Last Update : 04-July-2012,Wednesday

 
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે

- અમદાવાદમાં ઝામરની બિમારી અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વના ડૉકટરો દ્વારા ઝામરની આઘુનિક સારવાર પદ્ધતિ અંગે રિસર્ચ અને વિડિયો પ્રદર્શન યોજાયું હતું.

 

ઈન્ડિયા આંખને લગતી બિમારીમાં સૌથી આગળ છે. આંખમાં થતી ઝામરની બિમારીમાં ઇન્ડિયા વર્લ્ડમાં બીજા નંબરનો દેશ છે. ઝામર એટલે આંખની નસોમાં થતી બિમારી છે. જેમાં આંખનુ દબાણ વધવાથી નસને નુકસાન થાય છે. અને આંખની નસોમાંથી પાણી સૂકાઇ જાય છે. જેથી આંખના પડદામાં આવેલી આ નસોને જ્યારે નુકસાન થાય છે ત્યારે ધીમે ધીમે દેખાતુ બંધ થઇ જાય છે. ઝામરએ વારસાગત થતી બિમારી છે સાથે સાથે ૩૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને પણ ઝામરની બિમારી થઇ શકે છે. અમદાવાદમાં ઝામરની બિમારીને લઇને વધતી સમસ્યાઓ અને આંખની આ તકલીફ માટે નવી મોર્ડન ટેકનિક કઇ યુઝ કરી શકાય તે અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પહેલી જુલાઇએ રઘુદીપ આઇ ક્લિનિક તરફથી ‘ગ્લોકોમા કન્વેશન ૨૦૧૨’નું આયોજન કરવામાં આવ્યું હતું, દેશ અને દુનિયાભરના નિષ્ણાંત સર્જન દ્વારા આંખના ડોકટરોએ ઝામર તથા તેની આઘુનિક સારવાર પદ્ધતિ અંગે લેક્ચર અને વિડિયો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઝામરની સારવાર દવાના ટીંપા દ્વારા, લેસર પદ્ધતિ અને ઓપરેશનથી થતી હોય છે. સામાન્ય રીતે ઝામર બે પ્રકારના હોય છે મીઠો ઝામર અને કડવો ઝામર... કડવો ઝામર થયો હોય તેવા દર્દીને આંખ લાલ થવી, પાણી ટપકવું, ઓછું દેખાવવું અને રાત્રે લાઇટ સામે જોતી વખતે રંગબેરંગી કુંડાળા દેખાવા જેવી સ્થિતિ થાય છે. પરંતુ જેમને મીઠો ઝામર થયો હોય તેવા દર્દીને ખ્યાલ આવતો નથી કારણ કે તેના કોઇ લક્ષણો નથી. મીઠો ઝામર મંદગતિએ આંખમાં તકલીફો ઉભી કરે છે, પરંતુ નિયમિત ચેકઅપ કરાવવાથી તેના વિશે ખ્યાલ આવી શકે છે. ભારતમાં આજે ૧૨.૫ મિલિયન લોકો ઝામરથી પીડાય છે. ઝામરની બિમારી આજીવન રહે છે. આ અંગે ડો. મયુરી ખમાર કહે છે કે ‘આજે ઝામરની બિમારીને લઇને ઘણાં અવેરનેસ પ્રોગ્રામો થઇ રહ્યાં છે. જો કે આ બિમારી અંગે કોઇને જાગ્રતિ નથી. ઇન્ડિયામાં આજે આ બિમારીને લઇને ઘણાં રિસર્ચ થઇ રહ્યાં છે.’
ઇટાલીથી આવેલાં ડોકટર સ્ટેફાનો ગેન્ડોલ્ફી કહે છે કે ‘યુરોપમાં ઝામરની બિમારીને લઇને સ્પેશિયલ ગવર્મેન્ટ ફેસેલિટી મળે છે. અને લેસર દ્વારા તેની ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. આજે યુરોપમાં ઝામરને લઇને ઘણી મોર્ડન લેસર ટેકનિક આવી ગઇ છે.’ ઝામરની અવેરનેસ ઇન્ડિયામાં નહિવત છે. આ અંગે ઇન્ડિયન ગ્લોકોમા સોસાયટીના એક્ઝુકિટીવ સેક્રટરી દેવેન્દ્ર સૂદ કહે છે કે ‘ઇન્ડિયામાં આજે જૂની પદ્ધતિની સરખામણીમાં નવી ટેકનિકો વિકસાવવામાં આવી છે. અને તેના અંગે ઘણાં રિસર્ચ થઇ રહ્યાં છે. હવે ઝામરને લઇને પુસ્તક વર્ક નથી થતું પરંતુ તેના અંગે રિસર્ચો થઇ રહ્યાં છે. આજે લેસર ટેકનિક થોડી કોસ્ટલી છે પરંતુ તેના દ્વારા થતું ઓપરેશન ઘણું સેફટી ભર્યું રહે છે.’

 

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved