Last Update : 05-July-2012,Thursday

 

હાઇકોર્ટના ઠપકા પછી તપાસમાં વેગ આવ્યો
આદર્શ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ આરોપી

આ ઉપરાંત તેર આરોપીનો ઉલ્લેખ અઢાર મહિને સીબીઆઇનું આરોપનામું

(પી.ટી.આઈ.) મુંબઈ,તા.૪
મહારાષ્ટ્રમાં સત્તાપલ્ટા માટે કારણભૂત ઠરેલા આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ મામલે સીબીઆઈએ આજે ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સહિત તેર આરોપી વિરુદ્ધ આરોપનામું (ચાર્જશીટ) દાખલ કર્યું હતું.
સીબીઆઈએ આદર્શ કેસની તપાસ હાથ ધર્યા પછી અઢાર મહિને સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ ૧૦ હજાર પાનાનું આરોપનામું દાખલ કર્યું હતું. આદર્શ કૌભાંડ બહાર આવવાની સાથે જ મહારાષ્ટ્રમાં જાણે રાજકિય ભૂકંપ થયો હતો અને કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ગાદી છોડવી પડી હતી. ચવ્હાણને સીબીઆઈએ આરોપી બનાવ્યાં હતાં.
આ અગાઉ સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી કે આજે બપોરે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.
આદર્શ કાંડની તપાસ પર હાઈકોર્ટે સતત ચાંપતી નજર રાખવી જોઈએ એવી માગણી સાથેની જનહિતની યાચિકાઓ પર વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી છે એ વખતે સીબીઆઈએ આદર્શ કેસની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એવી માહિતી અદાલતને આપી હતી. આદર્શ કૌભાંડ મામલે સીબીઆઈએ ગયા વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ અશોક ચવ્હાણ, વિધાન-પરિષદના ભૂતપૂર્વ સભ્ય, આઈએએસ ઓફિસરો અને લશ્કરના નિવૃત્ત અફસરો સહિત તેર આરોપી સામે કેસ દાખલ કર્યો હતો.
આદર્શ કાંડના આરોપીઓ સામે સીબીઆઈ કેમ પગલાં નથી લેતી? એવો હાઈકોર્ટનો ઠપકો મળ્યા પછી એજન્સીએ ગયા માર્ચમાં ૧૪માંથી નવ આરોપીની ધરપકડ કરી હતી. આમાં આદર્શ સોસાયટીના સેક્રેટરી આરસી ઠાકુર, કોંગ્રેસના ભૂતપૂર્વ એમએલસી કનૈયાલાલ ગીડવાની, નિવૃત્ત બ્રિગેડિયર એમએમ વાંચ્છૂ, શહેરી વિકાસ ખાતાના ભૂતપૂર્વ ડેપ્યુટી સેક્રેટરી પી.વી. દેશમુખ, આઈએએલ ઓફિસરો રામાનંદ તિવારી અને જયરાજ ફાટક, બે નિવૃત્ત મેજર જનરલ એ.આર. કુમાર અને ટી.કે. કૌલ તેમ જ મુંબઈના ભૂતપૂર્વ કલેક્ટરનો સમાવેશ થતો હતો. જો કે સીબીઆઈ ધરપકડ બાદ ૬૦ દિવસમાં તેમની સામે આરોપનામું દાખલ કરવામાં નિષ્ફળ જતા બધા જામીન ઉપર છૂટી ગયાં હતાં. તેમની સામે ગુનાહિત ઈરાદે કાવતરૃ ઘડવાના, છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યાં છે.
દક્ષિણ મુંબઈમાં કોલાબા જેવાં વૈભવશાળી વિસ્તારમાં કારગીલના શહીદોના પરિવાર તેમ જ લશ્કરી જવાનો માટે રહેણાક સોસાયટી ઊભી કરવાને બહાને તમામ નિયમો નેવે મૂકીને ૩૧ માળની ગગનચુંબી ઈમારત ઊભી કરવામાં આવી હતી. આ કૌભાંડ બહાર આવતા મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારના પાયા હચમચી ઊઠયા હતા અને અશોક ચવ્હાણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved