Last Update : 05-July-2012,Thursday

 

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે

દરિયાકિનારે આ માટે પ્રશાસનિક વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ ઃ મધ્યપ્રદેશ બીજા સ્થાને

મુંબઈ, તા.૪
ડૂબીને મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ભારતમાં મહારાષ્ટ્ર મોખરે છે. મુંબઈમાં ગેટ-વે, જૂહુ ચોપાટી અને ભાયંદરમાં ખાડીના કિનારે આડસો અને લોકો ડૂબી ન જાય એ માટે જે પગલાં લેવામાં આવ્યા છે તેનું કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. વર્ષ ૨૦૧૧માં મહારાષ્ટ્રમાં પાણીમાં ડૂબીને મોતને ભેટનારાઓની સંખ્યા ૪,૯૨૦ નોંધાઈ હતી. જે આંકડો દેશભરના અન્ય રાજ્યોમાં ડૂબીને થયેલાં મોતના આંકડા કરતાં વધુ હતો.
ભારતમાં રોજ સરેરાશ ૭૯ વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે, તેમાંથી ૧૩ વ્યક્તિના મોત મહારાષ્ટ્રની ધરતી પર નોંધાય છે.
લોકો ડૂબી ન જાય તે માટે પ્રશાસન દ્વારા જે પગલાં લેવામાં આવે છે તેમાં ખાસ કરીને મુંબઈના દરિયાકાંઠે જે પગલાં લેવાઈ રહ્યાં છે તેની સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે, સાથે સાથે લોકો પણ દરિયા કિનારે સાવચેતી અને સૂચનાઓના મૂકાયેલાં પાટિયા અને ભરતી ઓટના સમયની સૂચનાઓને અવગણતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મુંબઈ મહાપાલિકાએ મુંબઈની છ ચોપાટી ખાતે મળી ૩૫ લાઈફગાર્ડસની વ્યવસ્થા કરી છે. પરંતુ ગેટ-વે, મરિનડ્રાઈવ અને વાંદરા બેન્ડ સ્ટેન્ડ જેવા લોકપ્રિય દરિયાકાંઠે ડૂબતાને બચાવવા માટે આવા કોઈ લાઈફગાર્ડની વ્યવસ્થા કરાઈ નથી. મુંબઈના દરિયા કિનારો ૧૪૯ કિલોમિટર લાંબો છે તેમાંથી માત્ર ૧૬ કિલોમિટર વિસ્તાર જ ચોપાટી અંતર્ગત આવે છે.
આ સંબંધી આંકડાકિય માહિતી જોઈએ તો વર્ષ ૨૦૧૧માં બોટ ઊંધી વળી જવા જેવા અકસ્માતોમાં મૃત્યુ પામેલાંઓ સહિત ભારતભરમાં મળી ડૂબી જતાં કુલ ૨૮,૮૫૯ વ્યક્તિના મોત થયાનું નોંધાયું હતું. જેમાંથી સૌથી વધુ ૪,૯૨૦ મોત મહારાષ્ટ્રમાં થયાં હતાં, બીજા નંબરે મધ્યપ્રદેશમાં પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલાઓની સંખ્યા ૪,૮૫૦ જ્યારે આંધ્રપ્રદેશમાં આવા ૨,૮૪૨ મોત થયાનું નોંધાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved