Last Update : 04-July-2012,Wednesday

 

અમેઝિંગ દેશી સ્પાઇડરમેન-૨

 

ગઈકાલે 'અમેઝિંગ સ્પાઈડરમેન'ની દેશી આવૃત્તિની દેશી વારતાની જે શરૃઆત કરી હતી તે વારતા આગળ વધારીએ...
* * *
ગઈકાલે તમે વાંચ્યું કે સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં હંગામી કારકુન તરીકે જોડાયેલો આપણો જુવાન હીરો એક ગરીબની ટલ્લે ચડેલી ફાઈલ શોધવા રેકોર્ડ-રૃમમાં જાય છે.
પણ ત્યાં કરોળિયાઓની વિસ્થાપિત છાવણીએ ચારેબાજુ મોટાં મોટાં જાળાં બનાવી દીધાં છે. એ જાળાં હટાવવા જુવાન કારકુન પટાવાળાની મદદ માગે છે પણ પટાવાળો કહે છે કે એના માટે લાંબુ ઝાડુ જોઈશે, અને લાંબા ઝાડુ માટે જે વાંસડો મંગાવવા માટેની અરજી કરી હતી એ પણ અહીં જાળાંઓ વચ્ચે ક્યાંક ખોવાઈ ગઈ છે !
હવે કરવું શું ?
આપણી ફિલ્મનો હીરો જુવાન છે ! ઉત્સાહી છે ! સાહસિક છે ! અને હિંમતવાન છે ! એટલે તે નક્કી કરે છે કે જાળાંઓની સફાઈ જાતે જ કરવી !
પણ બિચારો સરકારી માણસ છે ને ?
એટલે એને એવો વિચાર આવે છે કે લાંબા ઝાડુ માટે લાંબો ડંડો મંગાવવા માટે જે અરજી અહીં ઢબૂરાયેલી છે, એને શોધીને, જાળાં ખંખેરીને સાહેબના ટેબલ પર મુકવી !!
પણ એ અરજીને અહીં શોધવી ક્યાં ?
પટાવાળો તો હાથ ખંખેરીને કયારનો ખસી ગયો છે. આખરે આપણો યુવાન હંગામી કારકુન પોતે એ બીડું ઝડપે છે !
રેકોર્ડ રૃમના દરવાજા આગળ જે ફાઇલોના ઢગલા પડયા હતા ત્યાંથી જ એ શુભ શરૃઆત કરે છે. પણ બિચારો કાચો છે, બિન અનુભવી છે, (અને 'ઉત્સાહી' પણ છે) આ ત્રણે 'ખામીઓ'ને કારણે ફાઈલો પરથી ઉડેલી ધૂળ અને હવામાં ફંગોળાયેલાં કરોળિયાનાં જાળાંઓ નાક, આંખ, વાળમાં જવાથી બિચારાને છીંકાછીંક થવા લાગે છે !
છીંકો એટલી બધી વધી જાય છે કે એને શરદી થઈ જાય છે, નાક દદડવા લાગે છે, આંખોમાંથી પાણી વહેવા લાગે છે અને મોંમાં ધૂળ ઘૂસી જવાથી ઉધરસ ચડી જાય છે.
સરવાળે બિચારો બિમાર પડી જાય છે.
પણ આપણો દેશી સ્પાઈડરમેન હિંમત હારતો નથી !
બીજા દિવસે ચહેરા પર રૃમાલની બુકાની બાંધી, માથે ટોપી લગાડી, આંખો પર ગોગલ્સ ચડાવી અને પ્યાલા-બરણીવાળી પાસેથી ખરીદેલા જુનાં પેન્ટ શર્ટ પહેરીને તે બીજા દિવસે ફરી ઓફીસમાં આવે છે.
પણ એ દિવસે બીજો શનિવાર હોય છે ! સરકારી ઓફીસમાં તો રજા !
હવે કરવું શું ? છતાં હીરો ઢીલા મિજાગરાવાળા દરવાજાઓ ખોલીને રેકોર્ડ રૃમમાં ઘૂસે છે અને જોશભેર પેલી વાંસડાની અરજી શોધવા મંડે છે !
આપણો હીરો એટલો જોશમાં આવી ગયો છે કે ફાઈલોનાં પોટલાં આમથી તેમ ઉછાળવા લાગે છે ! એમાંને એમાં પેલાં કરોળિયાનાં જાળાં રફેદફે થઈ જાય છે !
કરોળિયાઓની આખી ગેંગ આ રમખાણ જોઈને ઉશ્કેરાઈ જાય છે અને બધા ચારેબાજુથી આપણા હંગામી કારકુન હીરો પર તૂટી પડે છે ! કરોળિયાઓ ઝેરી ડંખ મારી મારીને બિચારાને બેહોશ બનાવી દે છે....
રાત વીતી જાય છે....
રવિવારની સવાર થાય છે...સાંજ થાય છે...રાત થાય છે...અને સોમવારની સવારે જ્યારે સરકારી રેકોર્ડ રૃમના દરવાજા ખુલે છે...
- ત્યારે ?
- વાચંજો આવતી કાલે...

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved