Last Update : 05-July-2012,Thursday

 

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બ્લેક મનીનો પ્રથમ કેસ
સુરતમાં સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકનું ૧૧૧ કરોડનું કાળુ નાણું મળ્યું

સુરતના હજીરાની કંપનીમાં ઈન્કમટેક્સ સર્વે કરાયો હતોઃ વ્યક્તિગત કરદાતા જુથમાં મળેલો જંગી કાળા નાણાંનો દેશનો પ્રથમ કિસ્સો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર
સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તા.૨૭મી જુનના રોજ હજીરાના સિધ્ધિ વિનાયક ટ્રાન્સપોર્ટ એન્ડ લોજીસ્ટીક પ્રા.લિ.પર હાથ ધરેલા સર્વે દરમિયાન કુલ રૃ.૧૧૧ કરોડની રેકોર્ડ બ્રેક બેનામી આવક મળી આવી છે. એક જ પાર્ટીને ત્યાં આટલી મોટી માત્રામાં કાળુ નાણું મળ્યું હાય એવો સમગ્ર ગુજરાત જ નહી દેશભરનો આ પ્રથમ કિસ્સો હોવાનું સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે.
સુરત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ચીફ કમિશ્નરની ખુરશી હજુ ખાલી છે ત્યારે ગત તા.૨૭મી જુનના રોજ રેન્જ-૪ના જોઇન્ટ કમિશ્નર ડી.વી.સીંગના માર્ગદર્શન હેઠળ સુરતના હજીરા વિસ્તારમાં સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક પ્રા.લિ.ના ત્રણ સ્થળોએ સર્વેની કામગીરી શરૃ કરવામાં આવી હતી.
સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક સ સુરતના હજીરા વિસ્તારની મલ્ટીનેશનલ કંપનીઓ માટે જરૃરી હેવી મશીનરી તથા વેસલ્સ સહિતના ટ્રાન્સપોર્ટેશનની સેવા પુરી પાડે છે. પાર્ટીના ત્રણ સ્થળે સર્વે દરમિયાન ટ્રાન્સપોર્ટેશન સેવાના લગતા ખર્ચ અને આવકના હિસોબો ઉપરાંત થોકબંધ વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યાં હતાં. જેમાં પાર્ટી દ્વારા મિલકતોમાં રોકાણ કરાયું હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યાં હતાં.
ઇન્કમટેક્સ અધિકારીઓએ કબજેકરેલા દસ્તાવેજોની સઘન ચકાસણી તેમજ પાર્ટીની પુછપરછ કરીને પુરાવા એકત્ર કરાયા હતા. લાંબા સમય સુધી ચાલેલી તપાસની કામગીરી આજે પુર્ણ થઇ હતી. તપાસ દરમિયાન સિધ્ધિ વિનાયક લોજીસ્ટીકસ દ્વારા રૃા.૧૧૧ કરોડની જંગી રકમની બેનામી આવકની જાહેરાત કરવામાં આવી હોવાનું આજે ઇન્કમટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના ઇન્કમટેક્સના વિવિધ સર્વેમાં મળી આવેલી બેનામી આવકના આંક પૈકી રૃા.૧૧૧ કરોડના કાળા નાણાંનો પ્રથમ કિસ્સો હોવાનું ઇન્કમટેક્સ સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં વ્યક્તિગત કરદાતા જુથમાં સિધ્ધિ વિનાયકને ત્યાંથી મળેલી છુપાવેલી આવકનો આ આંકડો સમગ્ર દેશના સર્વેની કામગીરીમાં પહેલો હોવાનો દાવો સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કર્યો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved