Last Update : 05-July-2012,Thursday

 

વ્યારા:રૂ.૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

-૧૦ વ્હીલની ટ્રકમાં લઇ જવાતો હતો

 


-ગોવાથી ગોધરા કનેક્શન

વ્યારા, બુધવાર
વ્યારા નજીકના વરઝાખણ ગામ નજીક આવેલી હોટલના પાર્કિગમાંથી ગોવા બનાવટનો રૃ।.૩૨.૧૪ લાખનો વિદેશી દારૃ ભરેલી ૧૦ વ્હીલવાળી ટ્રક સ્ટેટ ડી.જી.વિજીલન્સે ઝડપી પાડતા ચકચાર મચી છે. ગોવાથી દારૃ ભરી ગોધરા જવા નીકળેલા ટ્રકના ચાલક-કલીનરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ ગુજરાત ડી.જી.વિજીલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ કેયુરસીંહ મંગળસીંહને બાતમી મળી હતી કે ગોવાથી વિદેશીદારૃ ભરીને એક ટ્રક તાપી જિલ્લાના માર્ગે ગોધરા તરફ નીકળવાની છે. જે આધારે સ્ટેટ વિજીલન્સના પોસઇ યુવરાજ બી. વાનખેડે સાથે રેડમાં નીકળ્યા હતા. દરમ્યાન બપોરે ૧૨-૦૦ કલાકે ખાનગી બાતમી મળી કે, ગોવાથી નીકળેલી વિદેશીદારૃ ભરેલી ટ્રક ઉનાઇથી વ્યારા તરફ જતા માર્ગે જઇ રહી છે. જેથી ઉનાઇથી વ્યારા આવતા નેશનલ હાઇવે પર આવેલા વરઝાખણ ગામની સીમમાં સાઇનાથ હોટલ સામે બાતમી વાળી ૧૦ વ્હીલવાળી ટ્રક (નં.આર.જે.૦૯-જી-૩૩૧૯) ઉભેલી જોવા મળી હતી. ટ્રકનો ચાલક કલ્યાણ સિંહ અહતીનસિંહ રાવ રાજપુત (રહે.ગંથેડી, ચિતોડગઢ, રાજસ્થાન) અને કલીનર ઉમાશંકર અંબાજી સોની (રહે.ભીલવાડા, રાજસ્થાન) હોટલમાં ચાર પીવા ગયા હતા. આ બંનેને પકડી પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી કુલ ૧૧૯૦ પેટીમાં ગોવા બનાવટના ૪૪ નાઇટ સ્માર્ટ વ્હીસ્કીની નાની મોટી કુલ ૪૬,૩૫૬ નંગ બોટલ કિંમત રૃ।.૩૨,૧૪,૮૦૦નો વિદેશીદારૃ મળી આવ્યો હતો. ટ્રકના ચાલક અને કલીનરની પુછપરછ કરતાં ચાલક કલ્યાણસિંહે આ વિદેશીદારૃ ગોવાના એક ગોડાઉનમાંથી ભર્યો હોવાનું અને તે ગોધરા નજીક હાઇવે પર આવેલી નવજીવન હોટલ પાસે પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. સ્ટેટ વિજીલન્સના પોસઇ વાનએડેએ ૧૫ લાખની ટ્રક સાથે કુલ રૃ।.૪૭,૧૪,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વ્યારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ચકચાર મચી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved