Last Update : 05-July-2012,Thursday

 
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

નોબેલ વિજેતા વિજ્ઞાાની લેડરમેને 'ગોડ્સ પાર્ટિકલ' નામ આપેલું

જીનીવા, તા. ૪
વિશ્વ સમસ્ત આજે 'ઇશ્વરીય કણ' (ગૉડ-પાર્ટિકલ)ની શોધથી આનંદ વિભોર બની રહ્યું છે ત્યારે આ હિગ્ઝ-બોઝોન પુદ્ગલ (કણ) શોધનારા વિજ્ઞાાનીઓ તે કદનાં નામની સાથે 'ઈશ્વર' (ગૉડ) શબ્દ જોડાય તે પસંદ કરતા નથી.
૧૯૬૪માં આ આદ્ય-પુદ્ગલની સૌથી પહેલી પરિકલ્પના આપનાર વિજ્ઞાાની પીટર હીગ્ઝના સિદ્ધાંત પ્રમાણે વિશ્વમાં નિહારિકાઓ, આકાશગંગાઓ, સૂર્યો અને ગ્રહોની રચનામાં આ કણોએ મૂળભૂત ભાગ ભજવ્યો છે. આથી આ પુદગલને ગૉડ પાર્ટિકલ કહેવામાં આવે છે.
આ અંગે વરિષ્ઠ વિજ્ઞાાનીઓ કહે છે કે આ નામ મીડિયાનું સર્જન છે. વાસ્તવમાં આ મૂળભૂત કણને 'ગૉડ' સાથે જોડવું તે યોગ્ય નથી. આને ધર્મ સાથે કોઈ સંબંધ જ નથી. વાસ્તવમાં તો આ સાથે હીગ્ઝે એક અદ્રશ્ય ક્ષેત્ર શોધી કાઢયું છે. જે હીગ્ઝ ફીલ્ડ તરીકે ઓળખાય છે. આ ફીલ્ડ સમગ્ર બ્રહ્માંડમાં (યુનિવર્સલમાં) વ્યાપ્ત છે. આમ છતાં આ પુદ્ગલે (કણને) ગૉડ પાર્ટિકલ કહેવું તે હિગ્ઝને અન્યાય કરવા બરાબર છે તેમ પણ વિજ્ઞાાનીઓ કહે છે.
આ કણને ગૉડ પાર્ટિકલ કહેવાથી મને ગુસ્સો આવે છે. તેમ કહેતાં એક વિજ્ઞાાનીએ કહ્યું હતું કે આથી અમે સર્નથા જે કંઈ કરી રહ્યાં છીએ તેથી જન સામાન્યમાં ગેરસમજ થાય છે.
આ શબ્દ ક્યાંથી આવ્યો તે વિષે શોધ કરતાં જાણવા મળ્યું છે કે અમેરિકાના નોબેલ પારિતોષિક વિજેતા લિયોન એમ. લૅડરમાને લખેલાં એક પુસ્તકનું નામ છ ઃ 'ધ ગૉડ પાર્ટિકલ ઃ ઇફ ધ યુનિવર્સ ઇઝ ધ એન્સર, વૉટ ઇઝ ધ ક્વેશ્ચન ?' આ પુસ્તકમાં વિશ્વનાં આ આદ્ય પુદગલ વિષે માહિતી આપવામાં આવી છે.
લૅડરમાનનાં આ પુસ્તકમાં આદ્ય કણોને આપેલાં આ નામથી ગુસ્સે થયેલા વિજ્ઞાાનીઓમાં હીગ્ઝ પણ જોડાયા છે. તેમણે ઉગ્ર ટીકા કરી નથી પરંતુ, તેટલું તો ચોક્કસ કહ્યું છે કે લૅડરમાને ઘણા જવાબો આપવા પડસે. આ ૮૨ વર્ષના વિજ્ઞાાની છ વર્ષ પૂર્વે જીનીવાની લીધેલી મુલાકાત સમયે પણ કહ્યું હતું.
સર્નના પ્રવકતા અને વિજ્ઞાાની જેમ્સ ગીવીઝે પણ આવો જ મત દર્શાવ્યો છે અને કહ્યું છે કે તેને 'ગૉડ' સાથે કોઈ સંબંધ નથી. આમ છતાં હું તે સમજી શકું છં કે લોકો શા માટે તેને તેમ (ગૉડ-પાર્ટિકલ) કહે છે. કારણ કે હીગ્ઝ આપણા માટે તેટલા જ મહત્વના છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved