Last Update : 05-July-2012,Thursday

 

ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી

-પોલીસ કાફલો ગોઠવાયો

 


-આવેદન અપાયુ

(ફેક્સ) ગઢડા. તા.૪
ગઢડા (સ્વામીના) પોલિસ સ્ટેશનના થાણા અધિકારી આઇ.પી.એસ. અંતરીપ સુદ (પ્રોબેશન પિરિયડ) તથા કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગંભીરસિંહ ગોહિલના હિટલર શાહી વલણ તથા આઇ.પી.સી. ૩૯૫ તથા ભારે ગુન્હાઓની કલમ લગાડી ખોટી રીતે સંડોવી જીવદયા સેવકો પાંચ ને પોલિસ સ્ટેશનમાં લાવી કસાઇ લોકોના ટોળાની રજુઆતને ધ્યાનમાં લઇ સેવાભાવી યુવાનોના કપડા કઢાવી બેફામ ઢોરથી પણ બદતર હોકી તેમજ લાકડી વડે અમાનુષી માર મારતા ગઢડાના ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુઆત કરતા, નામદાર કોર્ટે સામુહિક આરોગ્ય કેન્દ્રે સારવાર માટે મોકલતા મેડિકલ ઓફિસર ડો.દેસાણીએ સારવાર આપી મારના ચિન્હોની વિગત કોર્ટને આપી વધુ સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પીટલમાં રીફર કરેલ.
તેના અનુસંધાને તારીખ ૪ને બુધવારે ગોરડકા, ઉગામેડી, ગઢડા (સ્વામીના) વેપારીઓએ તથા હિરાના કારખાનાઓ સ્વૈચ્છીક બંધ રાખી આશરે પાંચ હજારથી પણ વિશાળ સંખ્યામાં ગુજરાત ગૌ રક્ષક તથા એનિમલ વેલફેર રાજ્ય પ્રમુખ જાણીતા લોક ગાયીકા મીર, ગુજરાત ગોપાલક સંઘના પ્રમુખ મેર (ભરૃચ), જાણીતા સિનીયર એડવોકેટ સોઢાતર, જીલ્લા ગોપાલક પ્રમુખ, તાલુકા ગોપાલક પ્રમુખ, ઉગામેડીના સરપંચ, ખોડિયાર મંદિરના મહંત ૧૦૮ પાગલભારતીજી વિગેરે અગ્રણીઓની આગેવાની નીચે વિશાળ મૌન રેલી બેનરોમાં સુત્રાચારો ભગીરથસિંહને સસ્પેન્ડ કરો, અંતરીપ સૂદને સસ્પેન્ડ કરો, ૩૯૫ કલમ દુર કરો, ગઢડા શહેરમાં ચાલતા ગેરકાયદેસર કૂકડા, બકરાને પાડાની કતલ બંધ કરાવો, જીવદયા પ્રેમીઓને રક્ષણ આપો વિગેરે તેમજ આ બાબત દિવસ સાતમાં પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો વધુ જલદ કાર્યક્રમ આપવાની ચિમકી તેમજ વિશાળ જંગ રેલી મુખ્ય માર્ગો પર થઇ મામલતદાર કચેરી ખાતે સભાના રૃપમાં પરિવર્તન થયેલ જેમાં જીવદયા અને ગોપાલક સંઘના અગ્રણીઓએ જણાવેલ સૌરાષ્ટ્રમાં નાના-મોટા માલઢોરની હેરાફેરી માલધારી સમાજના માલિકીના વાહનો દ્વારા હેરફેર થાય છે તેમજ કેટલાક લોકો નાના મોટા જીવો બિનજરૃરી થઇ જતા વેચાણ કરતા હોય તેને માલધારીઓએ અટકાવવા તેમજ જીવદયાના કામોમાં લાગી જવા જણાવેલ અંતમાં મામલતદાર વાળાને આવેદનપત્ર પાઠવેલ મામલતદારે સરકારને અભિપ્રાય સાથે તમારી લાગણી પહોંચાડવાની ખાત્રી આપેલ. આ કાર્યક્રમ દરમ્યાન બોટાદ ડિવિઝનનાં ડી.વાય.એસ.પી. જાડેજાના માર્ગદર્શન નીચે બે પી.આઇ., આઠ પી.એસ.આઇ., બોટાદ, વલ્લભીપુર, ઉમરાળા, ભાલ તથા ગઢડા (સ્વામીના)ની પોલિસ ૮૫ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવેલ આખો કાર્યક્રમ શાંતિથી કોઇ જાતની અનઇચ્છનીય બનાવ વગર પુરો થયેલ હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved