Last Update : 04-July-2012,Wednesday

 
દુર્ઘટના પછીની દુર્ઘટનાઓ
ભારતની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના તરીકે ઓળખાતી ભોપાલ ગેસ દુર્ઘટના યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા કંપનીની બેદરકારીનું પરિણામ હતી, પરંતુ ત્યાર પછીનાં ૨૮ વર્ષમાં જે કંઇ બન્યું તેના માટે ભારતની સંબંધિત રાજ્ય-કેન્દ્ર સરકારો સિવાય બીજા કોઇનો દોષ કાઢી શકાય એમ નથી. યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાની ફેક્ટરીમાંથી લીક થયેલા મહાઝેરી ગેસ મિથાઇલ આઇસોસાઇનેટના કારણે હજારો લોકો માર્યા ગયા. સત્તાવાર આંકડો ૧૫, ૨૭૪નો છે. આશરે પોણા છ લાખ લોકો ગેસના ગળતરની તત્કાળ અને લાંબા ગાળાની ખરાબ અસરોના ભોગ બન્યા. આ દુર્ઘટના અંગેના અમેરિકામાં ચાલતા લેટેસ્ટ કેસનો ચુકાદો ગેસપીડિતોની વિરુદ્ધમાં આવ્યો. ગયા સપ્તાહે અમેરિકાની મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશે જાહેર કર્યું કે ભોપાલમાં થયેલા પર્યાવરણના નુકસાન અને તેનો ભોગ બનેલા લોકોના મામલે અમેરિકાની કંપની યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશન (યુસીસી) કે તેનો તત્કાલીન વડો વોરન એન્ડરસન કોઇ રીતે જવાબદાર નથી. આ ચુકાદો આવતાં સુધીમાં પીડિતો ઝેરી ગેસ ઉપરાંત બીજું એટલું બઘું વેઠી ચૂક્યાં છે કે તે આઘાતથી પર થઇ ગયાં છે.
૨૮ વર્ષ પહેલાંની દુર્ઘટનાનો મામલો એ વખતે બરાબર સુલઝ્‌યો ન હોય, એટલે અત્યારે અનેક ગૂંચવાડા પેદા થાય એ દેખીતું છે. તેમાં સૌથી પાયાનો ગુંચવાડો જવાબદાર કંપની અંગેનો છે. જે ફેક્ટરીમાં અકસ્માત થયો, તે યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ. તેની મૂળ કંપની અમેરિકાસ્થિત યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશન. અદાલતે ઠરાવ્યું છે કે યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાનો હવાલો સ્વતંત્ર હતો અને તેની કામગીરીની જવાબદારી અમેરિકા સ્થિત યુનિઅન કાર્બાઇડના માથે ઢોળી શકાય નહીં. ગૂંચવાડો પ્રેરનાર બીજી વાતઃ અત્યારે બન્ને કંપનીઓ બદલાયેલા સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડનું નવું નામ છે ‘એવરેડી ઇન્ડિયા લિમિટેડ’, જ્યારે અમેરિકાની યુનિઅન કાર્બાઇડ કંપની ડાઉ કેમિકલ્સે ખરીદી લીધી છે અને હવે તે ધ ડાઉ કેમિકલ્સ કોર્પોરેશનનો હિસ્સો છે.
ડાઉ કોર્પોરેશન લંડનમાં યોજાનારી ઓલિમ્પિકમાં સ્પોન્સર બનવા આગળ આવ્યું ત્યારે વિરોધવંટોળ જાગ્યો. તેનાથી નારાજ ડાઉ ગાઇવગાડીને કહે છે કે અમે ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ૧૭ વર્ષ પછી અમેરિકાની યુનિઅન કાર્બાઇડ ખરીદી છે. એટલે અમારે ભોપાલ ગેસ દુર્ઘટના સાથે કશી લેવાદેવા ન હોવા છતાં, નાહક બદનામ થવું પડે છે અને ઓલિમ્પિક જેવા પ્રસંગે વિરોધ વેઠવાનો આવે છે. મેનહટ્ટનની અદાલતે કહ્યું છે કે અરજદારો (ગેસપીડિતો) પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખીને વિચાર્યા પછી પણ યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશન અને વોરન એન્ડરસનને જમીન અને પાણીના પ્રદૂષણ તથા તેની ખરાબ અસરો માટે કોઇ રીતે જવાબદાર ગણી શકાય એમ નથી. એ બાબતની સઘળી જવાબદારી રાજ્ય સરકારની છે. ટેકનિકલ કારણો આગળ ધરીને ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું છે કે અકસ્માત પછી યુનિઅન કાર્બાઇડ ઇન્ડિયાએ ભંગારના નિકાલ અંગે અને પર્યાવરણ સિવાયના મુદ્દા અંગે યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશન સાથે વાતચીત કરી હોય એના પુરાવા છે. પરંતુ આ બાબતમાં કાર્યવાહી કરવામાં તેમને યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશનની મંજૂરીની જરૂર હોય એવું ક્યાંય જણાયું નથી. માટે એ મુદ્દે અરજદારોની માગ સ્વીકારીને એન્ડરસન કે યુનિઅન કાર્બાઇડ કોર્પોરેશનને જવાબદાર ગણી શકાય નહીં.
ભોપાલ ગેસ દુર્ઘટના પછીના ઘટનાક્રમમાં ભારતે બીજા કોઇનો વાંક કાઢવાપણું રાખ્યું નથી. રાજ્ય અને કેન્દ્રની સરકારો પીડિતોને ન્યાય અપાવવામાં એટલી નબળી, ખોખલી અને ભ્રષ્ટ પુરવાર થઇ છે કે એક આંગળી બીજા તરફ ચીંધવા જતાં, ચાર આંગળી પોતાની તરફ તકાય. એન્ડરસનને પરદેશ છટકવા દેવાથી માંડીને અદાલતમાં રૂ.૭૧૫ કરોડ જેવી, નુકસાનની સરખામણીમાં મામુલી કહેવાય એવી રકમમાં સમાધાન કરી લેવા બદલ, ભારત સરકાર પોતે જ દોષી છે. વાત આટલેથી અટકતી નથી. આરંભિક સુસ્તી ખંખેરીને પ્રાથમિક ધોરણે અકસ્માતના સ્થળેથી ભંગાર હટાવવાને બદલે, રાજ્ય અને કેન્દ્રની સરકારોએ સદંતર સરકારી વલણ અપનાવ્યું છે. અકસ્માત પછી પીડિતોની અને તેમની પછીની પેઢીઓની જંિદગીમાં ઝેર ઘોળવામાં સરકારી નિષ્ક્રિયતાનો વાંક સૌથી વધારે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved