરારોડ ખાતેના ઘરમાં રહ્યો હતો. પછી તે પણ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. નાદિરે વધુમાં કહ્યું હતું કે તેને ડર છે કે કદાચ આસીફે શેલીનાની સહીની નકલ કરી હશે. આ વાત સાચી છે કે નહીં તે અમે શોધી કાઢીશું. જ્યારે સાવંતે કહ્યું હતું કે લૈલા ગુમ થઈ તેનાથી થોડાં દિવસ પહેલાં તેની માતા શેલીના સાથે તેને બોલાચાલી થઈ હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે પરવેઝે લૈલાના ફોેન લેવા માંડયા હતા. તેણે તેનું શૂટિંગ રદ કરવાનું શરૃ કર્યું હતું અને નવી તારીખો નહોતો આપતો. આને કારણે મેં શેલીના સાથે ઝઘડો કર્યો હતો. છેવટે મેં તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે તેણે ત્યાં બે વખત એક કાશ્મીરી પુરુષને જોયો હતો. સાવંતે આ બાબતની જાણ એટીએસને કરી હતી. તેણે કહ્યું હતું કે તેઓ લૈલા સાથે તેના ઈગતપુરીના ફાર્મહાઉસમાં પાર્ટીનું આયોજન કરતાં હતાં. લૈલાએ મને તેની સાથે ફિલ્મો બનાવવાનું કહ્યું હતું. મને તેમાં કાંઈ વાંધોે નહોતો. મેં વિચાર્યું હતું કે હું થોડા રોકાણકારોે સાથે મળીને ફિલ્મ બનાવી શકીશ.
એમ માનવામાં આવે છે કે પરિવારના ગુમ થવા પાછળ પરવેઝનો હાથ છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવારથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા 'મારન' માં આ કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આનું કારણ એ છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે લૈલા ખાનના ગુમ થવાના કેસમાં અહીંથી જ પરવેઝ તાકની ધરપકડ કરી હતી.
અહીના ગ્રામ્યજનો કહે છે કે તેણે કિશ્તવારની તસલીમા સાથે નિકાહ કર્યા હતા અને તેને પાંચ અને બે વર્ષની બે પુત્રીઓ છે.
બે મહિના પહેલા જ તેના ઘરે ત્રીજી વખત પારણું બંધાયું હતું. આમ છતાં તેણે લૈલાની માતા શેલાીના સાથે લગ્ન કર્યાં હતાં. ગ્રામ્યજનો એમ પણ કહે છે કે વર્ષ ૨૦૦૩માં તેણે ખીણની એક મહિલા તબીબ સાથે પણ લગ્ન કર્યાં હતાં, તેને જ્યારે ખબર પડી કે તે અગાઉથી પરીણીત છે ત્યારે તેણે પોેલીસ ફરિયાદ કરી હતી.
પરવેઝ વીઓઆઈપી (વોઈસ ઓન ઈન્ટરનેટ પ્રોટોકોલ)ના માધ્યમથી તેના પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહેતો જેથી તેને આસાનીથી ઝડપી શકાય તેમ નહોતો. પોલીસે તેને પકડી પાડવા પાડવા એક સોદાની આડમાં તેના જ એક ઓળખીતાની મદદ લઈ પરવેઝને આંધ્ર પ્રદેશની જમ્મુ બોલાવ્યો હતો.
પરવેઝે એવો દાવો કર્યો હતો કે તેણે લૈલા અને તેના પરિવારને છેલ્લે વાંદરાના એક રેસ્ટોરાંમાં જોયા હતા. જો કે તે એ નહોતો કહી શક્યો કે તેણે તેમને ત્યાં ક્યારે જોયા હતા. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાંથી મળી આવેલી લૈલાની બે કાર વિશે પણ તેણે ખાસ કાંઈ નહોતું કહ્યું, પરંતુ તેણે શેલીના સાથે લગ્ન કર્યાં હોવાની કબૂલાત કરી હતી. જો કે શેલીના અને નાદિર હજી પણ કાયદેસરના પતિ-પત્ની હોવાથી તેમણ ેતેમના લગ્નની વાત ગુપ્ત રાખી હતી.
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved