Last Update : 04-July-2012,Wednesday

 

રિઝર્વ બેંકે ઇચ્છા રજૂ કરી ત્યાં જ ચોમેરથી સજેશનો
સરદાર પટેલની ઇમેજ ચલણી નોટ પર મૂકવા માગ

 

- બનાવટી નોટો પર બ્રેક મારવા પગલું ઃ રાષ્ટ્રઘ્વજ વિનાની સંસદ છપાઇ હતી

 

 

તાજેતરમાં એક જીસ્જી જોવા મળ્યો હતો કે ભારતની ચલણી નોટ પર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો છપાય તે માટેની ઝુંબેશમાં તમારો મત આપો વગેરે.. વગેરે... પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરના ફોટા માટે આવી ઝુંબેશ ચાલે છે તો કોઇ એનજીઓ મધર ટેરેસાના ફોટા માટે જીસ્જી કરે છે.
આવી ઝુંબેશ અચાનક એટલા માટે શરૂ થઈ છે કે રિઝર્વ બેંક ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધીજી સિવાયના બીજા નેતાઓ અંગેના ફોટા મુકવા વિચારી રહી છે. ચલણી નોટ પરનો ફોટો વ્યકિતની રાષ્ટ્રીય ઓળખનો સંકેત આપે છે. ગાંધીજી સિવાય કોનો ફોટો હોઇ શકે તેની ચર્ચામાં રવિન્દ્રનાથ ટાગોર, ડૉ. આંબેડકર, છત્રપતિ શિવાજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ અને ઇંદીરા ગાંધીનો સમાવેશ થાય છે.
ભારતમાં ચલણી નોટો પરની ઇમેજ પર તો મોટું મહાભારત થાય એમ છે કેમ કે દરેક પક્ષ આવી ઇમેજ દ્વારા પોતાના નેતાની ઓળખ અને પક્ષની ઓળખ તેમજ વર્ચસ્વ વધારવા માગે છે.
આઝાદી પહેલાં ચલણી નોટો પર કંિગ ઓફ ઇંગ્લેન્ડનો ફોટો રહેતો. ત્યારબાદ આઝાદ ભારતમાં ચલણી નોટો પર સર્વમાન્ય ઇમેજનો ઉપયોગ કરવા પ્રયાસ કરાયો હતો.
વાઘ, હાથી, હરણ, કંચન જંગાની ઇમેજનો ઉપયોગ કરાયા બાદ ટેકનોલોજી દર્શાવતી ઇમેજ જેમ કે હીરાકુંડ ડેમ, આર્યભટ્ટ સેટેલાઇટ, સ્ટીલ પ્લાન્ટ વગેરેનો ઉપયોગ થયો હતો. વિવિધ ઇમેજ અંગે વિવાદ પણ થયો હતો. એક સમયે રૂપિયા ૫૦ની નોટ પર સંસદનો ફોટો મુકાયો હતો જેમાં રાષ્ટ્રઘ્વજ રહી ગયો હતો.
સરકારે ખુલાસો એવો કર્યો હતો કે આર્ટીસ્ટે રાત્રે સંસદની ઇમેજ તૈયાર કરી હતી ત્યારે ઉપરથી રાષ્ટ્ર ઘ્વજ ઉતારી લેવાયો હોઇ ઇમેજમાં આવ્યો નહોતો. પછી તરત જ નવી રાષ્ટ્રઘ્વજ સાથેની ઇમેજ મુકાઇ હતી.
એવી જ રીતે રૂ. ૨૦ની નોટ પર ઓરિસા-કોનાર્કનું સન ટેમ્પલ મુકાયું ત્યારે ઓરિસાએ તેનો વિરોધ કરતા તેને ચલણમાંથી પાછી ખેંચી લેવાઇ હતી.
ચલણી નોટોની ઇમેજ સાથે ઘણા વિવાદો સંકળાયેલા છે. સરકારે નોટો પાછી ખેંચી હોય તેવી ઘટના પણ બની છે પરંતુ હવે જયારે ખોટી-નોટો બજારમાં ફરતી થઈ છે ત્યારે સરકાર સજાગ બની છે. કોપી કરનારાઓ માટે ગાંધીજીની ઇમેજ આસાન બની ગઈ છે. જો કે એનો અર્થ એવો પણ નથી કે જુની નોટો રદ્દ થશે પરંતુ રિઝર્વ બેંક જે નવી નોટ છાપશે તેમાં ઇમેજ બદલાશે જેથી ખોટી નોટો પધરાવનારા માટે તે આસાન નહીં બને.
ઐતિહાસિક દાંડી કૂચ જેવી ઘટનાઓ પણ ભારતની ચલણી નોટો પર સમાવાઇ છે. એક સમયે જયારે રૂ. ૫૦૦૦ની નોટ હતી ત્યારે તેના પર ગેટ-વે ઓફ ઇન્ડિયાની ઇમેજ હતી.
રિઝર્વ બેંક માટે સૌથી મૂંઝવણભરી સ્થિતિનો રાષ્ટ્રઘ્વજ વિનાની સંસદની ઇમેજ હતી બેંકે આ નોટો પાછી મંગાવી હતી આજે તે નોટ અપ્રાપ્ય ચલણી નોટોની યાદીમાં મોખરે છે.
ચલણી નોટ છાપવામાં એક નંબરની બે સિરીઝ જેવા વિવાદો તો હવે કોમન બનતા જાય છે.
ભારતમાં કમનસીબી એ હતી કે દરેક પક્ષને તેના નેતાની ઇમેજ ચલણી નોટ પર મુકવી હોય છે અને અન્ય પક્ષો તેમના નેતાની ઇમેજ માટે ખેંચા ખેંચ કરે છે પરંતુ મહાત્મા ગાંધીના નામ માટે સૌ એક થયા હતા તેમજ કોઇનો વિરોધ નહોતો.
અન્ય દેશોમાં ચલણી નોટોની ડીઝાઇન માટે ઇતિહાસવિદો અને ડિઝાઇનરોની એક કમિટી રચાય છે. જે ઇમેજ નક્કી કરે છે. પરંતુ ભારતમાં જ્યાં દરેક મુદ્દે રાજકારણ રમાતું હોય ત્યાં કોઇ ચોક્કસ નેતાના ફેસ પર સર્વ સંમતિ મેળવવાનું કામ આસાન નથી. આવી ઇમેજનો મુદ્દો એટલે વઘુ એક વિવાદ એમ સમજી લેવાય છે.
આરબીઆઈ આ અંગે કોઇ વિવાદ કરવા માગતી નથી એમ દખાઈ આવે છે. બેંક એવી ઇમેજ ઇચ્છે છે કે તેની કોપી ના થઇ શકે. આવી ઇમેજમાં રવિન્દ્રનાથ ટાગોર, મૌલાના આઝાદ અને મધર ટેરેસાનો સમાવેશ થાય છે.
ચલણી નોટ પર ઇમેજ બદલવાનો જે કાંઇ વિચાર છે તેની પાછળ બનાવટી નોટો ધૂસતી અટકાવવાનો મુદ્દો રહેલો છે. ચલણી નોટો પર કોઇનો ફેસ (મોઢું) મુકાયું હોય તો બનાવટી નોટ વહેલી પકડાય છે કેમ કે ફેસ કોઇ પણ ઓળખી શકે છે.
કાયદો એવો છે કે રિઝર્વ બેંકનું કરંસી ડિપાર્ટમેન્ટ ચલણી નોટ પરની ડિઝાઇન નક્કી કરી શકે છે પરંતુ તે અંગેનો નિર્ણય તો નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચેની મંત્રણા બાદ લેવાય છે.
કોઇને પણ પસંદ કરતા પહેલાં રવિન્દ્રનાથ ટાગરોનું નામ ના ભૂલવું જોઈએ. જેમણે દેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. શાંતિનિકેતનના સ્થાપક છે, તેમની સફેદ દાઢી અને લાંબાવાળવાળો ચહેરો ચલણી નોટ પર વઘુ આકર્ષક લાગે છે. ભારતમાં અન્ય નેતાઓના નામની મોખરે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આવે છે.
પરંતુ ગુજરાતની કોઇપણ વ્યકિત સરદાર વલ્લભભાઈ પટેલનો સૌમ્ય ચહેરો ભારતની ચલણી નોટો પર ઇચ્છે તે સ્વભાવિક છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 

 

 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved