Last Update : 04-July-2012,Wednesday

 
જાગો સોનિયા ગાંધી! જાગો! જાગો રાહુલ ગાંધી! જાગો

- મનમોહનસંિહ, શરદ પવાર અને દિગ્વિજયસંિહ કોંગ્રેસને ડૂબાડવા બેઠા છે
- બે વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે અને કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ કે નથી કોઈ નેતા કે નથી કોઈ મુદ્દા

જેમ માનવીના જીવનમાં ચઢઉતરનો સમય રહે છે એમ સંસ્થા, કંપની, વેપારી, દેશ, રાજ્ય, રાજકીય પક્ષના જીવનમાં પણ ચઢઉતરનો સમય રહે છે જે અત્યારે કોંગ્રેસ અને સોનિયા ગાંધી અનુભવી રહ્યા છે.
કોઈના જીવનમાં હંમેશા પ્રકાશ નથી રહેતો કે અંધકાર પણ નથી રહેતો. સારા કામ કર્મો કર્યા હોય તો અંધકાર ઓછો સમય રહે છે...
કુદરતનો આ નિયમ છે... એને વહેમ કહો કે અંધશ્રઘ્ધા કહો પણ જે છે તે છે... એમાં મીનમેખ નથી.
આજે દિલ્લીમાં અને આખા દેશની ‘દિલ્લી’માં કોંગ્રેસનું રાજ્ય છે. એ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ, કેરળ સહિત દેશના બીજા ૧૨ રાજ્યોમાં પણ કોંગ્રેસનું અથવા કોંગ્રેસ સાથેના મોરચાનું રાજ્ય છે.
પ્રશ્ન એ છે કે, આ રાજ્યોમાં શું આદર્શ રાજ્યની સ્થિતિ છે? આ રાજ્યોમાં કોંગ્રેસના સ્તંભ જેવા નેતાઓ નહેરૂ, વલ્લભભાઈ કે ગાંધીજીના સપનાઓના ૧૦ ટકા પ્રમાણે ચાલનારી સરકારો કામ કરે છે ખરી? શું આ રાજ્યોમાં કેન્દ્ર સરકારની મનરેગા જેવી જે જે યોજનાઓ છે એ બહુ સારી ચાલે છે? એ રાજ્યોમાં ભ્રષ્ટાચાર શું ઓછો છે? અથવા સમૂળગો નથી?
એવું કશું નથી તો પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કોંગ્રેસ સિવાયના રાજ્યોમાં રંગીન સપના શા માટે દેખાડે છે? શું તેઓ આપણી જનતાને સાવ ઉલ્લુ એવી સમજે છે કે કોંગ્રેસ જ્યાં જ્યાં રાજ્ય કરે છે ત્યાં શું ચાલી રહ્યું છે... એની એને ખબર પડતી નથી? દુનિયાભરની સ્થિતિ બદલીને, દેશવાસીઓને સંતોષ થાય એવું કામ કરવાની ડંફાસ હાંકનારને એના પોતાના ઘર અમેઠી, રાયબરેલી, સુલતાનપુરની જનતાને જ વિશ્વાસ ન બેઠો એટલે ત્યાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા... એ શું જનતા જાણતી નથી?
રાહુલના પિતા રાજીવ ગાંધીની વાત કરીએ તો, રાહુલની આજની ઉંમરે છે એ કરતાં બે વર્ષ વહેલાં એ દેશના વડાપ્રધાન બની ગયા હતા. એમને રાજકારણનો અનુભવ પણ રાહુલ કરતાં ઓછો હતો. પરંતુ રાહુલ ગાંધી રાજકારણમાં આવ્યાને આઠ વર્ષ થઈ ગયા છતાં એ હજી શીખાઉ હોય એ રીતે વર્તી રહ્યા છે. દેશની સામેના સવાલોને સમજવા માટે અને એના ઉકેલ માટે શું કરવું જોઈએ એની એને શું સમજ નથી?
મોંઘવારી અને ભાવ વધારાથી જનતા પીડાઈ રહી છે અને જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર દિલ્લીની મ્યુનિસિપાલિટીથી માંડી ઉત્તર પ્રદેશની પંચાયતોમાં હારે છે એ તેઓ શું સમજી નથી શકતા?
શરદ પવાર, મનમોહનસંિહ અને દિગ્વિજયસંિહ વગેરે જેવા ખોટા બહાના, ખોટા આંકડા, ખોટી હકીકતો રજૂ કરે છે એથી તેઓ એક વાર છેતરાય, બે વાર છેતરાય પણ શું પાંચ પાંચ વર્ષ સુધી છેતરાયા જ કરવાનું? ચમચાગીરી કરનારા તો ચારે તરફ ફરતા હોય જ છે. એમને ઓળખીને એમને શું દૂર રાખી શકાય નહી?
ગમે તેટલું ખરાબ થાય, ગમે તેટલું દેશને નુકસાન થાય, પેટ્રોલથી માંડી ખાંડ, દૂધ, શાકભાજી વગેરેના ભાવો ગમે તેટલા વધારવામાં આવે (આ ભાવ વધારો, આ મોંઘવારી માનવસર્જિત છે. બાકી પેટ્રોલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટે છતાં આપણા દેશનું પેટ્રોલ મંત્રાલય ભાવો ઘટાડે નહીં એ શું બતાવે છે?) તો પણ ‘માસ્તર મારે ય નહીં અને ભણાવેય નહીં’ એવા વડાપ્રધાન મનમોહનસંિહના કારણે તથા દેશ અને સરકારને ઊંઠા ભણાવી પોતાની બેન્કના લોકરો જેવી તિજારીઓ ભરી રહેલા શરદ પવાર જેવી લુચ્ચાઈને શું રાહુલ સમજી શકતા નથી? (અને જો એ આવી સાદી વાત સમજી શકતા ન હોય તો એ વડાપ્રધાન થવાને લાયક પણ નથી. વડાપ્રધાન તો ઇંદિરા ગાંધી જેવો હોય કે જેણે મોરારજી દેસાઈ, પાટીલ, જેવા ઘુરંધર નેતાઓની સિન્ડીકેટને એક જ ધડાકે વાઢી નાંખેલી! એ જ બાઈ કટોકટી લાદી શકે, હજારોને જેલમાં પૂરી શકે, ચૂંટણી પણ હારી શકે અને જેલમાં પણ જઈ શકે અને ફરી ચુંટાઈ પણ શકે અને જે અંગ્રેજો નહોતા કરી શક્યા એ સુવર્ણ મદંર ઉપર તોપમારો કરીને શીખ આતંકવાદીઓને ઠાર કરી શકે અને છેવટે દગાથી પણ સામી છાતીએ પચાસ પચાસ ગોળી ખાઈ શકે! કોંગ્રેસનો કે ભાજપનો એક પણ નેતા એના જેવો છે?) દિગ્વિજય સંિહ કે જે પોતાના રાજ્યમાં કોંગ્રેસને બે વખતથી જીતાડી શક્યો નથી છતાં એને ચમચાગીરી કરવાના કારણે ગુજરાત અને બિહારનું ચૂંટણી સંચાલન સોંપ્યું તો ત્યાં પણ કોંગ્રેસને હરાવી છતાં ઉત્તર પ્રદેશ જેવા રાજાનું ચૂંટણી સંચાલન એને સોંપ્યું તેમજ એણે સૂચવેલા ઉમેદવારોને ઉભા રાખ્યા જે બધા હાર્યા... એવાને પીઠ ઉપર લાત મારીને તગેડી મૂકવાની રાહુલમાં શું હંિમત નથી?
કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આ સ્થિતિ જોઈને હવે બધા પ્રાદેશિક પક્ષો તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા પક્ષો નવો રાજકીય વિકલ્પ ઉભો કરવામાં પડી ગયા છે. એ વિકલ્પના કેન્દ્રમાં ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક છે. તેઓ ભાજપવાળા એનડીએમાં નથી કે કોંગ્રેસવાળા યુપીએમાં નથી. એમને આન્ધ્ર પ્રદેશના માજી મુખ્યપ્રધાન તેલુગુદેશમ પાર્ટીના ચન્દ્રાબાબુ નાયડુ સાથ આપે છે. એ પ્રયત્નને મમતા બેનર્જી અને જયલલિતાનો સાથ મળી રહ્યો છે.
વઘુમાં, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ કેન્દ્રમાં અન્ન પ્રધાન છે એ શરદ પવારનો પણ છાનોમાનો ટેકો છે. ઉત્તર પ્રદેશમાં ખૂબજ મજબૂતીથી ઉચકાયેલા મુલાયમસંિહ યાદવ અને પંજાબમાં ફરીથી મુખ્ય પ્રધાન બનેલા પ્રકાશસંિહ બાદલને પણ એ વિકલ્પમાં જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
મમતાની શપથગ્રહણ વિધિમાં બાદલ અને મુલાયમે મોકલેલા નિમંત્રણને પણ એક નવા રાજકીય સમીકરણ તરીકે જોવામાં આવે છે.
આમાં પણ વડાપ્રધાન પદના દાવેદારો તો છે જ.
આ પ્રાદેશિક પક્ષોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. દા.ત. મનમોહન સરકાર સંસદમાં કોઈ ઠરાવ પસાર કરાવવા માંગતી હશે તો એણે બીજા પક્ષોનો અનિવાર્યપણે સાથ લેવો જ પડવાનો. વિરોધ પક્ષો પાસે એ તાકાત આવી ગઈ છે કે કયા ઠરાવને આગળ જવા દેવો અને કયાને અટકાવવો. દા.ત. ખાદ્ય સુરક્ષા, લોકપાલ, જમીનના હક્કો જેવા કેટલાક ઠરાવ છે જેને સંસદમાં પસાર કરાવીને કોંગ્રેસ હવે પછીની લોકસભાની ચૂંટણીમાં મજબૂત રીતે ઉભી રહેવા માંગતી હતી.

ગુણવંત છો. શાહ

હોય નહીં!

આ દ્રશ્ય ખરેખર આપણા દેશ ભારતનું ગામે ગામનું હોવું જોઇએ પણ આપણા દુર્ભાગ્યે એ દ્રશ્ય આપણા દેશનું નથી પણ જ્યાં ભારતીય સંસ્કૃતિની પૂજા ભારત કરતાં વઘુ થાય છે એ અમેરિકાની છે.
આપણે ત્યાં માથે મૂંડો અને ચોટલીવાળો હિન્દુ તો શું પણ બ્રાહ્મણ પણ જોવા નહીં મળે જ્યો ઈસ્કોનવાળા ‘‘હરેકૃષ્ણ હરે રામ’’નો જાપ ભજનારા અમેરિકનો, યુરોપિયનો વગેરે રીતસરની ચોટલી રાખીને, ધોતી પહેરીને રસ્તા વચ્ચે ઊભા રહીને ગીતા, શ્રીકૃષ્ણ વગેરે પુસ્તકો વેચતા જોવા મળે છે.
હમણાં હમણાં હિન્દુત્વ અને હિન્દુવાદના ચર્ચાના ચોગાને (નાહકના, લેવા દેવા વિના) ચઢેલા સંઘના વડા ભાગવત કે બીજા એમના કોઇ અમલદારી સ્વયંસેવક પણ ચોટલી અને ટકોમૂંડો કરનારા નથી. (દંભી છે દંભી! પેલા રામદેવની જેમ એમને પણ વડાપ્રધાનપદનું આકર્ષણ છે)
આ દ્રશ્ય છે અમેરિકાના ન્યુયોર્કના વિશ્વપ્રસિઘ્ધ ‘‘ટાઈમ્સ સ્કેવર’’નું! ગ્રિષ્મ અને વસંત ૠતુના આગમનને આવકારવા એ ટાઈમ્સ સ્કેવરમાં હજારો લાખો અમેરિકનો આ રીતે યોગ મુદ્રામાં ૨૧મી જૂને બેઠા હતા. એ રીતે એમણે વર્ષના લાંબામાં લાંબા દિવસનું પણ સ્વાગત કર્યું હતું. (ત્યાં હજારો ભારતીયો, સંઘના સ્વયંસેવકો, ભાજપના કાર્યકરો રહે છે તો પણ એમાંનો એક પણ ત્યાં ઉપસ્થિત નહોતો! (દંભી છે બધા દંભી!)

 

રોકેટ
મનમોહનસંિહે બંગાળને
રૂ. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦ ન આપ્યા અને ગ્રીસને ૫૬૦૦૦૦૦૦૦૦૦૦ રૂપિયા આપ્યા!
ભિખારી થઈને દાન કરવાની વડાપ્રધાન મનમોહનસંિહની ટેવ પાછળ પરદેશોમાં પોતાની વાહ વાહ કરાવવાની એક છૂપી એષણા રહેલી જોઈ શકાય છે. વચ્ચે એમણે બાંગલાદેશને અબજો રૂપિયાની સહાય આપી હતી. અફઘાનિસ્તાન, મ્યાંમાર જેવા દેશોને પણ મનમોહનસંિહ અબજો રૂપિયાની સહાય આપે છે.
ગુજરાતના મુખ્ય પ્રધાનને પણ અઢળક રૂપિયાની જરૂર હોય ત્યારે એ મનમોહનસંિહને ભાંડવા માંડે એટલે મનમોહનસંિહ ગુજરાતમાં રૂપિયાના વેગનો ઠાલવા માંડે છે.
બાકી બંગાળે હમણાં રૂપિયા ૨,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૨ ખર્વ) વિકાસના કામો માટે માંગ્યા તો ન આપ્યા.
એ મનમોહનસંિહને એમ તો, ગરીબી રેખા નીચે જીવતી આપણા દેશની ૫૦ કરોડની જેટલી જનતાના ઉઘ્ધાર માટે રૂપિયો નથી મળતો. (નરેગા, જેવી યોજનાઓ કરે છે અને હવે મફત દવા આપવાની યોજના કરવાના છે... પણ એમાં તો ઉલટાનો ભ્રષ્ટાચાર વધે છે. મનમોહનસંિહના બ્યુરોકેટો માલામાલ થતા રહે છે અને જેમના માટે એ યોજના હોય છે એમને ઠનઠન ગોપાલ રહે છે!)
એ મનમોહનસંિહે હમણાં ગ્રીસને ડોલર ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ની મદદ કરી! ભઈ, શા માટે? ‘‘ઘરના છોકરાં ઘંટી ચાટે અને....’’ વળી એ દેશ કોઈ કુદરતી આફતમાં નહોતો સપડાયો પણ આર્થિક મંદીની ઝપટમાં સપડાયેલો... જે એણે જાતે જ ઊભી કરેલી!
‘પારકે પહોળા’ થવાની આ કેવી વૃત્તિ? નીતિ? બંગાળની ગરીબી એ ગરીબી નથી અને ગ્રીસની ગરીબી એ ગરીબી છે?
સરકારભક્તો કહેશે કે... એ રૂપિયા પાછા આવી જવાના! ...પણ તેઓ ભૂતકાળ જોઈને કહેશે કે... આપેલા રૂપિયા કદી પાછા આવ્યા છે ખરા?
મનમોહનસંિહની આવી બધી કેટલીક દેવાળીયા નીતિઓ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved