Last Update : 05-July-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૭-૨૦૧૨ ગુરુવાર
અષાઢ વદ બીજ - હંિડોળા પ્રારંભ
જયા પાર્વતી વ્રત સમાપ્ત
સૂર્ય પુનર્વસુમાં, વાહન ભેંસ-સર્વત્ર વરસાદ થાય.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિય ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૯ મિ. (સૂ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ક. ૫૫ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તારાષાઢા બપોરના ૧૨ ક. ૪૫ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષાણિયાન વર્ષાૠતુ રા.દિ.આ/૧૪
માસ-તિથિ-વાર ઃ અષાઢ વદ બીજને ગુરુવાર.
- હંિડોળા પ્રારંભ. જયાપાર્વતી વ્રત સમાપ્ત.
- વૈદ્યુતિયોગ બપોરના ૧ ક. ૨૦ મિ. સુધી
- સૂર્ય પુનર્વસુમાં રાત્ર ૯ ક. ૫૬ મિ.થી. વાહન ભેંસનું છે. વરસાદ થાય.
- દિવસ ચૌદમાં અડદ, મગ, મઠ, ચોખા, મસૂર, તિલ, એરંડા, મજીઠ, કેશર, કપૂર, ચંદન, દારૂ, લવંિગ, નારિયેળ, સફેદ, વસ્તુ વગેરેના ભાવ વધે. એન્જીનીયર, દાસ, ધનવાન, સ્વરૂપવાનને પીડા. કોઈ સ્થળે વરસાદ થાય. હવામાનમાં ફેરફારી જણાય.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ બેહમન માસનો ૨૨ રોજ ગોવાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હંિડોળા પ્રારંભથી નોકરી ધંધાના કામકાજમાં, ધર્મકાર્યમાં સાનુકૂળતા રહે. આનંદ અનુભવો. ધંધો આવક થાય, નોકરીમાં કામ થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ધંધો આવક થાય. દેશ-પરદેશના વેપાર-ધંધામાં, નોકરીમાં કામના ઉકેલથી આનંદ રહે.

 

મિથુન ઃ આજે આપના કામમાં એકાગ્રતા જણાય નહીં. નોકરીના, ધંધાના, ઘર-પરિવારના કે ધર્મના કામમાં રુકાવટ, મુશ્કેલી અનુભવો.

 

કર્ક ઃ પત્નીના કામમાં, ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં અન્યને સહકાર આપવો પડે. ખર્ચ-ખરીદી થાય. બહાર જવાનું થાય પરંતુ આનંદ રહે.

 

સંિહ ઃ કામની વ્યસ્તતા છતાં સફળતા-પ્રગતિ જણાય. સગા સંબંધી-મિત્રવર્ગને મદદરૂપ થઈ શકો. ધર્મકાર્ય થાય. ખર્ચ થાય.

 

કન્યા ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં આનંદ રહે. પત્ની સાથે વાતવાતમાં મતભેદ થાય. નોકરી ધંધાના કામમાં આવક થાય, યશ સફળતા મળે.

 

તુલા ઃ હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય, નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા છતાં સગા સંબંધી-મિત્રવર્ગના કારણે કામમાં ચંિતા-વિલંબ જણાય.

 

વૃશ્ચિક ઃ હંિડોળા પ્રારંભથી આપના ધર્મકાર્ય-આઘ્યાત્મિકતામાં વધારો થાય પરંતુ નોકરી ધંધાના કામમાં ઘ્યાન રાખવું.

 

ધન ઃ આપના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ધંધો આવક થાય. પત્ની-સંતાન-પરિવારથી વ્યસ્તતા રહે.

 

મકર ઃ સગા સંબંધી-મિત્રવર્ગ-પત્નીથી ખર્ચ થાય, વ્યસ્તતા રહે. શ્રમ-થાક છતાં આનંદ અનુભવો. નોકરી-ધંધામાં આનંદ રહે.

 

કુંભ ઃ અન્યના કારણે ચંિતા-બેચેની-અનંિદ્રા અનુભવો. પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ નોકરી-ધંધાનું થાય નહીં, ઉકેલાય નહીં.

 

મીન ઃ નોકરી ધંધામાં વ્યસ્તતા રહે. હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય-આઘ્યાત્મિકતામાં વધારો થાય. પત્ની-સંતાનનું કામ કરવું પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૫-૦૭-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ ભાગ્યોદય-પ્રગતિની શરૂઆતનું રહે. તમારી મહેનતનું શુભફળ કારકિર્દીના ઘડતર માટે મળવાની શરૂઆત થતાં તમારી હતાશા-નિરાશા દૂર થાય. આત્મવિશ્વાસ વધતો જાય.

- આ વર્ષમાં આપની આવક તેમજ સુખ સંપત્તિમાં વધારો થાય. મકાન, વાહન કે અન્ય ચીજવસ્તુની ખરીદી થઈ શકે.

- નોકરી ધંધામાં નવીન ફેરફારી, નવું આયોજન ગોઠવાય. ફાયદો-લાભ થાય.

- ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય.

- સ્ત્રીવર્ગને વર્ષ ધર્મકાર્યનું, આનંદ ઉત્સાહનું રહે. પરિવારની પ્રગતિ થાય.

- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી વિદ્યાશાખા-વિદ્યાસંસ્થાન પ્રાપ્તિથી અભ્યાસનો ઉત્સાહ-પ્રગતિ જણાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પ્રાણી સંગ્રહાલયના વાઘના પંિજરાના દરવાજા ખુલ્લા રાખીને ચાલવા લાગેલા લલ્લુને એના સાહેબ છગને બોલાવીને પૂછ્‌યું, ‘‘કેમ એના પંિજરાનો દરવાજો ખુલ્લો રાખ્યો?’’
‘‘એમાં શું સાહેબ!’’ લલ્લુએ જવાબ આપ્યો, ‘‘આવા ભયાનક પશુને કોઈ ચોરીને ઉઠાવી જવાની હિંમત કોણ કરવાનું હતું? એટલે ભલેને પંિજરાની બહાર હોય!’’

[Top]
 

આજ ની રેસીપી

વૈવિઘ્યસભર વાનગીઓ

ક્રીમ કોપ્સ

 

સામગ્રી ઃ ૧ વાટકી રવો, ૧/૨ વાટકી સૂકા ટોપરાનું ખમણ, ૧/૨ ચમચી મીલ્ક મસાલા, ૧-૧/૨ લીટર દૂધ, ૨ ચમચી ઘી, ચપટી લીલો તથા લાલ રંગ, ૧/૨ કપ ખમણેલો માવો, ૧ ચમચો દળેલી ખાંડ.

 

રીત ઃ માવાને સહેજ ખમણી જાડા વાસણમાં શેકી થાળીમાં કાઢો. પછી તેમાં દળેલી ખાંડ અને દૂધનો મસાલો મિક્સ કરી તેની નાની નાની ગોળી વાળી લેવી. જાડા વાસણમાં ઘી નાખી રવો શેકો. પાંચ-સાત મિનિટ પછી તેમાં કોપરાનું ખમણ નાખી ખાંડ તથા ૧/૨ વાડકી દૂધ ધીમે ધીમે નાખતા જવું, શીરાની જેમ થાય કે તુરત નીચે ઉતારી ઠંડુ પાડો. થાળીમાં કાઢી તેના બે ભાગ કરવા. એકમાં લાલ અને બીજામં લીલો રંગ નાખ્યા પછી તેના સાધારણ મોટા લુવા કરી તેની વચ્ચે તૈયાર કરેલા માવા વાળી ગોળી મૂકી પછી ફરીથી સરખા ગોળા કરવા.
દૂધને ઉકાળવું. ઘટ્ટ થાય તો તેમાં ખાંડ નાખીને ફરીથી થોડીકવાર ઉકાળો, પછી તેમાં તૈયાર કરેલા ગોેળા નાખી ૫-૧૦ મિનિટ ઉકળવા દો. પછી નીચે ઉતારી મોટા બાઉલમાં ઠંડા કરો. ઈચ્છા પ્રમાણે સૂકો માવો ભભરાવી શકો છો.

[Top]
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved