Last Update : 05-July-2012,Thursday

 
આ ઘોડીની કિંમત રુપીયા ૧.૫ કરોડ

-બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી

 

 

 

-ઘોડીની પીઠ ઉપર હનુમાનજી, લક્ષ્મીજીના ચિત્રો

અમરેલી, તા. ૪
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાના એવા હુડલી ગામના એક ખેડૂત પાસે રહેલ ઘોડીની કિંમત દોઢ કરોડ આંકવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ઘોડીની પીઠ ઉપર દેવી-દેવતાઓના ચિત્રો ઉપસી આવતા તેના ખરીદારો મોં માંગી કિંમત આપવા તૈયાર થયા છે. સામાન્ય રીતે ઘોડી ઘાસ ખાય છે પરંતુ આ ઘોડી કાજુ-બદામ અને પીસ્તાનું દૂધ પીએ છે.
માનવ સંસ્કૃતિના વિકાસ માટે ઘોડાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતમાં મહારાણા પ્રતાપનો ઘોડો અને સિકંદરનો બ્યુસોફેલસ ઘોડો અમર થઇ ગયો છે. મેઘાણીની વાર્તામાં ઘોડાઓએ માલીકના જીવ બચાવ્યાનું રસીક વર્ણન છે પરંતુ આજના આ યુગમાં એક ઘોડી જેની કિંમત કરોડ, સવા કરોડ અધધધ... દોઢ કરોડ થઇ જાય તે કેમ માનવામાં આવે? અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાના એવા હુડલી ગામના દલસુખભાઇ સાવલીયા પાસે આવી એક ઘોડી છે.
પોતાના ઘરે ભેંસ, ગાય, બળદની સાથે ઘોડી પણ રાખે છે. પશુપાલનનો વ્યવસાય અને શોખ ધરાવતા દલસુખભાઇએ નજીકના કરઝાળા ગામેથી ચાર વર્ષ પહેલાં નાની એવી વછેરી લીધી હતી. આ વછેરી સામાન્ય વછેરી જેવી જ હતી, પરંતુ જેમ પુખ્ત થતી ગઇ તેમ પહેલાં ચારે પગમાં પદમ આવ્યા, ત્યારબાદ તેની પીઠ ઉપર હનુમાનજીનુ ચિત્ર આપોઆપ ઉપસી આવ્યું, તો હનુમાનજીની નજીક ગણેશની મૂર્તિ આકાર લઇ રહી છે, તો બીજી પીઠ ઉપર લક્ષ્મીજીનું ચિત્ર ઉપસી આવ્યુ તેની નજીક સાથીયો પણ કુદરતી રીતે બની ગયો. શરૃઆતમાં તો ટપકા જેવું લાગ્યુ પરંતુ અચાનક ધ્યાન ગયુ તો આ ઘોડીની પીઠ ઉપર દેવી-દેવતીઓના ચિત્રો ઉપસી આવ્યાની વાત મળતાં સતાધારના લઘુમહંત વિજયદાસ બાપુએ પણ અહીં આવી નિહાળેલી.
આટલું જ નહીં આ કુદરતી નજારાના કારણે આ ઘોડીને દૈવીય ઘોડી માની કેટલાક ખરીદારોએ રૃા. એક કરોડ, કોઇએ રૃા. એક કરોડ અને એકવીસ લાખ, તો એકે તો રૃા. દોઢ કરોડમાં આ ઘોડી ખરીદવાની માગણી કરતા દલસુખભાઇએ વેચવાની ના પાડી દીધી. અને આ ઘોડીને જયારે વછેરી આવશે ત્યારે તે સતાધાર મુકી આવશે તેવું જણાવેલ, સામાન્ય રીતે ઘોડીને ઘાસ કે રજકો ખવરાવવામાં આવે છે પરંતુ આ ઘોડી કાજુ-બદામ, કાજુ- બદામ- પીસ્તાનું દૂધ પીએ છે.
સાવલીયા પરિવાર આ ઘોડીને ઇશ્વરની ભેટ માની સવાર-સાંજ ધુપ અગરબત્તી કરે છે અને સારસંભાળ રાખે છે. આ વિસ્તારમાં આ ઘોડી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved